SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત પ્રવર શ્રી ઇશ્વરચંદ્રજી અને અનેક ભાઈ-બહેનોની શુભેચ્છા, અને અર્થ સહકારથી આટલું પણ કાર્ય થઈ રહ્યું છે અને એક મહાન ઉપકારી મહર્ષિના ઉપકારના ઋણભારમાંથી કંઇક હળવા થવાનું સદ્ભાગ્ય મને–સહુને સાંપડ્યું તેનો જ આનંદ અને સંતોષ માણી વિરમું છું. મુંબઇના વસવાટ દરમિયાન ઉપાધ્યાયજીના ગ્રન્થોની પ્રસ્તાવના, નિવેદનો વગેરેની ફેર કોપીઓ તથા આ અંગેની અન્ય વ્યવસ્થા માટે સમયનો અને શ્રમનો ભોગ આપનાર ધર્માત્મા ભકિતવંતા બહેનો શ્રી રમાલક્ષ્મી રસિકલાલ દલાલને એમાં વિશેષ કરીને શ્રી ભાનુમતી જયંતિલાલ દલાલ (B.A.) ને ખાસ ધન્યવાદ આપું છું. જેઓ ગમે ત્યારે ગમે ત્યાં જવું આવવું પડે ત્યારે હંમેશા સાધનો વગેરેનો પૂરો સહકાર આપતા જ રહ્યા હતા, તથા ધર્માત્મા શ્રી ચિત્તરંજનભાઈ તથા ભિકતવંતા સરલાબેનને પણ હાર્દિક ધન્યવાદ. અને હાલમાં તપસ્વિની સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજીની વિનયશીલ શિષ્યાઓ સાધ્વીજી શ્રી ચંદ્રપ્રભાશ્રીજી તથા સાધ્વીજી શ્રી કનકપ્રભાશ્રીજીએ અનેક લખાણોની શુદ્ધ પ્રેસ કોપીઓ લખી આપવામાં સહાયક બન્યા તે માટે તેઓ સહુ ધન્યવાદના ભાગી બન્યા છે. મહાન તીર્થાધિરાજની શીતળ-પવિત્ર છાયામાં આ નિવેદન સમાપ્ત કરૂં છું. તા. ૧-૧-૮૨ પાલીતાણા. સાહિત્ય મંદિર. આ ગ્રન્થમાં છાપેલા નવ ગ્રન્થોનો પરિચય અહીંઆ શરૂ થાય છે. ૧. આત્મરવ્યાતિ ~: અલ્પ ઝાંખી :— પરિચયકાર—મુનિશ્રી યશોવિજયજી. લેખન સં. ૨૦૩૪ ‘આત્મખ્યાતિ’ ગ્રન્થમાં ઉપાધ્યાયજી ભગવંતે જે જે વિષયોનું પ્રતિપાદન કર્યું છે, તેમાં ખાસ કરીને શું શું વિષયો આવે છે તેની સંક્ષિપ્ત ઝાંખી અહીં કરાવું છું. ૧. આત્માનું કે આ નામના સ્વતંત્ર પદાર્થનું અસ્તિત્વ છે, એવું તમામ આસ્તિક (ચાર્વાકાદિ નાસ્તિક દર્શનોને છોડીને) દર્શનો સ્વીકારે છે. વળી આત્મા ચૈતન્ય શરીરમાં જ હોવા છતાં શરીરથી તદ્દન ભિન્ન પદાર્થ છે એ વાતને પણ તેઓ સ્વીકારે છે. પણ આત્માનું પરિમાણ કેટલું? એ બાબતમાં મતભેદ પ્રવર્તે છે. કેટલાક ચિંતકો આત્મા વિભુ છે અર્થાત પરમમહત્વ પરિમાણવાળો છે, અને તેથી સર્વ વ્યાપક છે એવું માને છે કેટલાક ચિંતકો મધ્યમ પરિમાણવાળો છે એમ માને છે. ઉપાધ્યાયજીએ જુદા જુદા દાર્શનિકોની વિવિધ માન્યતાઓનું ખંડન કરીને સાબિત કર્યું છે કે આત્મા વિભુ નથી, પરમમહત્વ પરિમાણવાળો પણ નથી, આત્મા તો ૧. કેટલીક બાબતમાં મીમાંસકો જૈનમતને અનુસરે છે. ૨. સાબિતી માટે અલગ લેખ લખી શક્યો નથી. [ ૫૦૯ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy