SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ SEASVASVASARASVASCASSASVAS તીર્થંકરો–પરમાત્માઓ જન્મે છે. તેમની સંખ્યા પ્રત્યેક ઉત્સર્પિણીમાં ૨૪ અને પ્રત્યેક અવસર્પિણીમાં પણ ૨૪ જ હોય છે. ન્યૂનાધિક સંખ્યા હોતી જ નથી. એ ચોવીશે વ્યક્તિઓ એક જ વ્યક્તિના જન્માન્તર કે અવતારરૂપે હોતી નથી. પ્રત્યેક આત્મા અલગ અલગ હોય છે. જૈનધર્મમાં ઈશ્વરપદ એક જ વ્યક્તિ માટે રજીસ્ટર્ડ નથી. ઈશ્વર થવાનો હક્ક બીજાઓને પણ આપવામાં આવ્યો છે. આ ધર્મની આ તર્કબદ્ધ ઉદાત્ત અને ઉદાર માન્યતા છે. અત્યારે જે અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે, એનો પ્રારંભ અબજો વરસ ઉપર થયો હતો. આ કાળના છ આરા-યુગ પૈકી સાત કોડાકોડી સાગરોપમના બે આરા પસાર થયા, પછી પાછા બે કોડાકોડી સાગરોપમ કાળ પ્રમાણનો ત્રીજો યુગ ઘણો ખરો પસાર થયો, ત્યારે આ યુગના પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ (આદીશ્વર) જન્મ્યા. ત્યારપછીના ચોથા આરાના અબજો વરસના કાળમાં બાવીશ તીર્થંકરો થયા અને ચોથો આરો ૩૫૩ વરસ અને સાડા આઠ મહિના જેટલો બાકી રહ્યો, ત્યારે ભગવાન શ્રી પાશ્વનો આત્મા દેવલોકમાંથી મૃત્યુ પામીને કાશી નગરીમાં અશ્વસેન રાજાની રાણી શ્રી વામાદેવીની રત્નકુક્ષિમાં ગર્ભપણે અવતર્યો. નવ મહિના અને છ દિવસનો ગર્ભાવધિ પૂર્ણ થતાં શાસ્ત્રીય રીતના મહિના મુજબ પોષ' વિંદ દશમે, અને ગુજરાતી મહિના મુજબ માગસર વદિ દસમે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ થયો ત્યારે મધ્ય રાત્રિને વિષે જન્મ લીધો. યોગ્ય વયે પ્રભાવતી નામની રાજકન્યા સાથે પાણિગ્રહણ કર્યું; પૂરો ત્રીશ વર્ષ સંસારમાં રહી બીજા જ દિવસે એટલે પોષ વિદ ૧૧ (માગસર વિંદ ૧૧) ના રોજ ત્રીસ વરસની ઉંમરે ચારિત્ર લીધું. ચારિત્ર લીધા બાદ અતિ ઉત્તમ ચારિત્ર પાળતાં ૮૩ દિવસ પસાર થયા, ત્યાં તો કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, (ઇ. પૂ. ૮૦૭માં) અને ત્યાર પછી ૬૯ વરસ, ૨૭૭ દિવસ પૂરા થયા, ત્યારે તેઓ પૃથ્વી પર વિચરીને લાખો જીવોને સન્માર્ગે ચઢાવીને બિહારમાં સમ્મેતશિખર પર્વત ઉપર એક મહિનાના અન્ન-જલ વિનાના ઉપવાસ કરી, સકલ કર્મનો ક્ષય કરી, પૂરા ૧૦૦ વરસની વયે, પરિનિર્વાણ પામ્યા, એટલે કે જન્મ-જરા-મરણનાં બંધનોથી સદાયને માટે મુક્ત બન્યા, અર્થાત્ એમના સંસારનો અન્ન થયો. આ થઈ ટૂંકી તવારીખ. અહીં આપણને આ ભગવાન આપણાથી કેટલા વરસ ઉપર થયા હતા? એ જાણવામાં વધુ રસ હોય, તો જણાવવાનું કે પાનુપૂર્વીથી ગણીએ તો આજની ૨૦૨૫ની સાલના હિસાબે ૨૮૪૫ વર્ષ ઉપર પાર્શ્વનાથ પ્રભુનો જન્મ થયો હતો. પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચેની સમયગણના : ૧. ૨. ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી, ૧૭૮ વરસે શ્રીવર્ધમાનસ્વામી (મહાવીર દેવ)નો જન્મ પ્રાચીન કાળમાં મહિના પૂનમીયા ગણાતા હતા, એટલે મહિનો પૂનમે પૂરો થાય અને બીજા દિવસથી આગળનો મહિનો શરૂ થાય. અને નવા મહિનાનો પહેલો પક્ષ વિંદનો હોય ને બીજો સુદિનો હોય. એટલે માગસર સુદિ પૂનમે શાસ્ત્રીય મર્યાદાનુસાર માગસર પૂરો થયો, અને પડવાથી પોષ શરૂ થયો. અને વિદથી શરૂ થાય એટલે પોષવિંદ દશમે જન્મતિથિ આવે. અત્યારના હિસાબે માગસર વદ લેવાય. મારવાડમાં હજુ પૂનમીયા મહિના ચાલે છે. તીર્થંકરોનો જન્મ મધ્યરાત્રિએ જ થાય છે. વિક્રમ સંવત્ પૂર્વે ૮૨૦ વર્ષે. [ ૨૭૬ ] ૩.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy