SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત જગદુદ્ધારક ભગવાન મહાવીરની પ્રસ્તાવના DOST વિ. સં. ૨૦૧૯ ૧૪) ૨ABAR : ઇ.સત્ ૧૬૩ PLE (આમુખ ) આર્યભૂમિથી વિશિષ્ટ સ્થાન ધરાવતું આ ભારતવર્ષ એ ઈશ્વરોની ભૂમિ છે ) અવતારોની ધરા છે. સંતો, મહાત્માઓ, ઋષિ-મહર્ષિઓનું નિવાસ સ્થાન છે. ભારતીય પુરાતન ઇતિહાસની ગવેષણા કરતાં આ દેશમાં બે સંસ્કૃતિઓનો પ્રવાહ વહેતો આવ્યો છે, અને એમાંથી જન્મ પામેલી બે પ્રકારની વિચારધારાઓ પણ ચાલી | આવી છે. એક શ્રમણ સંસ્કૃતિ અને બીજી વૈદિક સંસ્કૃતિ. જૈન આચાર-વિચારનું પ્રતિનિધિત્વ માત્ર જૈન સંસ્કૃતિ કરતી હતી, અને જૈનધર્મનું પ્રતિબિંબ પણ તે જ પાડતી હતી. જૈનસંસ્કૃતિની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર હતા જૈન તીર્થંકર દેવો. પાછળથી બૌદ્ધ વિચારધારાને પણ શ્રમણ સંસ્કૃતિથી ઓળખવામાં આવી, પરિણામે “શ્રમણ સંસ્કૃતિ' શબ્દથી મુખ્યત્વે જૈન અને બૌદ્ધ એમ બંને વિચારધારાઓનું ગ્રહણ થવા લાગ્યું. બૌદ્ધ વિચારધારાના પ્રણેતા હતા મહાત્મા ગૌતમ બુદ્ધ. શ્રમણ સંસ્કૃતિનો ઉદય શું ભગવાન મહાવીરથી જ થયો ? એનો જવાબ છે ના. એ સંસ્કૃતિની આદિ જ નથી. શ્રમણ સંસ્કૃતિ કહો કે જૈનધર્મ કહો લગભગ એ એક જ અર્થને ધ્વનિત કરતા શબ્દો છે. જૈન' શબ્દ એ કોઈ વ્યક્તિનો વાચક નથી. નિના ઉપરથી “જૈન” શબ્દ નિષ્પન થયો છે. બિન શબ્દનો અર્થ-રાગ-દ્વેષ, અજ્ઞાન મોહાદિ દુર્ગુણોનો આત્મામાંથી સર્વથા ક્ષય કરી તેના પર જય મેળવનાર વ્યક્તિ થાય છે; અને RASARASHA
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy