SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ ઇત્યાદિ મૂળસૂત્ર ગ્રન્થોમાં ગણધરાદિ મહાપુરુષોએ સુવિસ્તૃતપણે કે વર્ણવ્યા છે, તે ધૃતરૂપસાગરમાંથી આ વિષમકાલમાં પ્રતિદિન ક્ષીણ થતા બુદ્ધિ-બલાદિકનો વિચાર ક કરીને તે પરમ ઉપકારી ક્ષમાશ્રમણ મહાપુરુષે સ્વબુદ્ધિરૂપી મંથન વડે કરીને અમૃત સરખા મહત્વ ભર્યા, ઉપયોગી અને સારભૂત તાત્ત્વિક પદાર્થોને ઉધૂત કરી સંક્ષેપમાં, પ્રાકૃતગાથાબદ્ધ આ નો સંગ્રહણી સૂત્ર તરીકેની રચના બાળજીવોના ઉપકારાર્થે કરી હોય એમ તે અંગોપાંગ સૂત્ર ગ્રન્થમાં તે દર્શાવેલા જ વિષયોનું પુનઃ પ્રતિપાદન જોતાં જણાય છે. વળી બીજું કારણ એ પણ સમજાય તેવું છે કે જૈન સંપ્રદાયમાં લગભગ તમામ મૂલ આગમ તો ગ્રન્થો વાંચવાનો અધિકાર પુરુષ વર્ગનો છે. તેમાંએ પાછા વાંચનાધિકારી તે જ હોઈ શકે છે કે જેઓએ તે તે સૂત્રગ્રન્થો માટે દર્શાવેલ વિધિપૂર્વક તે તે મર્યાદાવાળી યોગ સંબંધી ઘોર તપશ્ચર્યા ન કરી હોય, ત્યાગ-વેરાગ્યનું અને આત્મિક ઇન્દ્રિયદમનનું સજ્જડ નિયમન સેવ્યું હોય. આવું હેતુ પુરસ્સરનું, સૂત્રની મહત્વતા જળવાઈ રહે તેવું અને દરેક રીતે લાભપ્રદ આચરણાનું ટાં પાલન કરવાને કંઈ સઘળા આત્માઓ સશક્ત નથી હોતા, એવા અશક્ત જીવોને શાસ્ત્રતત્ત્વો જાણવાની જિજ્ઞાસાવૃત્તિનો પ્રાદુર્ભાવ ખૂબ જ અસહ્ય થતો હોય તો તેવા આત્માઓ પણ તે પુણ્યલાભથી વંચિત ન રહે એવા સુવિચારને આધીન થઈ પરોપકારાર્થે આ કૃતિ રચવાનું પ્રાથમિક પગલું ઉચિત ધાર્યું હોય તો તે અસંગત કે અવિચારિત નથી. ક્ષમાશ્રમણની સંગ્રહણી કેમ ગુરુત્તર થઈ ગઈ? આ ક્ષમાશ્રમણ મહારાજે સાતમા સૈકામાં આ સંગ્રહણીની પ્રાથમિક રચના કરી. તે રચના ત્યારપછીના યુગના જીવોને એટલી બધી પ્રિય અને આનંદદાયક લાગી કે તેનું અધ્યયન ખૂબ જ વક વધી ગયું, અને એ ગ્રન્થનો અધિકાર સ્ત્રી-પુરુષ સહુ કોઈને હતો, આ રીતે પ્રચાર વધવાની સાથે છે. જે વિષય મૂળ સંગ્રહણીમાં વિસ્તારાદિકના ભયે શાસ્ત્રોમાંથી ઉદ્ધર્યો ન હતો તેવા ઉપયોગી વિષયોને આ સ્વસ્વ ઇચ્છાનુસારે તે વર્ગોએ નવીન નવીન ગાથાઓને, કેટલાકોએ ક્ષમાશ્રમણ સંગ્રહણીની ટીકા હતી તેમાં સાક્ષીરૂપે કે પૂર્તિરૂપે કે વધુ વિષયના જ્ઞાનાર્થે આપેલી ઉપયોગી ગાથાઓને, ઉપાડીને ક અસલ સંગ્રહણીની ભૂલ ગાથાઓની સાથે યથાયોગ્ય સંગત સ્થળે ઉમેરી કંઠસ્થ કરવું ચાલું રાખ્યું, અને ગ્રન્થ પ્રતિઓ પણ તે જ પ્રમાણે લખાવવા માંડી. શ્રી ચંદ્રમહર્ષિનું નવીન સંગ્રહણીનું રચવું આ છૂટ લેવાનું પરિણામ એ ઉપસ્થિત થયું કે બારમા–તેરમા સૈકા દરમિયાનમાં એ રે મૂલસંગ્રહણીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું, અને તે સમયની પ્રતિઓ હસ્તગત થતાં વધારેમાં વધારે કે બહુલતાએ કંઈક ન્યૂન ૪00 અને કંઈક ન્યૂન ૫00 ગાથાના માનવાળી પ્રતિઓ પ્રાપ્ત થઈ જે તે 25 વાતની સાક્ષી બારમી સદીના શ્રી ચન્દ્રમહર્ષિ સ્વકૃત સંગ્રહણીના મૂલમાં જ આપે છે કે :- ક ૧ લગભગ ૨૭૩ ગાથા આસપાસની મૂળ સંગ્રહણી ઉપર ટીકા હોવી જોઈએ, અથવા અન્ય કોઈ રે - કૃતિઓમાં તેનો ઉલ્લેખ હોવો જોઈએ, જે દ્વારા બારમી સદીમાં મૂલસંગ્રહણીમાન જાણી શકાયું હોય.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy