SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ આજ સુધીમાં નવતત્ત્વ પ્રકરણ ઉપર કેટલાક રોચક અનુવાદો પ્રગટ થયા છે, તેમાં આ પ્રકાશનથી એક સમૃદ્ધ કૃતિનો ઉમેરો થાય છે. ભોજનની સામગ્રીને કેમ કેળવવી અને કેળવીને તેને કેમ સ્વાદુ અને સુપાચ્ય બનાવવી? એમાં પણ એક કળા સમાયેલી છે. એ રીતે વિવિધ સામગ્રીનું સંકલન કેમ કરવું? તે કરીને તેની સરલ અને રોચક ઢબે રજૂઆત કેમ કરવી, અને એ રજૂઆતના માધ્યમ તરીકે ભાષાશૈલી કેવી રાખવી? વગેરેમાં પણ ખાસ કલા સમાયેલી છે. આ કલામાં ગ્રંથલેખક નિષ્ણાત હોવાથી તેમની કૃતિ વાચકોને સ્વાદુ અને સુપાચ્ય લાગશે, એમાં શંકા નથી. મારાં અનેક કાર્યોના સાથી અને ધર્મસ્નેહી ભાઈ શ્રી ધીરજલાલ પોતાની સમય-શક્તિનો ઉપયોગ, સાહિત્ય નિર્માણ તથા સાહિત્યપ્રચાર માટે કરી રહ્યા છે અને તેમના ધર્મપત્ની તપસ્વી શ્રી ચંપાબહેન તથા વિનીત પુત્ર ભાઈ શ્રી નરેન્દ્ર જે સહકાર આપી રહ્યા છે, તે ખરેખર! સ્વપર કલ્યાણકારક છે. હજુ પણ તેઓ અન્ય સાહિત્ય પીરસતાં રહે અને પોતાનું કલ્યાણ સાધે, તેવી શુભેચ્છા સાથે વિરમું છું. મુંબઈ, શ્રી નમિનાથ જૈન ઉપાશ્રય, મુનિ યશોવિજય તા. ૧-૪-૬૬ સર્વોત્તમ આશીર્વાદ આ વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશીર્વાદ ધર્મલાભ આ જ છે, જેને જૈનમુનિઓ ઉચ્ચારે છે. દીર્ઘાયુ થાવ એવો આશીર્વાદ આપીએ તો દીર્ઘાયુ તો નરકમાં પણ છે. સુખને માટે ધનવાન થવાનો આશીર્વાદ પણ કેમ અપાય ? કારણ કે હલકા લોકો પાસેય ધન ઘણું હોઈ શકે છે. સંતતિ માટે પુત્રવાન થવાની આશિષ પણ ન અપાય કેમ કે કુકડી, ભુંડણી આદિને ઘણાં સંતાનો હોય છે માટે. સર્વ સુખોને આપનારો આશીર્વાદ જો કોઈ હોય તો ધર્મલાભ જ છે. કારણ કે ધર્મનો લાભ થઈ ગયા પછી ભૌતિક આધ્યાત્મિક કોઈ સિદ્ધિ એવી નથી કે જેનું આગમન થયા વિના રહે. ❀❀❀❀❀❀❀ [238] ❀❀❀❀❀❀ සියයයයයයයයිල ලයි ලයිල ලයිසයියයයයයයයයයයයයයයය
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy