SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ***** ** ××× × ×સ્* ** * **** * * *ઋ** * **** *** ****** *********************** ************ *** **** ૧૫ તિલંગ શ્રીરાગ ૧૬ જયજયવંતી નટ ૧૭ સિંધુડો ગુર્જરી તોડી અન્નનો કલશ મુલતાનીમાં. અમારા ઉસ્તાદ ગુરુની એવી ખાસિયત હતી કે એક એક વિદ્યાર્થી પૂજામાં સંપૂર્ણ તૈયાર થવો જ જોઈએ. લગભગ તમામ વિદ્યાર્થીઓ તાલબદ્ધ રાગો ગાઈ શકે તે રીતે તૈયાર થઈ ગયા. અમારા આનંદનો પાર રહ્યો નહિ. એ પૂજા જયારે પહેલ વહેલી દેરાસરમાં અમે ભણાવી * ત્યારે સાંભળવા આવનાર શ્રી સંઘની હાજરીથી દેરાસર ચીકાર ભરાઈ ગયું હતું. શ્રીસંઘે આ * પૂજા સાંભળી અમારા ઉપર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. આ પૂજા તો અમને એવી કંઠસ્થ થઈ ગઈ કે અમો જાણે ઊંઘમાં પણ બોલી જઈએ ૐ અને ગાઈ જઈએ. રાગો એવા ઘૂંટાઈ ગયા હતા કે આજુબાજુમાં પથારીમાં સૂતા હોય અને મેં જરાતરા કોઈ રાગ છેડે, પેટીના જરાક સૂરો નીકળે, નાનકડો આલાપ કે તાનપલટો સંભળાય * કે આ સૂરો કયા રાગના છે તેનો તરત જ ખ્યાલ અમને આવી જતો. આ પૂજા અમો વગર * ચોપડીએ ભણાવી શકતા હતા, કારણ કે ઘણીખરી પૂજાઓ લગભગ કંઠસ્થ થઈ ગઈ હતી. આ રાગો-તર્કોની વધુ તાલીમ માટે મારા વિદ્યાગુરુએ, મારા સંસારી મોટાભાઈ શ્રી નગીનભાઈ વગેરેની સૂચનાથી મને ઘરે શીખવા આવવા જણાવ્યું. હું બપોરના બે વાગે ખાંસાહેબના ઘરે જતો. ખાંસાહેબ ક્યારેક તાલીમ આપે અને કયારેક કામમાં હોય તો મારી મેળે લેતો, એમના સુપુત્ર શમીનને કયારેક હું સરગમ બોલાવતો. પાછળથી બપોરની તાલીમ $ મારા સંસારી મામાના સુપુત્ર શ્રી મુલજીભાઈ જેઓ સંગીત વિદ્યામાં ઘણા નિષ્ણાત થયા હતા, * તેમના ઘરે જઈને હું તેમની પાસે શીખેલા રાગોનો અભ્યાસ કરતો હતો. આમ નાની ઉંમરમાં ૐ જ સંગીતના ખેતરનું સારું ખેડાણ કરવાની તક મને સાંપડી હતી. એ ડભોઈના જૈન શ્રી સંઘ £ અને ખાસ કરીને સંગીતશાળાની નેતાગીરીને આભારી હતું. આ માટે સહુને હાર્દિક ધન્યવાદ આપવા રહ્યા. સંગીત અને તાલની તાલીમ લીધા પછી અમને નૃત્ય શીખવાડવાનો નિર્ણય કરાયો અને અમને એ તાલીમ આપવાનું શરૂ કરાયું. બહારગામથી આવેલી નૃત્યજ્ઞ વ્યકિતઓએ પ્રથમ અમને પગમાં તોડા પહેરાવ્યા અને હાથના અભિનયની તાલીમ આપી. વળી અમો “મોરલીનૃત્ય' ઉપરાંત અન્ય પ્રકારો સરસ રીતે શીખી ગયા. આ તાલીમમાં આઠ વિદ્યાર્થીઓ હતા. આમાં પણ મારો ક્રમાંક ત્રીજો હતો, પછી અમારા માટે સુરતમાં પરીઓના આકર્ષક સો-પોશાકો, બનાવટી કેશકલાપો, પરીના મુગટો વગેરે તૈયાર કરાવ્યાં અને તે વેશમાં જોઈને પ્રેક્ષકો ખરેખર અમારા ઉપર આફરીન થઈ જતા. પછી તો આ અમારા મંડળને બહારગામથી આમંત્રણો મળવા લાગ્યાં. બહારગામ પાંચ * પાંચ સાત સાત હજાર માણસો વચ્ચે અમારે નૃત્ય કરવાના પ્રસંગો બન્યા. બનાવટી સર્પની ****************** [ ૫૦૫ ] **************** ******* ******** *********************** ***** ********
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy