SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ સમજવા માટે સમય કે કાળની એક સ્વતંત્ર પરિભાષા નિર્માણ થઇ છે. એ પરિભાષામાં કાળના અવિચ્છિન્ન-અવિભાજ્ય પ્રમાણને સમય એવા સ્વતંત્ર શબ્દથી ઓળખાવ્યો છે. અહીંયા ‘સમય’ શબ્દથી પ્રચલિત ‘વખત' એવો અર્થ લેવાનો નથી. આ સમયના પરિમાણને સમજવું શી રીતે? આ વિષયથી અજ્ઞ એવા હરકોઈ વાચકને આ પ્રશ્ન ઉઠે. એના માટે શાસ્ત્રમાં અનેક દૃષ્ટાંતો આપ્યાં છે. એ પૈકી એક દાખલો જોઈએ. આપણે આંખને મીચીને તુરત ખોલી નાંખીએ, તેને ‘પલકારો’ કહીએ છીએ. એમાં જેટલો કાળ પસાર થયો, તેમાં અસંખ્ય સમો વીતી ગયા. જરા કલ્પના તો કરો! તમારી કલ્પના થીજી જાય એવી આ બાબત છે. એમાં હજારો, લાખો, કરોડો, અબજો નહિ પણ અસંખ્ય સમયો એટલે કે જેની ગણત્રી કરવી જ મુશ્કેલ એટલા સમાયા છે. અત્યારે સ્થૂલ ગણિતમાં ‘વિપલ’ સુધીનું માપ છે. અંગ્રેજીમાં ચાલુ વહેવારમાં ‘સેકન્ડ' નું (એક મીનીટના ૬૦ મા ભાગનું) માપ છે. આ વિપલ કે સેકન્ડમાં લાખો કરોડો સમયનો સરવાળો રહેલો છે. આથી એક સમય કેટલો સૂક્ષ્મ વિભાગ છે, તેની કલ્પના આવી શકશે. જૈનધર્મનું આ આત્મત્તિક કોટિનું સૂક્ષ્મમાન છે. આ કાલગણિત તમને અન્યત્ર ક્યાંય નહિ મળે. કાળનું આદિમાન જેમ સમય છે, તેમ તેનું અન્તિમમાન અનંત છે. સમયથી શરૂ થતું આ માપ ગણત્રીની મર્યાદા છોડીને આગળ વધે છે, ત્યારે તેને માટે અસંન્ય શબ્દનો પ્રયોગ થાય છે. આવા અસંખ્ય વરસોના કાળને એક પોપમ કહે છે. આવા અસંખ્યાતા પલ્યોપમના કાળને એક સાગરોપમનો કાળ કહેવાય છે. આવા દશ કોડાકોડી સાગરોપમ જેટલા કાળને એક ઉત્સર્પિળી, અને એટલા જ માનવાળા કાળને અવર્રાર્પની, એવું રૂઢ નામ આપ્યું છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી બંનેના સમુદિત–ભેગા કાળને માટે એક પ આવું નામકરણ કરવામાં આવ્યું છે. આવા અનંતા કાળચક્રો વીતી ગયાં છે અને વીતશે. અહીં ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને કાલને છ છ ભાગે વહેંચી નાંખવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત શબ્દોમાં આ ભાગને આ શબ્દથી ઓળખાવાય છે. તેના પર્યાય તરીકે પ્રચલિત ભાષામાં ‘યુગ’ શબ્દ યોજી શકાય. ઉત્સર્પિણી એટલે બધી રીતે ઉત્તરોત્તર ઉન્નતિ દર્શાવતો કાળ અને અવસર્પિણી એટલે ઉત્તરોત્તર અવનતિ દર્શાવતો કાળ. આરોહ જેવા ઉત્સર્પિણી અને અવરોહ જેવા અવસર્પિણી કાળમાં, યથાયોગ્ય કાળે વિવિધ તીર્થંકરો–પરમાત્માઓ જન્મે છે. તેમની સંખ્યા પ્રત્યેક ઉત્સર્પિણીમાં ૨૪ અને પ્રત્યેક અવસર્પિણીમાં પણ ૨૪ જ હોય છે. જૂનાધિક સંખ્યા હોતી જ નથી. એ ચોવીશે વ્યક્તિઓ એક જ વ્યક્તિના જન્માન્તર કે અવતારરૂપે હોતી નથી. પ્રત્યેક આત્મા અલગ અલગ હોય છે. જૈનધર્મમાં ઇશ્વરપદ એક જ વ્યક્તિ માટે રજીસ્ટર્ડ નથી. ઇશ્વર થવાનો હક્ક બીજાઓને પણ આપવામાં આવ્યો છે. આ ધર્મની આ તર્કબદ્ધ ઉદાત્ત અને ઉદાર માન્યતા છે. અત્યારે જે અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે, એનો પ્રારંભ અબજો વરસ ઉપર થયો હતો. આ કાળના છ આરા-યુગ પૈકી સાત કોડાકોડી સાગરોપમના બે આરા પસાર થયા, OFF [ ૩૭૮ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy