SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ * ******* ************** ************************************* ********************************************* જ હતી કે બંધ કોડાની આંખો જ એવી હોય છે કે જે આંખના ખાડામાં જ બેસાડી શકાય. * પણ રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં જેમ જેમ પલટો થવા માંડ્યો, તેમજ જેના સંઘની ભકિત અંગેની સમજમાં વધારો થયો. એટલે એમને કોડાની આંખો આવા દેવાધિદેવ જિનેન્દ્ર ભગવાન માટે બંધબેસતી કે ઉચિત ન લાગી. વળી સમય જતાં કોડાની આંખોના રંગો પણ પ્રક્ષાલ-પખાલ જલ અને અંગુલંછણાના ઘસારાથી ઘસાઈ જતા, એટલે આ પરિસ્થિતિ કાયમી ઉકેલના મનોમંથનમાંથી આજે વપરાતી કાચની ચક્ષુઓનો જન્મ થયો હશે એવું મારું સમજવું છે, પછી જે હોય તે. એક દુઃખની કે ખટકતી બાબત એ છે કે આજે ભગવાન ઉપર જે ઉપચક્ષુઓ ચીટકાવાય * છે, તે ચક્ષુઓની ડિઝાઈન બરાબર નથી. આ ચક્ષુઓ એવી સાઈઝના અને એવી ઢબના છે. £ કે તે નેત્રના બરાબર ખાડામાં આવી શકે તેવા નથી અને એથી વધુ અનુચિતપણું એ છે કે શું * આ ઉપનેત્રો જાડાઈમાં વધુ હોવાથી ખાડાની બહાર ઉંચા રહે છે. નેત્ર હંમેશા ખાડાની અંદર જ જ એના હિસાબ મુજબ સમાઈ જાય તો જ તે વધુમાં વધુ સ્વાભાવિક (નેચરલ) લાગે, નહીતર તે વિકૃત-બેડોળ અને બનાવટી બની જાય છે અને પરિણામે મૂર્તિની સુંદરતા, મધુરતા * ૪ અને એ કરતાં એમની પ્રસન્નતા ચાલી જાય છે. મૂર્તિ બેડોળ, કુત્રિમ અને ભયંકર લાગે છે. શું રોજના ટેવાએલા ભકતજનોને અને જેણે આ જાતની સમજણ નથી હોતી તેને કલ્પનાએ * આવતી નથી. આવી વ્યકિતઓને વાંધાભર્યું કશું ન લાગે, પણ સુજ્ઞોનો અભિપ્રાય એ જ * * અભિપ્રાય ગણાય છે. અને આવા કેટલાએ જૈનો અને અજેનો અને પરદેશીઓ જૈનોને મેં વાલકેશ્વરના મંદિરમાં પરિચય આપવા માટે જવું પડતું ત્યારે એ જ લોકો મારી સામે પ્રશ્ન ઉઠાવી અરૂચિ વ્યકત કરતા હતા અને વીતરાગ મુદ્રાની શાન્તતા અશાન્તતાને જ્યારે વ્યકત કરનારી બને ત્યારે આવા ઉપચક્ષુઓ વિવેકી ભકિતનું અંગ મટી અવિવેકી ભકિતનું અંગ બની નથી જતાને? તે તટસ્થ રીતે ગંભીરતાથી વિચારવું શું જરૂરી નથી? પણ તનતો તોળ: જેમ આની સામે કોઈ અવાજ ઉઠાવતું નથી. ઉહાપોહ થતો નથી અને યોગ્ય રાહ લેવા પ્રયત્નો થતા નથી. મેં આજથી ૨૩ વરસ પહેલા જયપુરના જડીઆને ખાડામાં બેસી જાય તે રીતે જ ચતુ * બનાવવા માટે સમજાવતાં તેને હા પાડી હતી. પણ કમભાગ્યે ટૂંક સમયમાં તેનું મૃત્યુ થતાં * * તે કાર્ય થઈ શક્યું નહિ, નહીંતર કદાચ દેશભરમાં આવા જ ચક્ષુઓનો વપરાશ શરૂ થઈ જાત. જો કે થોડા સમય ઉપર સુરતવાળા કારીગરોએ અંદર બંધબેસતા થાય તેવા ચક્ષુઓ બનાવેલા * મને બતાવ્યા પણ ખરા, પણ હજુ તે કામ મને સંતોષજનક ન લાગ્યું. હાલમાં ચાંદી ઉપર મીનો ચઢાવેલી જાત તૈયાર થઈ છે. અહીં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે થઈ શકે કે શું પ્રાચીન કાળમાં ચક્ષુઓ રાખવામાં આવતા હતા ખરાં? આનો જવાબ એ છે કે આજે જેવા ચક્ષુઓ બેસાડીએ છીએ તેવા તો હતા જ નહિ, ૐ****************** [ ૫૦૨] *******************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy