SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ AYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAY***************YAYAYAYAY ********************** કથાસાહિત્યના ખડકાતા ગંજ એટલે જ આજે દેશ-પરદેશમાં જ્યાં જુઓ ત્યાં કરોડોની સંખ્યામાં કથાસાહિત્ય ખડકાઇ રહ્યું છે અને આજે બહુધા એની જ બોલબાલા છે. આ ક્ષેત્રના જાણકારોના કહેવા મુજબ સેંકડે ૯૦ ટકા પુસ્તકો કથાસાહિત્યના પ્રગટ થઇ રહ્યા છે, જ્યારે ૧૦ ટકામાં બાકીનું બધું સાહિત્ય પ્રગટ થઇ રહ્યું છે. આ ઉપરથી કથા સાહિત્યનો આમ જનતા ઉપર કેવો જબરજસ્ત પ્રભાવ છે તેનો ખ્યાલ મળી રહે છે. જૈન દર્શનમાં ચાર અનુયોગોનું સ્થાન અને તેની વ્યાખ્યા જૈન આગમશાસ્ત્રોમાં જે વર્ણન આવે છે તે તમામનો સમાવેશ ચાર પ્રકારના અનુયોગમાં કરવામાં આવે છે ઃ ૧. દ્રવ્ય ૨. ગણિત ૩. ચરણ-કરણ અને ૪. ધર્મકથા. અનુયોગની દૃષ્ટિએ દૃષ્ટિવાવ ને દ્રવ્યાનુયોગમાં, અને સૂર્યપ્રજ્ઞપ્તિ ને ગણિતાનુયોગમાં, આવારાંગ ૧. વર્તમાન શ્વેતામ્બર સમ્પ્રદાયમાં અનુયોગનો ક્રમ વહેવારમાં ઉપર જણાવ્યા પ્રમાણે લખવા- બોલવાનો ચાલે છે. પણ શાસ્ત્રમાં-આવશ્યક મૂલભાષ્યમાં પહેલો ચરણકરણાનુયોગ અને તે પછી બીજો ધર્મકથાનુયોગ જણાવ્યો છે. બીજી વાત એક સમજવી જરૂરી છે કે આવશ્યકનિયુક્તિ ચૂર્ણિ (૪૧૨) વસુદેવહિંડ, પંચકલ્પ નંદી, સમવાયાંગ આદિ ગ્રન્થોમાં મૂલપ્રથમાનુયોગ, અને પ્રથમાનુયોગ આ નામના સિદ્ધાન્ત ગ્રન્થો હતા, જેમાં તીર્થંકરોનાં, એમના પરિવારનાં વર્ણનો, ચક્રવર્તી આદિનાં વર્ણનો હતાં એવું જણાવ્યું છે. આ કથાનુયોગના ગ્રન્થને ‘પ્રથમાનુયોગ’ નામ આપ્યું હોવાથી એમ સમજાય છે કે પ્રાચીનકાળમાં ચાર અનુયોગોમાં ધર્મકથાનુયોગ’ને પ્રથમ સ્થાન અપાયું હશે અને પછી ક્રમશઃ બીજા અનુયોગોનું સ્થાન હશે, જો આ વાત બરાબર હોય તો કથાસાહિત્યનું મહત્ત્વ કેટલું હશે તેનો ખ્યાલ આવી જશે. અરે! દિગમ્બર પરંપરામાં તો આજે પણ કથાનુયોગની જગ્યાએ પહેલા અનુયોગનું નામ પ્રથમાનુયોગ’ જ છે, અર્થાત્ ત્યાં તેનો ક્રમ ૧. પ્રથમાનુયોગ ૨. કરણાનુયોગ ૩. ચરણાનુયોગ ૪. (છેલ્લો) દ્રવ્યાનુયોગ આ રીતે છે. જો કે એમને ‘ગણિતાનુયોગ’ નામ સ્વીકાર્યું નથી. પણ જૈન ગણિતમાં ચરળ શબ્દથી ઓળખાવાની એક ગણિતપદ્ધતિ છે. અને આ પદ્ધતિ ગણિતાનુયોગનું જ અંગ હોવાથી બીજા યોગમાં એની ગણત્રી કરવામાં આવી છે. અહીં કરણનો અર્થ શ્વેતામ્બર માન્ય લેવાનો નથી. વળી સાથે સાથે ગુણસ્થાનકાદિ કર્મ સંબંધી વિગતોને એમાં સ્થાન અપાયું છે એટલે આ બીજા અનુયોગમાં દિગમ્બર વિદ્વાનોએ બંને વિષયોને આવરી લીધા છે. બાકી તો દરેક અનુયોગમાં ઓછેવત્તે અંશે બાકીના ત્રણેય અનુયોગોને પ્રકીર્ણક રીતે સ્થાન મળ્યું જ હોય છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે પ્રાચીન કાળમાં આગમોનું દરેક સૂત્ર ચારે અનુયોગોથી મિશ્રિત હતું અર્થાત્ પ્રત્યેક સૂત્રમાં ચારે અનુયોગો ગોઠવાએલા હતા. ગીતાર્થ સ્થવિરો-શિષ્યોને સૂત્રાર્થનું જ્ઞાન આપતા ત્યારે ચારેય અનુયોગો ઘટાવતા હતા અને સાથે સાથે નય, પ્રમાણ, સપ્તભંગી પણ ઘટાવતા હતા. પણ કાલના પ્રભાવે જેમ જેમ બુદ્ધિબળસ્મરણશક્તિ સાધુઓની ક્ષીણ થવા લાગી તે જોઇને વીર નિર્વાણના છઠ્ઠા સૈકામાં થએલા આર્યરક્ષિતસૂરિજીએ દરેક સૂત્રમાં રહેલા ચારે અનુયોગોને વિભક્ત કરી નાંખ્યા. એ વિભક્ત થયા એટલે પછી વિદ્યમાન આગમોને પણ પૃથક્ પૃથક્ અનુયોગોમાં વિભક્ત કર્યા. જેમકે આચારાંગ, દશવૈકાલિક વગેરે સૂત્રોની વ્યાખ્યા કરવી હોય તો માત્ર ચરણ-કરણાનુયોગથી જ કરી શકો. વળી સૂત્રોને પણ કાલિક અને ઉત્કાલિક વિભાગ તરીકે વિભક્ત કરી નાંખ્યા. CANYONYANYAKNYA KATANYAKANKANKAN KANKAYAYAYAYAYNININ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy