SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ છ આવશ્યક રૂપ છે. એમાં પ્રથમ આવશ્યકનું નામ સામાયિક છે. પ્રતિક્રમણ સૂત્રગત સામાયિકની આરાધના છે. તે શરૂઆતના દેવવંદન પછી પ્રતિક્રમણ ઠાયા પછી કરેમિભંતે સૂત્ર બોલાય છે તે જ છે. એ સૂત્ર જ સામાયિક સૂત્ર છે અને એ બોલાય એટલે સામાયિક આવશ્યકની આરાધના થઈ કહેવાય છે. આથી શરૂઆતમાં જે સામાયિક વિધિ-અનુષ્ઠાનવાળું કરાય છે તે પ્રતિક્રમણના આવશ્યકરૂપે ગણતરીમાં લીધું નથી એટલે આ પ્રથમનું સામાયિક વધારાની આરાધનાનું સમજવું. અહીંયા પ્રાસંગિક શરૂઆતમાં સામાયિક એટલે શું? તે થોડું જાણી લઈએ. ૧. પ્રથમ સામાયિક આવશ્યક—પ્રતિક્રમણ ઠાયા પછીના સૂત્ર બોલાય તે. આ સૂત્રનો અર્થ એ છે કે સમતાનો જેનાથી લાભ થાય તે ‘સામાયિક' નામનું ધર્માનુષ્ઠાન છે. તે બે ઘડીનું (૪૮ મિનિટ) ચારિત્ર જેવું હોવાથી તેટલો સમય સાધુ જીવન ગાળવાનું અણમોલ સાધન છે. સાવદ્યયોગ-પાપની પ્રવૃત્તિઓને અટકાવવા માટેની ચિત્ત તથા મનને સ્વસ્થ, સમાહિત અને નિર્મળ રાખવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ ક્રિયા એક પ્રકારનો રાજયોગ છે. ઉત્તમ આધ્યામિક અનુષ્ઠાન છે, ચિત્તના સંક્લેશો અને વ્યથાઓને શમન કરનારું ઔષધ છે, ચારિત્રની વાનગી છે. તન, મન અને આત્માના સ્વાસ્થ્ય માટે લાભકર્તા છે. આનો અધિકાર સૌ કોઈને છે. ૨. બીજું ચઉવીસો આવશ્યક—આ આવશ્યક લોગસ્સ રૂપ છે, અને આ લોગસ્સની આરાધના અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કર્યા પછી જે લોગસ્સ બોલાય છે તે જ બીજા આવશ્યકરૂપે છે. આ આવશ્યકનું નામ ‘ચઉવીસત્નો' (અથવા લોગસ્સ) આવશ્યક છે. ચઉવીસત્યો એટલે ચતુર્વિશતિ. જેમાં ચોવીશ તીર્થંકરોની સ્તુતિ છે તે. જેનું સુપ્રચલિત નામ ‘લોગસ્સ’ સૂત્ર છે. આમાં નામોની સ્તવના છે જે મંગલ અને કલ્યાણને આપનારી છે. સમ્યક્ત્વની શુદ્ધિ કરનારી છે. પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરનારી છે. સ્તવનાના પ્રભાવે સાચી શ્રદ્ધા, અનુકંપા, દયા, વૈરાગ્ય, સંવેગ અને સમતાના ગુણો પ્રગટ થાય છે, રત્નત્રયીની શુદ્ધિ થાય છે. નામસ્મરણમાં પણ અદ્ભુત તાકાત બેઠી છે. જે પરંપરાએ બાહ્યાજ્યંતર સુખ, શાંતિ અને આરોગ્યને આપવા સાથે જીવને મુક્તિની મંઝિલ સુધી પહોંચાડી દે છે. તો પછી નામસ્તવનાથી આગળના ભક્તિના પ્રકારોનું જો સેવન કરવામાં આવે તો શું શું લાભો ન મળે? સામાન્ય વ્યક્તિ માટે ભક્તિ એ રાજમાર્ગ છે. વળી રાજયોગનો જ પ્રકાર છે અને તે જીવને પરમાત્માની કક્ષાએ પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે. ૩. ત્રીજું વંદણક આવશ્યક—બીજા આવશ્યકમાં દેવસ્તુતિ કરી. દેવ પછીનું સ્થાન ગુરુનું છે એટલે હવે ગુરુવંદનાદિ કરવું જોઈએ. એ માટે બે વાંદણાંનો વિધિ કરાય છે. વંદણ આવશ્યક તે ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહ્યા પછી જે ‘સુગુરુવંદન’નો બે વાર પાઠ બોલીએ છીએ તે સમજવું. **[333] **
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy