SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ R જિક છે અને બંનેની જાણકારી પણ વધે. ચતુર્વિધ સંઘના પ્રત્યેક વિભાગમાં સેંકડો વ્યક્તિઓ એવી હશે છે છે કે જે પીસ્તાલીશ આગમના પૂરા નામ પણ જાણતા નહિ હોય. વિષયની તો વાત જ કયાં છે 8 કરવી? એટલે આ એક નાનકડી રચના લાભનું કારણ બનશે એમ સમજીને પ્રત્યેક આગમ . છે દીઠ નવો દુહો, તેમાંના પ્રધાન વિષયનો નિર્દેશ કરવાપૂર્વક રચીને આપવામાં આવ્યો છે, અને છે આનું નામ “મા મરત્ન પસ્તાતીશી' રાખવામાં આવ્યું છે. બીજો એક ખુલાસો કરું કે-કેટલાંક આગમોની પ્રસિદ્ધિ, તેનાં મૂળભૂત પ્રાકૃત નામોથી છે ચાલે છે, તો કેટલાંકની (પ્રાકૃત ઉપરથી રૂપાંતર પામેલા) સંસ્કૃત નામોથી ચાલે છે; પણ લોકવહેવારમાં બધા એક જ ભાષાથી ઓળખાતા નથી. મેં આ દુહાની રચનામાં, તમામ આગમોને તેનાં મૂળભૂત પ્રાકૃત નામોથી જ ઓળખાવ્યાં છે. આગમનાં નામો અને ક્રમમાં વિવિધ મતો પ્રવર્તે છે, એટલે મેં છેવટે અત્યારે તો વિવિધ છે પૂજા સંગ્રહમાંની પૂજાને આધારશીલા બનાવીને પૂજાના ક્રમ મુજબ દુહા તથા જાપોનો ક્રમ ગોઠવ્યો છે. જાપના પદો અંગે : જાપના પદો મુદ્રિત તપાવલીઓમાં દ્વિભાષી છપાએલાં છે, પણ છેઆમાં એક ભાષી તરીકે સંસ્કૃત નામોને જ પસંદગી આપી છે. જેથી બંને પ્રકારના નામનો છે ખ્યાલ મળી શકશે. તાત્પર્ય એ કે દુહાનાં નામો પ્રાકૃત અને પદોમાં સંસ્કૃત છે. આથી એક વ્યવસ્થિત ધોરણ સ્વીકૃત બન્યું છે. - યશોવિજય ઉથ શિકિજલ દવBee 98 9998 SSSSSSSSSSBdB8888888888888888888888888888888888888888888888 શ્રેષ્ઠ દિવસની વાટ કયાં સુધી જોયા કરશો? શ્રેષ્ઠ દિવસની રાહ જોશો તો ક્યારેય તમારી પાસે નહીં આવે. આજનો દિવસ જે તમારા હાથમાં છે તે જ શ્રેષ્ઠ છે. ગઈકાલ તો મરી ગઈ છે. આવતીકાલ તો હજુ જન્મી જ નથી. જીવતી જાગતી આજ જ આપણી પાસે છે એના સદુપયોગથી જ આવતીકાલ સારી આવશે. sss s | ૨૪૩] %
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy