SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ 光********* ******************* અથવા જેમનો આયુષ્યબન્ધ થયો નથી પણ અંતિમ વખતે જ થવાનો છે. તેવા આત્માઓને ૯ . તે વખતે જે ગતિનું આયુષ્ય બંધાવાનું હોય, તેને લાયક પરિણામ ઊભા થઈ જાય છે. અને - તદનુસારે તે ગતિનું આયુષ્ય બાંધી આગામી મ્મમાં તે જીવ પૂર્વનિશ્ચિત સ્થાને જન્મ લેવા ! ચાલ્યો જાય છે. અહીંઆ એક સિદ્ધાંત નિશ્ચિત સમજી રાખવો ઘટે કે, આગામી જન્મનું આયુષ્ય વર્તમાન ભવમાં જ જીવ નિશ્ચિત કરી પછી જ પોતાના વર્તમાન દેહને તજે છે. બાલમરણ કે શોકમરણ કોને કહેવાય? જૈનશાસ્ત્રમાં મરણ બે પ્રકારનું બતાવ્યું છે. એક બાલમરણ અને બીજું પંડિતમરણ. ચાલુ શબ્દોમાં કહીએ તો શોકમરણ અને ઉત્સવમરણ. આ બંને મરણોની વ્યાખ્યા સમજીએ. અંતિમ દિવસોમાં મૃત્યુને શાંતિપૂર્વક ભેટાય, સ્વસ્થતા કે સમાધિપૂર્વક પ્રાણવિસર્જન થાય, . - એ કાંઈ નાનીસૂની બાબત નથી. વિરલ પુણ્યાત્માઓના નસીબમાં જ એવું મરણ લખાયું હોય તે છે. બાકી મોટા ભાગના જીવો એ વખતે આત્માની અશુદ્ધ પર્યાયો-અવસ્થાઓમાં રમમાણ હોય છેક છે, એ વખતે કાં સંસારના રંગ-રાગની યાદ ઉભરાતી હોય છે. કાં તેના થનારા વિયોગની છે. ચિંતા સતાવી રહી હોય છે, કાં કુટુંબ પરિવારનો સ્નેહ-મોહ-મમતાની આસક્તિઓમાં ચિત્ત Iક ચોર્યું હોય છે, કાં મન સ્ત્રી-પુત્રાદિક પરિવારના, તેમજ ધન, વૈભવ, અલંકાર, બાગ, બગીચા, કે આ બંગલા, મોજશોખના અતિપ્રિય સાધનો વગેરેનાં જાતજાતનાં મોહમાં અને તેની ચિંતામાં મુંઝાઈ જ * ગયું હોય છે. ધંધા, ધાપા, ધનની ચિંતાઓ સંતાપ આપી રહી હોય છે. વળી મન હિંસા, કોડ 3 જૂઠ આદિ અઢાર પાપસ્થાનકો તરફ લેપાએલું હોય છે. ચોરાસી લાખ જીવાયોનિના જીવો સાથે સ્થૂલ કે સૂક્ષ્મ, વૈર-વિરોધ કે અમેત્રી ભાવથી સહિત હોય છે. આર્ત-રોદ્ર, ધ્યાનની સરિતામાં રક - સ્નાન કરતું હોય છે. જ્ઞાનાદિ પાંચ આચારોને અંગેના દોષાતિચારો સેવાઈ રહેલા હોય, અતીત અને વર્તમાન જન્મમાં પાપ, દોષો અને અતિચારોનું પ્રાયશ્ચિત, આલોચના-ક્ષમાપક ચાલતું ન હોય, આવી પરિસ્થિતિમાં જો મરણ થાય તો તે બાલમરણ” કહેવાય. માનો કે આત્મા ઉપરોક્ત બાબતોથી પર રહ્યો હોય પણ છેવટે પોતાના આત્મા સાથે કે જોડાએલા શરીરયોગે કોઈ ભયંકર દર્દમાં સપડાઈ જતાં વરસો, મહિનાઓ કે દિવસો સુધી - બેભાન બની રહે છે, કાં અત્યંત કારમી વેદના, પીડા, ત્રાસ, દુઃખ, હાયવોય અને બીજી તે જાતજાતની તકલીફો ભોગવતો રહે છે, અને એના કારણે તે માનસિક સ્વસ્થતા ગુમાવી બેસે ૯ છે, અને તેનું મન ધર્મધ્યાનમાં ઝુલતું હોતું નથી. 'વળી મૃત્યુના ઓળા, તથા અન્ય ભયોથી મારું શું થશે? હું મરીને ક્યાં જઈશ? ભાવિ કે ૧. જૈન વ્યક્તિએ મૃત્યુથી નહિ ડરતાં ફરી જન્મ લેવો પડે તેથી વધુ ડરવું જોઈએ. કારણ કે જન્મ છે કે કે ત્યાં અવશ્ય મૃત્યુ છે જ. પણ જ્યાં મૃત્યુ છે ત્યાં જન્મ હોય જ એવો નિયમ નથી. જો જીવ સંસારની સમાપ્તિ 2:2222:22:22: 22: [ ૨૬૭] selease selec=====
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy