SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ઉકલીક કવીક વિકીકરી વકિલેટીકીટકી ઉઠીક કવીક રીકવરી ************ *** *********************** ભરેલું, અતિ શ્રેષ્ઠ કોટિનું આ સ્તોત્ર છે. જેનો ટૂંકો પરિચય અલગ આપ્યો છે. જેને સંઘમાં અનેક સાધુ-સાધ્વીજીઓ આ સ્તોત્રને કંઠસ્થ કરે છે. તેનો પ્રભાતમાં રોજે રોજ પાઠ કરી જાય છે. ઐતિહાસિક બાબત એવી મળે છે કે ગુર્જરેશ્વર મહર્ષિ પરમાહિત્ કુમારપાલના છે. 'સ્વાધ્યાય માટે શ્રી હેમચંદ્રાચાર્યજીએ આ સ્તોત્રની રચના કરી હતી. આ સ્તોત્ર દ્વારા તેઓ વીતરાગ અવસ્થાને પામેલા. વીતરાગ એટલે સંસારની વૃદ્ધિના મૂળ કારણભૂત રાગ અને દ્વેષ, આ બે દુર્ગુણોથી શાશ્વત રીતે મુકત બનેલા અને તેથી વીતરાગથી ઓળખાતા વીતરાગદેવ તીર્થકરો- . જિનેન્દ્રોની રોજ સ્તુતિ કરતા હતા. સમગ્ર સ્તોત્રના વીશ પ્રકાશ છે અને બધા મળીને ૧૮૭ શ્લોકો છે. તમામ શ્લોકો અનુષ્ટ્ર, છંદમાં રચેલા છે. જૈન સમાજમાં નિત્ય સ્વાધ્યાય તરીકે છપાતી પ્રચલિત પુસ્તિકાઓમાં આ સ્તોત્રને સ્થાન મળે જ છે. આ સ્તોત્ર ઉપર અન્ય પાંચ ટીકાઓ તથા ચાર અવસૂરિઓ પણ છે. વિસ્તૃત હોય તેને ટીકા શબ્દથી અને સંક્ષેપમાં વિવરણ હોય તેને અવચૂરિ શબ્દથી ઓળખાવાય છે. આ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ, આઠમા પ્રકાશની રચનામાં દાર્શનિક ચર્ચાવાદને ખાસ ખેચી લાવ્યા છે. બધા પ્રકાશોથી આ પ્રકાશ અનોખો છે. દાર્શનિકો. તાર્કિકો કે નિયાયિકોને આનંદ થાય છે અને તર્કદષ્ટિએ સ્તોત્રની ગરિમા વધે એ માટે થોડીક દાર્શનિક છાંટ નાંખી છે. આ પ્રકાશમાં ૧૧ શ્લોકો છે અને આ શ્લોકો ઉપર એને સમજવા માટે જે વિવેચન સંસ્કૃતિ $ ભાષામાં થયું તેને સંસ્કૃતના પારિભાષિક શબ્દમાં ટીકા શબ્દથી ઓળખવાની પ્રથા છે. આ ટીકાનું મિ નામ ચાકુવા, રાય એવું ખુદ ટીકાકાર ઉપાધ્યાયજીએ જ રાખ્યું છે. ઉપાધ્યાયજીએ અત્તના છે ‘રહસ્ય’ શબ્દથી અંકિત ૧૦૮ ગ્રંથો બનાવી જે પ્રતિજ્ઞા ભાષારહસ્ય નામના ગ્રંથના પ્રકરણને અતિ છે ખુદ પોતે વ્યકત કરી છે તે પૈકીની આ એક કૃતિ છે. જો કે તેઓશ્રીએ કરેલી પ્રતિજ્ઞામાં રહ્યા છે નામવાળા ગ્રંથો કેટલા રચાયા હશે, તે જાણવા માટે કોઈ સાધન કે કોઇ ઉલ્લેખ ઉપલબ્ધ નથી. છે પણ હાલમાં તો ઉદ્દેશરદી, ના , મારા અને ચોથી આ પ્રસ્તુત કૃતિ–ચાલ્વીટ હસ્ય અને જે પાંચમાં વાયુબ ચ આટલા જ ઉપલબ્ધ થાય છે, અને તે બધી કૃતિઓ મુદ્રિત થઈ ચૂકી છે છે. તે ઉપરાંત વરદય નામની અનુપલબ્ધ કૃતિ છે. આમ હૃચ નામથી અંકિત માત્ર છ કૃતિઓ છે જ લભ્ય બની છે. બધી રીતે વિચારતાં લાગે છે કે કદાચ “રહસ્ય’ શબ્દાત્ત અંકિત કૃતિઓ બહુ છે ઓછી રચી શક્યા હશે! જે હોય તે, અનેક ગ્રંથોનું સર્જન કરનાર માટે આવું બનવું શક્ય છે. આ અષ્ટમ પ્રકાશમાં છએ દર્શનની મુખ્ય માન્યતાઓનો ઉલ્લેખો કરી, તેમની ઐકાન્તિક છે. માન્યતાઓનું ખંડન કરીને અથવા સ્વાવ' અર્થાત સ્યાદવાદ નામના વાદથી અનેક અપેક્ષાઓને ૧. જુઓ આ સ્તોત્રનો પહેલો અને છેલ્લો શ્લોક श्री हेमचंद्रप्रभवाद, वीतरागस्तवादितः। कुमारपाल भूपालः, प्राप्नोतु फलमीप्सितम् ॥ ૨. સાત્ નામનો વાદ, તે સ્યાદ્વાદ અર્થાત્ ચાહું ક્રિયાપદનું જોડાણ કરીને કોઈ પણ માન્યતાને અમુક અપેક્ષાએ આંશિક સત્યરૂપે રજૂ કરાય છે. હકીકતમાં આ પદનું મુખ્ય નામ અનેકાન્તવાદ છે અને આ વાદને સમજાવવાની પદ્ધતિ તેનું નામ સ્યાદ્વાદ છે. જો કે વહેવારમાં એક જ વાદ બંને નામથી જાણીતો થયો છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy