SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ Pી બાબતોને ખૂબ સારી રીતે સરળતાથી સુવારણ્ય ભાષામાં લેખકે ‘સિદ્ધિદાયક સિદ્ધચક્ર' પુસ્તકમાં કે સમજાવી છે એટલે એ અંગે વિશેષ કંઈ ન લખતાં કેટલીક બીજી બાબતો અને કેટલીક મતભેદવાળી બાબતો પ્રત્યે માત્ર અલ્પ–સ્વલ્પ નિર્દેશ કરીશ. યત્ર શું વસ્તુ છે?— લોકોપયોગી પ્રચલિત યન્તો બહુધા ચોરસ, ગોળ, ત્રિકોણ કે ષટ્કોણ આકારના હોય છે. ચેતન-અચેતનની આકૃતિઓ પૂર્વકનાં યન્તો વિધવિધ પ્રકારનાં આવે છે, જેમકે—કમલાકાર ( આકૃતિ, ભૂમિતિની વિવિધ આકૃતિઓ દ્વારા નિપ્પન યન્ત્રો, વળી પુરુષ, સ્ત્રી, પશુપક્ષી આદિ છે પ્રાણીઓ વગેરેના આકારોથી યુક્ત વસ્ત્રો અને એની અંદર અંકો કે મંત્રાક્ષરો લખવામાં આવે પર છે. કેટલાક યન્ત્રો હકારબીજ વગેરે મબીજોથી વેપ્ટન કરી શૉ બીજથી નિરોધ કરેલા પણ ફો હોય છે. ખરેખર! આ પણ એક મહાવિદ્યા કે મહાશાસ્ત્ર છે. અંકોવાળાં યન્તો લાખો પ્રકારનાં બનાવી શકાય છે. યત્રનો દેહ કેમ બને છે?— વિવિધ જાતના ચેતન- અચેતન પ્રકારના આકારો-પ્રકારોવાળી આકૃતિઓને અંકો, હર મન્નાક્ષરો, વર્ણાક્ષરો, શબ્દો, શ્લોકો વગેરેથી યુક્ત કરવામાં આવે ત્યારે તે વસ્તુ લગ્નનું રૂપ છે છેધારણ કરે છે. યત્રનો દેહ-ચિત્ર, રેખાઓ, અંકો, (આકાર-પ્રકારો) વર્ગો, શબ્દો, શ્લોકોથી જ રચવામાં આવે છે. આ યત્ર વિજ્ઞાન અને મહિમા— યત્ન વિજ્ઞાન ભારતીય સાહિત્યનું મહાવિજ્ઞાન છે, એની પાછળ એક ઊંડું ગહન રહસ્ય છેસમાએલું છે. એમાં કેટલુંક વાચ્ય હોય છે. અને કેટલુંક અવાચ્ય પણ હોય છે. આ યગ્ન શાસ્ત્રો એટલે કે યંત્રોએ, આ દેશના યુદ્ધમાં વિજય પ્રાપ્તિ પ્રસંગે, ભયંકર ઉપદ્રવો-અનિષ્ટોની શાંતિ, રોગોની અનિષ્ટ શક્તિઓના ઉપદ્રવોની શાંતિ, રાજા-પ્રજાની સુખ-શાંતિ અને આબાદી માટે ઘણો જ મહત્ત્વનો ફાળો આપ્યો છે અને એ નિર્વિવાદ સત્ય છે. આજે પણ આ વિજ્ઞાન આ ન કલ્પી શકાય-ન સમજી શકાય એવા ચમત્કારો સર્જી શકે છે. આ હકીકત કેવળ મારા જ નહી પણ સેંકડો વ્યક્તિઓના સ્વાનુભવની છે. - બુદ્ધિજીવી અને તાર્કિકવર્ગ આ વાતને ભલે હાંસી અને મજાકની દૃષ્ટિથી જુએ, પણ આવું ન જોનારાઓને જ્યારે સ્વાનુભવ થાય છે ત્યારે એમના જ દિમાગમાં શ્રદ્ધાના પ્રકાશનું નવું કિરણ પર જન્મે છે અને ત્યારે તે પોતાની ભૂતકાલીન અશ્રદ્ધાને માટે સ્વયં દુઃખદ શરમ અનુભવે છે, માટે જ બુદ્ધિવાદીઓએ એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે બુદ્ધિ કે તર્કનું ક્ષેત્ર સીમિત છે. જ્યારે શ્રદ્ધાનું ક ક્ષેત્ર અસીમિત છે. દરેક વસ્તુની પાછળ કાર્ય-કારણભાવો અદષ્ટ રીતે પણ તેનો ભાગ આ ભજવતા જ હોય છે, જે સમજવા માટે માનવની મર્યાદિત બુદ્ધિ ઘણી નાની પડે છે. કુદરતના
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy