SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ક દ્રવ્યો-મસાલાઓવાળી ખાદ્ય વાનગીઓ બનાવાય છે. અને તે ઉપરાંત ખાધા પછી નાગરવેલનાં છે આ પાન, સોપારી વિવિધ મુખવાસો, પાચન ચૂર્ણો આદિ સ્વાદિમ દ્રવ્યોનો ઉપયોગ કરાય છે, - ત્યારે ખાધેલો ખોરાક હજમ થઈને આરોગ્ય કે પુષ્ટિપ્રદ બને છે. એ જ રીતે જનહેયાંની કે વાસ્તવિક પરિસ્થિતિના જ્ઞાતા શાસ્ત્રકારોએ મિષ્ટનાદિ જેવા દ્રવ્યાદિ ત્રણેય અનુયોગના છે, જ્ઞાનાભ્યાસમાં જીવ જોડાઈ જાય અને જોડાયેલા હોય તે કંટાળી ન જાય, એનાં અપચોઅજીર્ણ કે અરૂચિ ન થાય એટલા માટે પણ કથાનુયોગને સામેલ કર્યો છે. જેથી તત્ત્વજ્ઞાન ભારે ન પડે. તે જલદી પચી જાય એટલે કે સમજાઈ જાય અને એની ભૂખ સદાયને માટે આ રહ્યા જ કરે. ખરેખર! કથાનું માધ્યમ મોટા ભાગના ખાદ્યોમાં ઉપયોગી સબરસ-નમક (મીઠા)ની જેમ માં બાકીના ત્રણેય યોગમાં, અનેક ક્ષેત્રમાં, અતિશ્રેષ્ઠ અને સુંદર કામગીરી બજાવનારું છે અને છે સ્વતંત્રપણે સાચા અર્થમાં માનવીને માનવી બનાવનારૂં છે. 3 ધર્મકથાનુયોગમાં આગમેતર અનેક જૈન ગ્રંથો છે. જે સંકીર્ણ કથાના પ્રકારને અત્તે તે નોંધીશું. ૪. સંકીર્ણકથા–સંકીર્ણ એટલે 'મિશ્ર કથા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય કો | લક્ષણ-વિષયોથી યુક્ત હોય છે. આવી કથાઓમાં અવરનવર ત્રણેયને લગતું જ્ઞાન, ત્રણેયને પર પરસ્પર અવિરોધીપણે કેમ સ્થાન આપવું, તેને વહેવારું કેમ બનાવવા? એની સમજણ આપેલી કોડ હોય છે વળી જેમાં જૈન-અજેન શાસ્ત્રના આધારે તેનાં કારણો, તર્કો, દલીલો દષ્ટાન્તો દ્વારા આ ત્રણેયની કુશળતા પૂર્વક પુષ્ટિ કરવામાં આવી હોય છે. સંકીર્ણ કથાના ગ્રથો તરીકે અનેક નામો રજૂ કરી શકાય. બહુધા બૃહત્કથાઓ સંકીર્ણ તે પ્રકારની હોય છે. વળી પ્રથમાનુયોગ, વસુદેવહિપ્પી, તરંગવઈ, પઉમચરિયું, ચઉપન મહાપુરિસચરિયું, સમરાદિત્ય કથા, ઉપમિતિભવપ્રપંચા, તિલકમંજરી, કુવલયમાલા, મર્યાદિત માનવાળી કથાઓ, જીવનચરિત્રો આ ગ્રન્થો ખાસ કરીને ધર્મકથાનું સ્થાન લઈ શકે કારણ કે એમાં અર્થ અને કામની વાતનું સ્થાન પ્રાય: નથી હોતું, હોય તો નહીંવત્ મુખ્યધ્વનિ કે મુખ્ય પ્રવાહ ધર્મકથાને લગતો જ હોય છે. જૈનેતરોમાં કથાના ગ્રન્થો તરીકે મુખ્યત્વે ૧. કથાગ્રન્થો બહુધા સંકીર્ણ' પ્રકારના હોય છે. વાર્તાઓ જે કહેવાય છે તે પણ એ જ પ્રકારની બહુધા હોય આ શલાકા આદિ પુરુષોની કથાથી સમૃદ્ધ એક ગ્રન્થ હતો. આજે તે વિદ્યમાન નથી, સૈકાઓથી અનુપલબ્ધ છે પણ અન્ય આગમ અને આગમેતર ગ્રન્થોના વિવિધ ઉલ્લેખથી સ્પષ્ટ જાણી શકાયું છે કે, આ નામનો તીર્થકરાદિ પુરુષોનાં જીવનચરિત્રો-કથાઓને લગતો એક મહાગ્રન્થ છે. પ્રસ્તુત “પ્રથમાનુયોગ'નો નામોલ્લેખ કર્યો હોય તેવા ગ્રન્થોમાં પંચકલ્પચૂર્ણ, આવશ્યકનિયુક્તિચૂર્ણ અને તેની હારિભદ્રીયાવૃત્તિ, વસુદેવહિડી આદિ છે. જો કે સમવાયાંગસૂત્રકાર અને નંદીસૂત્રકારે પ્રથમાનુયોગની આગળ “મૂલ' શબ્દ વધારી મૂલ પ્રથમાનુયોગ' એવો ઉલ્લેખ કર્યો છે પણ બન્નેનો વિષય એક જ હતો. “મૂલ'વાળો ગ્રન્થ સૂત્રકાલીન અને તે વિનાનો ગ્રન્થ તેથી ઉત્તરકાલીન સમયનો છે અને જાણવા પ્રમાણે તેના કર્તા સ્થવિર આયંકાલક હતા. Startseiterest કરતા વધારવા Savasisamaram
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy