SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત આભખ્યાતિ નવગ્રન્થીની પ્રસ્તાવના kQ વિ. સં. ૨૦૩૬ ઇ.સત્ ૧૯૮૦ સંપાદકીય નિવેદન ) - 5 C સત્તરમી સદીમાં જન્મેલા સ્વ. મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજની રચેલી નાની મોટી કેટલીક રચનાઓ સં. ૨૦૧૦ થી ૨૦૧૨ સુધીમાં જુદા ને જુદા જ્ઞાનભંડારોમાંથી પહેલી જ વાર ઉપલબ્ધ થઈ, પછી તેની પ્રેસકોપીઓ કરવામાં : આવી. તે પછી ધીમે ધીમે સમય મળે ત્યારે તેનું સંશોધન ચાલુ રાખેલું. પ્રથમ વૈરાગ્યરતિ ગ્રન્થનું સંશોધન પૂ. વિદ્વાન મુનિવર પં. શ્રી રમણિકવિજયજી મહારાજે કરી આપ્યું. અનુકૂળ સમયે મુદ્રણ શરૂ થયું. સ્તુત પહેલીવાર અપૂર્ણ છપાએલી, પાછળથી અન્ય પ્રતિ મળતાં પાઠપૂર્તિ કરી ફરીથી તેનું મુદ્રણ થયું અને વિ. સં ૨૦૧૮-ઇ. સન્ ૧૯૬૨માં તે પ્રકાશિત થઈ. યશોભારતીનું આ પ્રથમ પુષ્પ હતું. પછી સં. ૨૦૨૨, ઇ. સન્ ૧૯૬૬માં પ્રો. શ્રીયુત્ હીરાલાલ ૨. કાપડીયા પાસે ઉપાધ્યાયજીના તમામ ગ્રન્થોના લખાવેલા પરિચયનું પુસ્તક પુષ્પ બે તરીકે પ્રસિદ્ધ થયું. પછી સં. ૨૦૩૬ ઇ. સન્ ૧૯૬૯માં ત્રીજા પુષ્પ તરીકે વરાયત ગ્રન્થ પ્રકાશિત થયો. ચોથા પુષ્પરૂપે હિન્દી ભાષાંતર સાથે સ્તોત્રાવની વિ. સં. ૨૦૩૧, ઇ. સન્ ૧૯૭૫માં પ્રસિદ્ધ થઈ. તે પછી પાંચમાં પુષ્પરૂપે કચાશ ઉપર બીજા ત્રીજા બે ઉલ્લાસની ટીકાવાળું પુસ્તક સં. ૨૦૩૨ ઇ. સન્ ૧૯૭૭માં પ્રગટ થયું. ત્યારપછીના ૬, ૭, ૮, પુષ્પોનું કામ 22. 2, -2 ૧. કાવ્ય પ્રકાશ પહેલાં એક ગ્રન્થ કરવાનો હતો એટલે કાવ્યપ્રકાશને છટ્ટો નંબર આપેલ પણ પાછળથી તે પ્રકાશન થઈ ન શકયું અને પાંચને બદલે ખોટો નંબર છટ્ટો રહી ગયો છે. CA E CSS CS :ડ) : Se CSECTS: SEE
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy