SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય જે પ્રત્યેક આત્માઓએ અવશ્ય આચરવા યોગ્ય - છે. આચાર છે. એ આચારોનું પાલન પોતાનાથી જો ન થઈ શક્યું હોય તો, એ આચારો પ્રત્યે તે છે કે એના પાલકો પ્રત્યે જાણે-અજાણે જે કંઈ વિરાધના, આરાધનામાં દોષોનું સેવન થયું હોય, તો કે તેનું “મિચ્છામિ દુક્કડ' (માફી) દેતો હોય છે. પોતાના ઘર, કુટુંબ-કબીલો, દોલત વૈભવ ઉપરથી રદ પર પોતાની મોહ-માયા-મમતાને ઉઠાવી લે છે. કારણ કે એ સમજે છે કે, એ બધું દુર્ગતિની ઊંડી કે ગર્તામાં ધકેલનાર છે. માત્ર ધર્મ ઉપરનો રાગ એજ સદ્ગતિ આપીને આત્માને ઊંચે લઈ જનાર છે, એમ સમજીને ધર્મને તાણાવાણાની જેમ મન જોડે વણી નાંખતો હોય છે. હવે ઉપરોક્ત ભાવનાને તો તે બરાબર ભાવતો હોય, પણ કદાચ શરીરમાં ભયંકર ત્રાસ, ર વેદના, પીડા વર્તતી હોય છતાંય એના સદ્વિચાર કે સદ્વર્તનનો ધ્રુવ કાંટો આત્મલક્ષી દિશા કે વ જ બતાવતો હોય છે. એના દર્દમાં પણ તે એવું વિચારે કે, આ દર્દી મારા આત્માના નથી ? કે પણ શરીરના છે. શરીર અને હું બંને જુદા છીએ. દેહ સાથે મને લાગે વળગે જ શું? એનું | T કામ જયારે એ કરે, અને એનો પોતાનો ધર્મ પોતે બજાવે, તો પછી મારું કામ મારે કેમ ન ક કરવું? મારો આત્માનો ધર્મ મારે શા માટે ન બજાવવો? આવું વિચારે, અને સાથે સાથે પોતાના રોડ તે મન-આત્માને સ્વસ્થ રાખી આરાધનભાવમાં કે સ્વભાવદશાના શુદ્ધપર્યાયમાં ટકી રહે. પવિત્ર છે વિચારો રાખે, અને ધર્મધ્યાનમાં તન્મય બની રહે. ચારે શરણાંને સ્મર્યા કરે. નવકારમંત્રનું રટણ : કરતો રહે.” આવા શુભ વિચારો-અધ્યવસાયો અને આચાર સતિપ્રાયોગ્ય પ્રવર્તમાન હોવાથી ચોક્કસ સમજવું કે તેની ગતિ શુભ જ થશે. આવા જ મરણને શાસ્ત્રકારોએ પંડિતમરણ કે ઉત્સવમરણ કહ્યું છે. $ જીંદગીની સફળતાનું પ્રમાણપત્ર આવું મરણ સદ્ભાગ્યે જેને સાંપડી જાય તેનું મરણ મંગલરૂપ બની જાય. અને મરણ તે મંગલરૂપ બન્યું એટલે જાણવું કે ધન્ય જીવન જીવી ગયો! જેનો છેવટનો સરવાળો સારો, જેનો છેડો સારો, તેનું બધું જ સારું, એટલે એક ચિંતક આત્માએ માનવ જીવનની સફલતા શાથી સમજાય? તેનો ચૂકાદો આપતાં સાફ સાફ જણાવ્યું છે કે मरणं मंगलं यत्र, सफलं तत्र जीवनम् । જેનું મૃત્યુ મંગળરૂપ બની ગયું તો સમજજો કે એની જીવનયાત્રા સફલતાને વરી ચૂકી. ક જીવન કૃતકૃત્ય બની ગયું, એવા આત્માઓનાં મરણો શોક માટે તો હોય જ નહીં. બલ્ક મૃત્યુરી મહોત્સવાયતના કથનાનુસાર સદાય માટે શોક રૂપ લેખાતું એવું મૃત્યુ પણ મહોત્સવરૂપ કું બની જાય છે. અને એથી જ એવા મહર્ષિઓ કે સાધુ-સન્તોના નિર્જીવ દેહને ભવ્ય પાલખીમાં બેસાડી, તેની વાજતે ગાજતે ધામધૂમથી સ્મશાનયાત્રા કાઢે છે. હજારોનો ખર્ચ કરી as ને ક્રિયાઓ ઉજવીને એમના ઉત્તમ જીવન કે નિર્મળગુણોનું બહુમાન કરે છે. જનતામાં મૃત્યુ પણ મહોત્સવરૂપ બને છે, તે વાતને આવી પ્રથા સાબિતી આપે છે. ============== 1 ૨૬૯ ] ======= ========
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy