SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ AAP હવે એક અતિદુઃખદ ભારે ચિંતાજનક ઘટનાનો ટૂંકો નિર્દેશ કરૂં! આ ચિત્રસંપુટના ૩૫ ચિત્રોની જૂની નેગેટીવ - પોઝેટીવો અમારી સંસ્થાએ પ્રથમ છે. ક આવૃત્તિ છાપનાર મુંબઈ બોલ્ટન પ્રેસને સાચવવા માટે સોપી રાખી હતી, પરંતુ થોડાં વરસો ! જે બાદ તેના પારસી માલિકે પોતાનો પ્રેસ વેચી નાંખ્યો, તેની સાથે અમો સહુની જાણ બહાર છે 2સંસ્થાની માલિકીની નેગેટીવો-પોઝેટીવો વગેરે સામગ્રી પણ આપી દીધી. નૈતિક દૃષ્ટિએ પ્રેસે છે. આ એક અનુચિત તેમજ અમારા માટે ઘણું જ દુઃખદ કાર્ય કર્યું. આ કારણે ત્રીજી આવૃત્તિ છે. છે વિ. સં. ૨૦૪૦ આસપાસ જ મારે જે પ્રગટ કરાવવી હતી તે આયોજન સાવ નિષ્ફળ ગયું. છે. પરિણામે અમારૂં બધું કાર્ય એકડે એકથી જ શરૂ કરવાનું માથે આવ્યું. મારા ઉપર ભારે બોજ આવી પડયો. ઊંડી ચિત્તાનો વિષય બની જતાં અંતરમાં ખૂબ ખૂબ ગ્લાનિ અનુભવી. કામ જે પ્રેસનું થાય મુંબઈમાં અને મારો વસવાટ પાલીતાણામાં, આ એક ભારે પ્રતિકૂળ પરિસ્થિતિ હતી. આ મોટો અવરોધ હતો એટલે નવેસરથી બધું કામ તૈયાર કરવું–કરાવવું કે કેમ? એવો છે પ્રશ્ન પણ મનમાં ઉઠ્યો. કેમકે હવે બધું પાયામાંથી જ પુનઃ કામ કરાવવાનું આવ્યું એટલે તે આ અથાગ પરિશ્રમ અને સમયનો ભારે વ્યય થાય તેમ હતું. બીજી બાજુ તન-મનનું સ્વાથ્ય ખૂબ છે જ પ્રતિકૂળ હતું, તેમજ સેંકડો લોકો પ્રસ્તુત ચિત્રસંપુટની એકધારી તીવ્ર રાહ જોઈ રહ્યા હતા. છેનવી આવૃત્તિ જો બહાર પડે તો જ દેશ-પરદેશના સંપુટપ્રેમી લોકોને સંતોષ આપી શકાય, છે વળી નવાં ચિત્રોની ડિઝાઈનો, નવાં લખાણો વગેરે જે જે સામગ્રી તદ્દન નવી જ મેં જે તૈયાર છે. છે. કરાવી હતી તેનો પણ ઉપયોગ થઈ જાય અને પ્રજાને નવું જોવા-જાણવાનો લાભ મળે. વળી છે. આ પ્રસ્તુત આવૃત્તિ સંપૂર્ણ રીતે ત્રણેય ભાષામાં જ પ્રગટ કરાવવાની દઢ ધારણા રાખી હતી અને છે આ બધું તો ફરીથી છપાય તો જ શક્ય બને, એટલે મેં ધૈર્ય, હિંમત અને મનોબળને મજબૂત છે કરી શરૂ કરેલું કાર્ય પૂરું કરીને જ જંપવું, એવી ભાવનાને વરેલા મારા સ્વભાવના કારણે જૂનાં છે. ચિત્રો કાઢ્યાં. જે ૫૦ વર્ષ પહેલાં વોટર કલરથી અને પાછાં વોશ પદ્ધતિથી (પાણીથી ધોઈ છે ધોઇ ફરી ફરી રંગ કરવા તે) તૈયાર કરેલાં હતાં. વોટરકલરનાં ચિત્રોનું આયુષ્ય મારા અનુભવે છે છેસામાન્ય રીતે વધુમાં વધુ ૩૦-૪૦ વર્ષનું ગણાય, પછી તેમાં પેપર, રંગ વગેરેમાં પરિવર્તન છે છે શરૂ થઈ જાય છે. અમોએ તે ચિત્રો જોયાં પણ તેની સપાટી, કાગળ, રંગો વગેરે બધું જ છું નબળું-ઝાંખું પડી ગયું હતું, છતાં ટ્રાયલ તો લેવી જ એટલે તેની જ પુનઃ થોડી નવી નેગેટીવો જ $ લીધી અને આ અંગેનું બધું કામ પૂરું કરીને તેના પ્રિન્ટીંગ નમૂના ઓફસેટ કાગળ ઉપર છે છે. અમારા વિરાજપ્રેસ કાઢ્યા પણ રિઝલ્ટ જરાપણ સારૂં ન આવ્યું, કામ ઝાંખું, આંખને જરાય છે છે ન ગમે તેવું હતું. જુદા જુદા પેપર ઉપર અનેક જાતના અખતરા કરવા છતાં પણ મનપસંદ આ રિઝલ્ટ આવી ન જ શક્યું, ત્યારે મનમાં ઘણી હતાશા-નિરાશા વ્યાપી ગઈ અને ઘડીભર એવી ચિંતા થઈ પડી કે શું હવે ત્રીજી આવૃત્તિનાં દર્શન નહીં જ થઈ શકે? વિરાજ પ્રેસના ખંતીલા, છે. અનુભવી, ઉત્સાહી અશ્વિનભાઈ તથા આકૃતિ એન્ટરપ્રાઈઝના શ્રી પ્રદીપભાઈદવે વગેરે પણ છે છે મારી જેમ આ બાબતમાં ખૂબ જ ચિંતિત હતા. હવે છેલ્લો રસ્તો અમારી પાસે છાપેલી બુકનાં ચિત્રો ઉપરથી જ નવી નેગેટીવો લઈ છે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy