SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ હે મુનિવરોએ તેઓશ્રીને “શ્રુતકેવલી' વિશેષણથી નવાજ્યા છે એટલે કે શાસ્ત્રોના સર્વજ્ઞ અથાત્ શ્રુતના બળે કેવલી. એનો અર્થ એ કે સર્વજ્ઞ જેવું પદાર્થનું સ્વરૂપ વર્ણવી શકનારા. આવા ઉપાધ્યાયજી ભગવાને બાલ્યવયમાં (આઠેક વર્ષની આસપાસ) દીક્ષિત બનીન વિધા 2. પ્રાપ્ત કરવા માટે ગુજરાતમાં ઉચ્ચ કોટિના વિદ્વાનોના અભાવે કે ગમે તે કારણે ગુજરાત છોડીને દૂર-સુદૂર પોતાના ગુરુદેવ સાથે કાશીના વિદ્યાધામમાં જવું પડ્યું હતું અને ત્યાં છએ દશનના તેમજ વિદ્યા-જ્ઞાનની વિવિધ શાખા-પ્રશાખાઓનો આમૂલચૂલ અભ્યાસ કર્યો. અને તેના પર તેઓશ્રીએ અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું હતું. અને વિદ્વાનોમાં પડ્રદર્શનવત્તા તરીકે પંકાયા હતા કાશીની રાજસભામાં એક મહાસમર્થ દિગગજ વિદ્વાન–જે અજૈન હતો તેની જોડે ટ વિદ્વાનો અને અધિકારી આદિ સમક્ષ શાસ્ત્રાર્થ કરી વિજયની વરમાળા પહેરી હતી. તેઓશ્રીના અગાધ પાડિયથી મુગ્ધ થઈને કાશીનરેશે-પંડિતસભાએ તેઓશ્રીને ‘ન્યાયવિશારદ' બાદથી અલંકૃત કર્યા હતા. તે વખતે જૈન સંસ્કૃતિના એક જ્યોતિધરે જૈન પ્રજાના એક સપૂતજૈનધર્મનો અને ગુજરાતની પુણ્યભૂમિનો જયજયકાર વર્તાવ્યો હતો અને જૈનશાસનની શાન બઢાવી હતી. વિવિધ વાલ્મયના પારંગત વિદ્વાન જોતાં આજની દૃષ્ટિએ કહીએ તો તેઓશ્રીને બે ચાર નહિ પણ સંખ્યાબંધ વિષયોના પી.એચ.ડી. કહીએ તો તે યથાર્થ જ છે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તો ઉપાધ્યાયજીએ અલ્પજ્ઞ કે વિશેષજ્ઞ, બાળ કે પંડિત, સાસર * કે નિરક્ષર, સાધુ કે સંસારી વ્યક્તિના જ્ઞાનાર્જનની સુલભતા માટે, જૈનધમની મૂળભૂત પ્રાકૃત - ભાષામાં, એ વખતની રાષ્ટ્રીય જેવી ગણાતી સંસ્કૃત ભાષામાં તેમજ હિન્દી, ગુજરાતી . ૯ ભાષાભાષી પ્રાન્તોની સામાન્ય પ્રજા માટે હિન્દી ગુજરાતીમાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. - 3. (જુઓ પરિશિષ્ટ ૨). એઓશ્રીની વાણી સર્વનયસંમત ગણાય છે. વિષયની દૃષ્ટિએ જોઈએ તો એમને આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્વજ્ઞાન, સાહિત્ય, ટક અલંકાર, છંદ, યોગ, અધ્યાત્મ, આચાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિષયો ઉપર મામક 2 અને મહત્ત્વપૂર્ણ રીતે લખ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓની સંખ્યા “અનેક' શબ્દથી નહિ પણ સંકડા શબ્દોથી જણાવી શકાય તેવી છે. આ કૃતિઓ બહુધા આગમિક અને તાર્કિક બંને પ્રકારની છે એમાં કેટલીક પૂર્ણ, અપૂર્ણ બંને જાતની છે અને અનેક કૃતિઓ અનુપલબ્ધ છે. પોતે શ્વેતામ્બર ટક પરંપરાના હોવા છતાં દિગમ્બરાચાર્યકૃત ગ્રન્થ ઉપર ટીકા રચી છે. જૈન મુનિરાજ હોવા 'તાં અર્જન ગ્રન્થો ઉપર ટીકા રચી શકયા છે. આ એમના સર્વગ્રાહી પાણ્ડિત્યના પ્રખર પુરાવા છે. - શૈલીની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓ ખણ્ડનાત્મક, પ્રતિપાદનાત્મક અને સમન્વયાત્મક છે. છે. ઉપાધ્યાયજીની ઉપલબ્ધ કૃતિઓનું પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરીને, પૂરા પરિશ્રમથી અધ્યયન કરવામાં દ આવે તો, જૈન આગમ કે જૈન તર્કનો લગભગ સંપૂર્ણ જ્ઞાતા બની શકે, અનેકવિધ વિષયો પર - મૂલ્યવાન, અતિમહત્વપૂર્ણ સેકડો કૃતિઓના સર્જકો આ દેશમાં ગણ્યાગાંઠ્યા કયા છે. તેમાં તે »ks seek see eeeeeeeeee [ ૨૩૬ ] Ess================
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy