SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ***PROPORRORTHOPPER શતાવધાની પંડિત શ્રીયુત્ ધીરજલાલ ટોકરશી શાહે પોતાના નવા લખેલા ‘સિદ્ધિદાયક સિદ્ધચક્ર' ગ્રન્થ માટે પ્રસ્તાવના લખવા મને કહ્યું, પણ સમયસર લખી ન શક્યો, તેમની પઠાણી ઉઘરાણી છે થતાં મોડે મોડે લખવું શરૂ કર્યું. ચાર છ પાનાં જેટલું જ લખવાનું નક્કી કરેલું, પણ લખવા છે માંડું પછી લઘુસૂત્રી ઓછું એવું મારું દીર્ઘસૂત્રી મગજ સંક્ષેપમાં પતાવે જ નહી, અને લાંબુ આ પહોળું લખી નાંખે, આમાં પણ એમ જ બન્યું. છે. બીજી બાજુ ગ્રન્થોઘાટનની તારીખ નજીક આવી, અને ગણત્રીના દિવસોમાં પ્રસ્તાવના ઉ. પ્રેસવાળાએ છાપી આપવાની સર્વથા અશકિત બતાવી, છેવટે પ્રસ્તાવનાને ટૂંકાવી નાંખી, તે છતાં છે પણ છાપવાની અનુકૂળતા ન આવી અને પ્રસ્તુત પ્રસ્તાવના પ્રસ્તુત ગ્રન્થમાં આવી ન શકી. અને છે ત્યારે સેવેલો શ્રમ સાર્થક ન બન્યો. આજે આ વાતને પંદરેક મહિના વીતી ગયા છે. મુંબઈથી છરી પાળતો સંઘ લઈ અમો પાલીતાણા આવી ગયા. | મારા પૂજય દાદાગુરુજી તથા અન્ય વ્યકિતઓ જેમને મારી પ્રસ્તાવના છપાવાની છે એવી ખબર હતી, તેઓને તે ન છપાતાં રંજ થયો. અને તે પ્રસ્તાવના પૂજ્ય ગુરુદેવે અલગ પુસ્તિકારૂપે છે પણ પ્રગટ કરવા આગ્રહ કર્યો, એટલે સુધારા વધારા કરીને તે છાપવા આપી. છે મુદ્રણ દરમિયાન મને થયું કે પુરાણી જે કંઈ નોધ-સામગ્રી ઉપયોગી હોય તે પણ જ આપવી. એટલે મેં તેમાં ઉમેરો કર્યો, વળી તે છપાતા દરમિયાન થયું કે ર૩ વર્ષ પહેલાં એટલે ૨૦૦૯માં કાઢેલી પ્રશ્નાવલી પણ આપી દેવી, જેથી આ વિષયના રસિકોને બરાબર ઉપયોગી થાય. એટલે તે પ્રશ્નાવલી ક્યાં ક્યાં મોકલી હતી અને તેના જવાબો શું આવ્યા છે, તથા અન્ય ઉપયોગી પરિશિષ્ટો વગેરે સાહિત્ય, તેમજ મારા અને શ્રીમાન્ ધુરંધરવિજયજી મહારાજના યંત્ર છે. વચ્ચે તફાવત છે? તે પણ શીધ્રબોધ માટે જુદું તારવી આપ્યું છે, જેથી જલદી જાણવું સરળ થાય. | મારી ૩૫ પ્રશ્નોની પ્રશ્નાવલીએ, તે વખતે વિદ્વાનોમાં સારી એવી ચકચાર જગાવી હતી. કે મેં આ પ્રશ્નાવલીનું વાંચન પૂજ્યપાદ ઉદયસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે ત્રણ ચાર સાધુઓની એ હાજરી વચ્ચે, બબે કલાકની બેઠક રાખી તેઓશ્રી પાસેથી પ્રત્યુત્તરો મેળવવા કરેલું. જે વાત છેઆ પુસ્તિકાની અંદર જણાવી છે. ટૂંકમાં એક જ પુસ્તિકામાં બધું સાહિત્ય સંગ્રહિત થાય તો છેતે ભાવિ માટે ઉપયોગી બનશે. એ રીતે વિવિધ સામગ્રી પીરસતાં પ્રસ્તાવનાએ ખાસી એક છે લઘુ પુસ્તિકા જેવું કલેવર ધારણ કરી લીધું. છે અમદાવાદના કુશળ ક્રિયાકાર શ્રી ચીનુભાઈ આજથી સત્તર વર્ષ પહેલાં એટલે સં. એ ૨૦૧૪માં અગાઉથી પૂરતો સમય માંગી યંત્ર અંગેની ચર્ચા અને જ્ઞાન મેળવવા ખાસ પૂના આવેલા. વિગતવાર બધી સમજણો મેળવી અને તેમને પૂરો સંતોષ થયો અને પછી પોતાના છે માટે મારા સંપાદિત યંત્ર ઉપરથી તાંબાનો મોટો યંત્ર મારા મારફત બનાવરાવ્યો અને તેઓએ છે પૂજનોમાં એ જ યંત્રનો ઉપયોગ શરૂ કર્યો હતો. સિદ્ધચક્રપૂજન વિધિની ચાલી આવતી અશુદ્ધિ કે અપૂર્ણતા અંગે સુધારા વધારા સાથે ઉજજવકિપીવિકિકોશ ડી લીધું,
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy