SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો સર્ગ એ અન્તિમ સર્ગ છે. આ ગ્રન્થમાં ૧૧૩૧ શ્લોક પ્રમાણનો જે પૂરો છાપ્યો કરે છે, તેનો ખુલાસો એ છે કે, પ૨૪ શ્લોક પછી કથાનક અધૂરું ન રહે, એટલા માટે ઉપાધ્યાયજીની બીજી કૃતિ જેનું નામ વૈરાર્થનતા એમાંથી ૬૦૭ શ્લોકો ઉમેરવામાં આવ્યા છે દે છે. કથાપ્રવાહ પૂરેપૂરો જળવાઈ રહે એ માટે સંપાદકે આ પ્રયત્ન કર્યો છે. અને સર્ગના અત્તની આ સાથે કથાનકનો પણ અત્ત આવે છે. ફકત ૫૨૪ પછીના પ્રક્ષેપ શ્લોકો માટે સંપાદકે ટાઈપ જુદા રખાવ્યા હોત, કાં ૫૨૪ થી આ શ્લોક થોડીક જગ્યા ખાલી રાખીને શરૂ કરાવ્યા હોત, કાં ત્યાં જ અવતરણ લખીને પ૨પમા | આ શ્લોકની શરૂઆત કરાવી હોત તો, જોડાણ સ્થળનો વાચકોને સહસા ખ્યાલ આવી શકતે. અસ્તુ! પર વૈરાગ્ય કલ્પતાના શ્લોકો કેમ ઉમેર્યા? વાચકોને પૂરી માહિતી ન હોય એટલે પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઉઠે કે, આઠમા સર્ગના છે શ્લોકોને આમાં ભેળવી દેવાનું શું કારણ? એનું સમાધાન આપણે જોઈએ. ઉપાધ્યાયજીએ વિરાગ્ય’ શબ્દથી શરૂ થતી બે કૃતિઓ રચી છે એના પૂરાં નામો અનુક્રમે છે (૧) વૈરાય––તતા અને (૨) વેરા–તિ છે. એકના અત્તમાં “નતા અને બીજાના અત્તમાં - તિ શબ્દ છે. એક ભિન્નતા ધ્યાનમાં રાખવી ઘટે કે વૈરાગ્ય કલ્પતાની કૃતિના વિભાગો માટેની ૧. વ. કલ્પતાના સ્તબકના શ્લોકોની સંખ્યા વૈરાગ્યરતિના સર્ગના શ્લોકોની સાથે નિકટતા ધરાવે છે. યશોદોહન'માં પ્રો. શ્રી હીરાલાલ કાપડિઆએ કલ્પતાની સ્તબક દીઠ નોંધ બરાબર લીધી છે પણ સરવાળો ખોટો મૂકાતાં પદ્ય સંખ્યા ૪૫૮૨ નોંધી છે. કલ્પનામાં વિવિધ છ દોના શ્લોકો પણ છે. પણ ૩૨ અશ્નરના શ્લોક માને ગણત્રી કરતાં તેની સંખ્યા ૭૦0૮ ની થાય છે. ઉપાધ્યાયજીના ગુરુદેવ નયવિજયજી મહારાજે ૧૭૧૬ માં લખેલી પ્રતના અન્ને આ ગણત્રી નોંધી છે. ઉપમિતિ’ કથામાં પણ આઠ જ પ્રસ્તાવ છે એ જ સંખ્યાનો આદર એમણે લતા અને રતિ બન્નેમાં કર્યો છે. (તતાન) થી ઉપાધ્યાયજીની બે રચનાઓ છે. એક તો ઔપદેશિક કથા રૂપે વૈરાગ્ય કલ્પતા' અને બીજી હરિભદ્રસુરિજી કૃત દાર્શનિક મતોના ખજાના રૂપ “શાસ્ત્રવાર્તા સમુચ્ચય' ઉપર નવ્ય ન્યાયથી પરિસ્કૃત ઉપાધ્યાયજી એ રચેલી ‘સ્યાદ્વાદ કલ્પતા’ ટીકા. “લતા’ શબ્દના અત્તવાળી ઉપાધ્યાયજીની આ બે જ કૃતિઓ છે, એટલે જ તેઓશ્રીના ગ્રંથો ની યાદીમાં તથા અન્યત્ર ત્તતા તથા તતા આવો ઉલ્લેખ મળે છે. કેટલાક અને વિદ્વાનોએ તો બંને નામવાળી અલગ અલગ કૃતિઓ છે એવી પણ સંભાવના કરી છે. દાખલા તરીકેપાતાંજલ યોગદર્શનની ઉપાધ્યાયજીની જ સંક્ષિપ્ત ટીકામાં તેઓશ્રીને ‘મદિવં તત' આવો ઉલ્લેખ કર્યો છે. આના આધારે પં. શ્રી સુખલાલજીએ સ્વાનુવાદિત યોગદર્શન–યોગવિંશિકામાં નવા નામની સ્વતંત્ર કૃતિ હોવાનું કયું છે. પ્રો. શ્રી હીરાલાલ કાપડીઆએ પણ યશોદોહન (પૃ ૨૦૬) માં આવી સંભાવના સેવી છે, પણ હવે એ નિશ્ચિત સમજાય છે કે લતાદ્રય નામની કોઇ જ સ્વતંત્ર કતિ નથી. ‘લતાદ્રય’નો જ્યાં ઉલ્લેખ થયો છે તેતો બંને કૃતિઓને સૂચિત કરવા માટેનો ટૂંકો શબ્દ પ્રયોગ છે અને ઉપાધ્યાયજીએ આ ઉલ્લેખ લતાન્તવાળી કૃતિઓ પોતાની બે છે તેનો ખ્યાલ આપવા પૂરતો જ કર્યો છે. હવે બીજી વાત – પાતાંજલ યોગદર્શન જેવા યોગજન્ય ગ્રન્થમાં ત્તતા નામની કૃતિ જોવાની ભલામણ કરે, ત્યારે સ્વાભાવિક રીતેજ એની સાથે નિકટતા ધરાવતા દાર્શનિક ગ્રન્થ તરીકે શાસ્ત્રવાતની સ્યા. કલ્પતા ટીકા જ યાદ આવે. કારણ કે બીજી લતા' તો કથાત્મક છે. એટલે એમાં તાત્ત્વિક કે દાર્શનિક બાબતો હોઇ કેમ શકે? સ્વાભાવિક
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy