SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ **************************************** પદ્યમય હતી. આવી લાંબી (ચમ્પુ) કૃતિનો લાભ દરેક કાળમાં સહુ કોઈ લઈ શકે એવું નથી હોતું, એટલે સંક્ષેપ રૂચિવાળા જીવો માટે વિશાળકાય ગ્રન્થના સંક્ષેપ કે સાર રૂપે એક અભિનવ કૃતિના સર્જનની આવશ્યકતાનો ખ્યાલ કરીને દસમી` સદીમાં રચાએલા પ્રસ્તુત ‘ઉપમિતિ’ ગ્રન્થની રચના પછી, તેના અવતરણ કે અનુકરણ રૂપે વિવિધ આચાર્યોએ ૧૧મી, કે ૧૩મી સદીમાં અન્ય કૃતિઓ રચી હતી. ત્યાર પછી સત્તરમી સદી સુધીના ૪૦૦, વરસના ગાળામાં સંક્ષેપાત્મક કોઈ કૃતિ રચાયાનું જાણવામાં નથી આવ્યું. ચારસો વરસના ગાળા બાદ નવાં-નવલાં સર્જનની સતત ધૂની ધગાવી રહેલા ઉપાધ્યાયજીની દૃષ્ટિ ‘ઉપમિતિ’ ઉપર ગઈ અને એમને થયું કે ‘લાવ ત્યારે આવી મહાન કૃતિનો પદ્યમય સંક્ષેપ કરૂં' એટલે ઝટ લઈને ૧૬ હજાર શ્લોકોની બૃહદ્કૃતિનો છહજાર શ્લોકોની અંદર સંક્ષેપ કરી નાંખ્યો. જેથી સંક્ષેપ રૂચિવાળા અને ઓછા સમયમાં લાભ ઉઠાવવાવાળા જીવો પણ એનો લાભ ઉઠાવી શકે. બીજું ‘ઉપમિતિ’ ગદ્ય-પદ્યમય મિશ્ર હતી. જ્યારે ઉપાધ્યાયજીએ સંપૂર્ણ કથાને પદ્યમાં ઉતારી દીધી આ બીજું કારણ. ત્રીજું ‘ઉપમિતિ’ નો પીઠ પ્રબન્ધ (પ્રથમ પ્રસ્તાવ ગત) માં પ્રથમ કથા અને પછી અલગ ઉપમા હતી. જ્યારે ઉપાધ્યાયજીએ પહેલાં જ સર્ગમાં કથાનાં પાત્રોની સાથે જ ઉપમા બતાવી દીધી. જેથી દૂરાન્વય ન થતાં સમીપાન્વયની સરલતા કરી આપી. વળી તેઓશ્રીએ ક્યાંક ક્યાંક પોતાની સ્વતંત્ર આગવી પ્રતિભાનું પણ દર્શન કરાવ્યું છે. તે ઉપરાંત પ્રાસંગિક ઉક્તિઓ, સુવચનો અને સુભાષિતોના કિંમતી અલંકારોથી તેને શણગારી પણ છે. આ વૈરાગ્યરતિ (કે વૈરાગ્ય કલ્પલતા) ઉપમિતિભવપ્રપંચાના પૂર્ણાવતાર જેવી જ છે. ઉપમિતિની સંપૂર્ણ કથા, તેની સર્વાંગ શૈલી, સંપૂર્ણ ઘટના, તમામ ભાવો અને તેનાં પાત્રો શુદ્ધાંનું આહરણ કરીને મહાકાવ્યની શૈલીએ અનુમ્ છંદમાં રચેલી પદ્યમય રચના છે. પૂર્વવર્તી ઉપમિતિનું અનુકરણ કરનારા અન્ય ગ્રન્થકારોએ ‘ઉપમિતિ ભવ પ્રપંચા' આ મૂલ નામવાળા શબ્દને ધ્રુવરૂપે રાખ્યો. જ્યારે ઉપાધ્યાયજીએ નવું જ નામકરણ કેમ કર્યું? તે વિચારણા માગે તેવી બાબત છે. ૧. ર. ૩. સંવત્સરશતનવ દ્વિષ્ટિસંહિતે (ઉપ. પ્રશસ્તિ) ના ઉલ્લેખથી સં. ૯૬૨ રચનાકાળ છે. વિક્રમનું વર્ષ ૪૯૨ અને ઇસ્વીસનનું વર્ષ ૪૩૬ સમજવું. આનું પ્રથમ વાંચન શ્રવણ ‘ભિન્નમાળ’ માં થયું હતું અને આ ગ્રન્થની આદ્ય નકલ ‘ગા' નામના જૈન સાધ્વીજીએ કરી હતી. ૩૫. મ. પ્ર. નામ સમુચય-કર્તા શ્રી વર્ધમાનસૂરિજી, રચના સમય ૧૦૮૮. આ ગ્રન્થની વિજય કુમુદસૂરિજી મુદ્રિત પ્રતિમાં નામ સમુચ્ચયની જગ્યાએ સારસમુચ્ચય એવું નામ છાપ્યું છે. એટલે પણ ખુદ ગ્રન્થકારે સ્વકૃતિના અન્તમાં નામસમુચય આપેલું છે, એટલે એ જ યોગ્ય છે. -૩૫. મ. પ્ર. થાસારોદ્ધારકર્તા શ્રી ચન્દ્રગચ્છીય દેવેન્દ્રસૂરિજી રચના સં. ૧૨૯૮, આ જ નામની બીજી કૃતિ હંસરત્નની પણ નોંધાએલ છે. -૩૫. મ. પ્રપંચોદ્ધાર કર્તા-દેવેન્દ્રસૂરિજી ભુવનભાનુ કેવલી ચિરત્રમાં અમુક પ્રકાશમાં ઉપમિતિની શૈલીનો આશ્રય લેવાયો છે, તે ઉપરાંત આ શૈલીને અનુસરતી મોહિવવેક રાસ, ભવભાવના વગેરે કૃતિઓ પણ રચાઈ છે. KAKNYALAKAYAK
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy