SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ હિરે સાધુધર્મનું આસ્વાદન જરૂર કર્યું હતું, એમ માન્યા સિવાય ચાલે તેમ નથી. આટલો ઐતિહાસિક છે. ઉલ્લેખ કરી આગળ વધીએ. છે ભગવાન પાર્શ્વનાથ પુરુષાદાનીય કેમ કહેવાયા? શાસ્ત્રકારે વર્તમાનના ૨૩ તીર્થકરો પૈકી કોઈને પણ વિશિષ્ટ વિશેષણથી સંયુક્ત છે. ઓળખાવ્યા નથી. જ્યારે ભગવાન પાર્શ્વનાથને આદર-બહુમાનવાળા વિશેષણથી બિરદાવ્યા છે . અને એ વિશેષણ છે, “પુષકાનીય'. 'કલ્પસૂત્ર, ભગવતીજી આદિમાં જ્યાં જ્યાં પાર્શ્વનાથનો હતો. નામોલ્લેખ થયો છે, ત્યાં ત્યાં સર્વત્ર આ વિશેષણપૂર્વક જ થયો છે. એટલું જ નહિ, ખુદ . ભગવાન મહાવીરે પણ સ્વમુખે “પાર્થનો ઉલ્લેખ કર્યો, ત્યારે પુરુષાદાનીય પાર્થ” એ રીતે જ કર્યો છે. આ છે પાર્શ્વનાથ ભગવાનની પુણ્યાઇની પ્રકર્ષતા. પુરુષાદાનીય એટલે શું? તો છે. છે જેમના વચન-વાણીને કોઈ પણ વ્યક્તિ પ્રેમ અને આદરપૂર્વક ગ્રહણ કરે, અથવા જેમનું નામ છે સહુ કોઇને લેવાનું મન થાય. આ રીતે જગતમાં તેમના નામ અને વાણી બંને આદરણીય અને . પ્રિય હતાં. ટૂંકા શબ્દોમાં કહીએ તો તત્કાલીન પુરુષોમાં પ્રધાન સ્થાન ભોગવતા હતા, એટલે છે તે પુરુષાદાનીય કહેવાયા. રે લોકપ્રિય તીર્થકર અને ૧૦૮ નામો : ઉપર જણાવ્યું તેમ ભગવાન પાર્શ્વ જીવતા હતા, ત્યારે જેવા લોકપ્રિય હતા, તેવા જ જ લોકપ્રિય હજારો વરસો વીતવા છતાં પણ આજે છે. એમાં એ પરમ આત્માનો અજોડ કિ. છે પુણ્યપ્રકર્ષ, તેમનું અલૌકિક તપોબળ મુખ્ય કારણ હતું. પણ સાથે સહકારી કારણમાં ભગવાન . છે. પાર્થની અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીજી પણ છે. ભૂતકાળમાં શ્રી પદ્માવતીજીના સાક્ષાત્કારો વિ અનેક આચાર્યાદિ વ્યક્તિઓએ કર્યા છે. આજે પણ સાક્ષાત્કાર થઈ શકે છે. એમનો મહિમા- છે પ્રભાવ આજે જીવંત અને જોરદાર છે. જરૂર છે માત્ર ત્રિકરણ યોગે, સમર્પિતભાવે, પરમ શ્રદ્ધા-ભાવપૂર્વકની ભગવાન પાર્શ્વનાથજીની ઉપાસના. આ થાય તો ઇષ્ટફલસિદ્ધિના અનુભવો . મલ્યા સિવાય રહેતા નથી. આમાં સેંકડો વ્યક્તિઓનો અનુભવ પ્રમાણ છે અને એથી જ આ છે કાળમાં સહુથી વધુ ઉપાસના પાર્શ્વનાથજીની થઈ રહી છે. એ ભગવાનની ફણાધારી આકૃતિ છે સહુને એકદમ ગમી જાય તેવી છે. વૈદિક ધર્મ હિંદુઓના ભગવાન શ્રીશંકરને કોશકારોએ છે સંસ્કૃતિ સાથે સહુથી નજીકનો નાતો બુદ્ધ સંસ્કૃતિ સાથે છે, નહિ કે વૈદિક, છતાં બૌદ્ધો સાથે સર્વથા સગપણ કેમ જતું રહ્યું હશે? શું આજે એમની સાથે મિત્રતાના સંબંધો વિકસાવી ન શકાય? અત્યારે તો માત્ર સંકેત જ કરું છું, પણ ગંભીરપણે વિચારવા જેવી આ વાત છે. ૧. પાસે મહા પુરસાવાળg / પાર્શ્વનાથ અર્હમ્ પુરુષાદાનીય. પુરુષાદાનીયની વ્યુત્પત્તિ પુજા માતાની માટેનામતથા ૨ HITય: પુરુષપ્રધાન સુત્યર્થઃ | (કલ્પસૂત્રટીકા) “ચાતુર્યામ' એટલે ચાર મહાવ્રતોને પાળનાર. પાર્થાપત્ય અણગારોએ ભગવાન મહાવીરને જ્યારે પ્રશ્ન પૂછયા, ત્યારે મહાવીરે ઉપર્યુક્ત શબ્દનો વ્યવહાર કર્યો હતો. પણ ગદા પુરક્ષાવાળી સાસુ નો ગુરૂ (ભગ ૨ ૫-૬- ૨૬), પુરુષાદાનીય વિશેષણ વાપરી ભગવાન મહાવીરે પોતાનો હાર્દિક આદર વ્યક્ત કર્યો છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy