SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રસ્તુત પુસ્તક અંગે– - પ્રસ્તુત પુસ્તકનું સંપાદન ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવક જ્ઞાનસાહિત્યપ્રેમી શ્રી ભાઈચંદભાઈએ કર્યું ક છે. છેલ્લાં કેટલાંક વરસોથી તેઓ જુદા જુદા ઉપયોગી પુસ્તકોનું સંપાદન અને પ્રકાશન કરી રહ્યા છે. જૈફ ઉંમરે પણ તેમણે જ્ઞાનોપાસનાનું કાર્ય જારી રાખ્યું છે, એ એક આનંદનો વિષય છે. અને આ માટે સ્વાભાવિક રીતે જ તેમને ધન્યવાદ આપવાનું મન થઈ જાય છે. તેઓ કે આવી પ્રવૃત્તિ વિકસાવતા રહે એ જ શુભેચ્છા! આ ગ્રન્થમાં શું શું આપવામાં આવ્યું છે તે તો સંપાદકીય નિવેદનથી જાણી શકાશે. એ અંગે કશી નોંધ લેતો નથી. - એક અગત્યનો ખુલાસો– અહીંયા એક અગત્યનો ખુલાસો કરવો જરૂરી છે કે ખાસ કરીને ગુજરાતીઓમાં વરસો છે. જૂની એવી માન્યતા જોરદાર રીતે ઘર કરી બેઠી છે, તે એ કે–પુણ્યપ્રકાશનું સ્તવન મરણ વખતે તે જ સંભળાવાય. એ પહેલાં સારાં હોય ત્યારે ન તો ભણાય કે ન તો સંભળાવાય, અને આ માન્યતા સમાજમાં એવી જોરદાર અને જડબેસલાક જામી ગઈ છે કે જો કોઈને કોઈ ખબર ના કરે કે ફલાણા માંદા માણસને પુચ પ્રકાશ'નું સ્તવન સંભળાવે છે, એટલે સાંભળનારાઓ એમ તે ચોક્કસ માને કે, હવે સાંભળનારની અન્તિમ ઘડીઓ ગણાઈ રહી છે. આવે વખતે ઝટપટ રે કુટુમ્બીઓ-સંબંધીઓને નોતરવામાં આવે છે. જેને જેને ખબર પડે તે સહુ ઘરે ભેગા થઈ જાય છે. પણ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, અંતિમ આરાધનાઓની રચનાઓ, અન્તિમ વખતે : તે જ સંભળાવાય કે આવા પ્રસંગે તે વંચાય, એ માન્યતા સદંતર ખોટી છે. સાચી વાત તો એ છે તે છે કે, આ આરાધના અન્તિમ વખતે તો જાણે સંભળાવવાની છે જ, પણ બીજી કોઈ પણ ન વખતે તે ભણી શકાય કે સાંભળી શકાય છે. એટલું જ નહિ પણ રોજેરોજ તેનું વાંચન-શ્રવણ કરી શકાય છે. શાસ્ત્ર, પરંપરા કે કોઈ જ્ઞાની તેનો નિષેધ કરતા નથી. ખરી વાત તો એ છે કે કોઈ વખતે અત્તિમકાળમાં શુદ્ધિ હોય કે ન હોય, શુદ્ધિ હોય = તો કદાચ કાનના દેવતા બધિર બની ગયા હોય તેવી વ્યક્તિઓ, કે જેને આરાધના કેમ અને કેવી રીતે થાય છે? તેનું સ્વપ્નય નથી, અને નથી એવી હજારો વ્યક્તિઓ છે. અને તેથી તેઓ ૨. કશું જાણતા જ હોતા નથી, તેવા લોકો આ અન્તિમ સમયે મનોમનપણે સ્વયં આરાધના, : ક્ષમાપનાદિ શું કરી શકશે? એટલે ખરી વાત તો એ છે કે અન્તિમ સમયે તો શુદ્ધિ હોય, છે જાગૃતિ હોય તો, ભલે આરાધના જરૂર સંભળાવો. પણ એ પહેલાની નીરોગી અવસ્થા કે રોગ આ અવસ્થામાં પણ આ આરાધના રોજેરોજ અથવા અવકાશે જરૂર વાંચો-સાંભળો. આ રોજેરોજ રોડ 2 ભણી શકાય અથવા અવરનવર સ્વાધ્યાય કરી શકાય તેમ છે. અને આવી પ્રથા ચાલુ થાય છે તે તો ખોટી માન્યતા, ખોટો ભય દૂર થશે. એ કરતાંય ભૂતકાળમાં આરાધના અર્થ સાથે, ભાવથી, તે ek સમજણપૂર્વક, વાંચીને કે શ્રવણ કરીને આત્મસાત્ કરી હશે તો, અન્તિમ કાળમાં કાનની શુદ્ધિ : કડકડડડડડડ [ ૨૭૨ 1 kaalsad 258 259 2695
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy