SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ チャリテージター સિદ્ધચક્ર અનુષ્ઠાનના પ્રારંભમાં એક ધાર્મિક માંગલિક પ્રાર્થના પાઠ બોલવો જરૂરી છે તેથી અહીંઆ જાણીતા બે પ્રકારના પાઠો આપવામાં આવ્યા છે. અમૃત જૈન સાહિત્યવર્ધક સભા (પૂ. નેમિસૂરિજી પરિવાર) તરફથી ‘સિદ્ધચક્રયન્ત્રોદ્વાર બૃહદ્ભૂજનવિધિ'ની બે ત્રણ આવૃત્તિઓ થઇ હશે. એમાં છેલ્લી ૨૦૨૭માં છપાણી છે, એના ૧૦માં પાનામાં સ્વસ્તિ-નમોઽર્તૃત્॰ આ રીતે પાઠ છાપ્યો છે. તેથી સ્વસ્તિ શબ્દ પણ પૂજનમંત્રનો જ અંશ હોય તેવો ખ્યાલ વાચકને થાય છે અને એ નામ બોલવા સાથે નમોઽર્ષનો પાઠ બોલી જાય છે. સાચી રીતે ‘સ્વસ્તિ' શબ્દ બોલવાનો નથી, એટલે આ વાત સુધારી લેવી જોઇએ. ખરૂં તો સ્વસ્તિ જે જગ્યાએ આપ્યું, તે શા માટે છે, તેનો શું અર્થ છે? એ મંત્રશાસ્ત્ર અને અનુષ્ઠાન શાસ્ત્રનો બહુશ્રુત સાધુ કે જાણકાર વિદ્વાન ક્રિયાકાર જો ન હોય તો શોધી નહીં શકે. પ્રાયઃ આપણે ત્યાં લગભગ મોટો વર્ગ આ શું છે તે સમજતો નહીં હોય. આપણે ત્યાં મન્ત્ર તન્ત્ર પૂજનના ઊંડા અભ્યાસી અને અધિકૃત વિદ્વાન શોધવા પડે તેવી સ્થિતિ છે. છાપવામાં ભૂલ કરી છે. એકલું સ્વસ્તિ છાપ્યું છે. કેમકે ‘સ્વસ્તિ’ની ખબર જ નથી પણ સ્વસ્તિનો અર્થ કલ્યાણ-માંગલિક થાય છે અને માંગલિક પાઠનું વાંચન પૂજનના નિયમ મુજબ સભા વચ્ચે કરવું જ જોઈએ એટલે સ્વસ્તિવાંચન આવો આખો શબ્દ છાપવો જોઈએ અને નમોર્હ જરા છેટે કે જુદું છાપવું જોઈએ. સ્વસ્તિવાંચન એ તો હેડીંગ છે, બોલવાનો મંત્ર નથી અને જ્યારે આ વિધિ આવે ત્યારે ક્રિયાકારે ઉંચા સ્વરે બોલવાનું હોય છે કે ‘ભાઈઓ હવે હાથ જોડો મંગલપાઠ બોલાય છે, તે સાંભળવાનો છે.' નમોર્હત્ સિવાય સમય હોય તો નાની મોટી કોઇપણ સ્તુતિ પ્રાર્થના બોલી શકાય છે. વરસોથી વિધિવાળાને નમ્રતાથી સહજ રીતે પ્રશ્ન કરતો સ્વસ્તિ એટલે શું? એટલે બોલી શકતા ન હતા. ત્યારપછીનાં ચિત્રો, લખાણ અને પૂજન વગેરેની સમજણ પ્રતમાં બરાબર સમજાય તેવી આપી છે એટલે અહીં તેના પુનરાવર્તનની આવશ્યકતા નથી. અહીંઆ એક સાથે પાંચ મુદ્રાઓનું ચિત્ર છાપ્યું છે. તેમજ ૨૪ તીર્થંકરની પૂજાના પ્રસંગમાં આહ્વાહન, સ્થાપન, સંનિધાન અને અંજલિ આ મુદ્રાઓનાં નાનાં અલગ અલગ પણ ચિત્રો છાપ્યાં છે. ૨૯ નંબરનું ચિત્ર વાચકોને તદ્દન નવું લાગશે. આનો ભાવ શું એ માટે પેજ ૫૭માં જોઈ લેવું. જુદા જુદા વલયનાં પૂજન ઉપર, સરલતાથી સમજાય એવી રીતે વિશિષ્ટ પ્રકારે હેડીંગો છાપવામાં આવ્યા છે. જે જોવાથી માલમ પડશે. કેન્દ્રમાં રહેલાં મૈં કારમાં વર્તતા ૨૪ તીર્થંકરોનું પૂજન એ યન્ત્રપૂજનનું મહત્ત્વનું પ્રધાન અંગ છે. મૈં કારને પાંચ રંગનો કલ્પવામાં આવ્યો છે. કેમકે ત્યાં શ્વેત, રક્ત, પીળા, નીલા (–લીલા), કાળા રંગના તીર્થંકરોને સ્થાપન કરવાના છે. ૨૪ તીર્થંકરોને પણ એ જ પાંચ [ ૫૪૨ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy