SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 2. અસ્થાને ન ગણીયે તો મારે કહેવું જોઇએ કે વર્તમાનમાં વૈજ્ઞાનિક (સાયન્ટીફીક) પદ્ધતિથી શોધાએલ છે ક ફોટોગ્રાફ-ફોનોગ્રાફ-ટેલીફોન-ટેલીગ્રાફ, રેડીઓ, લાઉડસ્પીકર, વાયરલેસ, ટેલીવીઝન વગેરે નવીન : . નવીન અનેક યાગ્નિક શોધખોળોથી જૈનધર્મ સિદ્ધાંતોમાં શબ્દ, છાયા, પ્રકાશ, પ્રભા અંધકાર વગેરેનું કે પૌદ્ગલિકપણું દર્શાવ્યું છે તે પાશ્ચાત્યોએ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ કરી બતાવ્યું છે. આ 2 ‘ શ માશ' શબ્દ એ આકાશનો જ ગુણ છે, તે કદી પુદ્ગલ સ્વરૂપ નથી. આવી જોરશોરથી 8 ઉઘોષણા કરનાર ન્યાય કિવા વેશેષિક દર્શનો પણ ‘પૂર્વોક્ત યાત્રિક પ્રયોગોમાં રેડીઓ વાયરલેસ તે સ્ટેશન દ્વારા છ છ હજાર માઇલ ઉપરના દૂર પ્રદેશોમાંથી નીકળતા શબ્દોનું અહીના પત્રમાં ગ્રહણ, વક્તા વિના શબ્દોનું ઉત્પાદન, તેવી જ રીતે ફોનોગ્રાફમાં વક્તાના કે જડ પદાર્થમાંથી નીકળેલા શબ્દનું ગ્રહણ, વળી લાઉડસ્પીકરના પ્રયોગથી થતો શબ્દોનો પ્રતિઘાત, આવા કારણોને એક લઇને પુદ્ગલપણું સ્પષ્ટ અનુભવાતું હોઈ શબ્દ એ આકાશનો ગુણ છે' એ માન્યતામાં શિથિલ છે થયાં છે અને આધુનિક વૈયાયિકોને એ વસ્તુએ ખરેખર એક અકચ્છ મુંઝવણમાં મૂકી દીધા છે. આ તો યાત્રિક શોધખોળનું આપણે દષ્ટાંત ટાંક્યું, જયારે રાગ-દ્વેષ-મોહનો ક્ષય કરી જડ ચેતનના સૈકાલિક ઉત્પાદ, વિનાશ કે ધ્રુવના સંપૂર્ણ ભાવોને આત્મપ્રત્યક્ષ કરનારા સર્વજ્ઞ ભગવંતોએ આ છે તો યાંત્રિક પ્રયોગો (એફપેરીમેન્ટ) કર્યા સિવાય જ જીવનના અનુપમ ત્યાગ, જાજ્વલ્યમાન આ તપોબલ, અને અતિ વિશુદ્ધ સંયમના મહાન પ્રતાપે ઉત્પન્ન થયેલા લોકાલોકવર્તી રૂપી--અરૂપી . ક પદાર્થના પ્રકાશ કરનારા યથાર્થ જ્ઞાનના સામર્થ્યથી જગજંતુઓની સમક્ષ સ્વ–પર કલ્યાણાર્થે પ્રવચનો કરતાં ઉદ્દઘોષણા પૂર્વક અનેકશઃ સનાતન સત્ય જાહેર કરેલ છે કે શબ્દ એ આકાશનો એક ગુણ નહિ પણ પુદ્ગલનો પ્રકાર છે, જે કથનને અત્યારે પાશ્ચાત્ય વેજ્ઞાનિકોએ સાક્ષાત્ સિદ્ધ કરી બતાવી આપ્યું છે. આ શોધખોળ લોકદષ્ટિએ માનવ સમૂહમાં તદ્દન નવીન ભલે ગણાતી હોય પણ જૈન દ સિદ્ધાન્તની દૃષ્ટિએ તો એ વસ્તુ અનાદિ સિદ્ધ છે, પણ સમયના પરિવર્તન સાથે તેનો વિલયોત્પાદ જ થયા જ કરે છે. જૈન સિદ્ધાન્ત હંમેશને માટે કહેતો આવ્યો છે કે--કંચન કામિનીના સર્વાશે ત્યાગી, જગજંતુના - ઉદ્ધારક, સત્ય અને અહિંસાના ધ્વજધારી મહાનુભાવ તીર્થંકર પરમાત્માઓના જન્માદિ પંચકલ્યાણકના પ્રસંગો આવતાં પરમાત્માના દિવ્ય પ્રતાપે ઇન્દ્રોનું આસન કંપે એટલે તે ઇન્દ્રાદિ : દેવો વિશિષ્ટ જ્ઞાનથી જાણીને તે દિવસોને સહુ ભેગા મળીને ઉજવવા માટે ઇન્દ્રની આજ્ઞાથી પોતાનો સંદેશો પોતાની માલિકીના સ્થળોમાં સર્વત્ર પહોંચાડવા અને કલ્યાણકની જાગૃતિ કરાવવા છે હરિણેગમેષી નામના દેવને બોલાવી જ્યારે ત્રણવાર સુઘોષા નામની ઘંટા વગડાવે છે તે સાથે જ તે અસંખ્ય યોજન દૂર રહેલી બાકીની એકત્રીશલાખ નવ્વાણું હજાર વિમાનવર્તી ઘંટાઓ પણ - દિવ્યાનુભાવથી સમકાલે જ વાગવા માંડે છે ત્યારે સમગ્ર દેવલોક શબ્દાદ્વૈત થઇ જાય છે. તે વખતે અન્ય દેવો ઘંટાઓ દ્વારા પોતાના સ્વામી ઇન્દ્રની આજ્ઞા સાંભળવાને સર્વ કાર્ય ત્યજી સજજ થઈ છે જાય છે, બાદ ઘંટાઓના બુલંદ અવાજો સંપૂર્ણ શાંત થતાંની સાથે સૌધર્મ વિમાનમાં રહેલો * હરિણેગમેષી શક્રાજ્ઞાને સંભળાવતો થકો જણાવે છે કે પરમહિતકારી જિનેશ્વરદેવનું કલ્યાણક તે が発売発売が発売さささささささささ[] 発売発売が発売さ********
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy