SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ****************** **** *** *********** ******************** *** * છન્દોનો ઉપયોગ થયો છે, અને મોટા ભાગના છન્દો તો શોભન સ્તુતિમાં વપરાયા છે તે જ એક આ અપનાવ્યા છે. જુઓ પરિશિષ્ટ ન. ૨ * ૭. ઐન્દ્રસ્તુતિ એ સ્વતંત્રકૃતિ છે કે અનુકરણાત્મક? એન્દ્રસ્તુતિ એ સ્વતંત્ર રીતની મૌલિક રચના છે એવું નથી, પરંતુ તે એક અનુકરણાત્મક * કૃતિ છે. અને અનુકરણ કરવા માટે તેમની સામે પ્રધાન જ્ઞાની, ધ્યાની એવા શ્રી શોભન મુનિવરની બનાવેલી સ્તુતિચતુર્વિશતિકાનો આદર્શ હતો એ નિઃસંદેહ બીના છે. કારણ કે શોભન સ્તુતિ સાથે ઉપાધ્યાયજીની તમામ સ્તુતિઓ માત્ર વિષય કે છંદોનું જ નહિ પણ બીજી રીતે પણ મોટાભાગનું સામ્ય ધરાવે છે. પરંતુ એકલા સામ્યથી જ કંઈ અનુકરણાત્મક કૃતિ છે એમ ન કહી શકાય. ત્યારે એ માટેનો મજબૂત પુરાવો એ છે કે, ઉપાધ્યાયજીએ પોતાની # સ્તુતિમાં શ્રી શોભનમુનિજીનાં વાક્યોનાં વાક્યો અને પદોનાં પદો યત્કિંચિત્ ફેરફાર કરીને $ જેમનાં તેમ આહરી લીધાં છે. ચોથા ભાગની સ્તુતિઓ તો એવી છે કે જેમાં શોભનસ્તુતિમાં આવતાં કેટલાંક વિશેષણો માત્ર શાબ્દિક વિપર્યાસ સર્જીને મૂક્યાં છે. વળી છન્દ, યમકાલંકારના * પ્રકારો અને દરેક સ્તુતિના દેવ-દેવી સુદ્ધાં ('એકાદ અપવાદ બાદ કરીને) શ્રી શોભન મુનિવરે જે અને જે રીતે પસંદ કરેલા છે, પ્રાય: તે રીતે જ ઉપાધ્યાયજી મહારાજે અપનાવ્યા છે. તેથી શોભન સ્તુતિનાં પદ વાક્યો અને વિશેષણોનાં આહરણથી યમકાલંકારથી સભર સ્તુતિ નિર્માણ થઈ. એનું નિર્માણ કરવામાં તેમને કેવી સુગમતા થઈ તેનો સ્પષ્ટ ખ્યાલ નિમ્ન ઉદાહરણોથી આવી શકશે. शोभनस्तुति ऐन्द्रस्तुति पायाद् वः श्रुतदेवता निदधती तत्राजकान्तिक्रमौ सौभाग्याश्रयतां हिता निदधती पुण्यप्रभाविकमौ सुमते सुमते सुमतिं सुमतिं विभवाः विभवाः विभवं विभवं गान्धारि वज्रमुसले जयतः गान्धारि वज्रमुसले जगती जयति शीतलतीर्थकृतः सदा जयति शीतलतीर्थपतिर्जिने व्यमुचच्चक्रवर्ति लक्ष्मी० विगणितचक्रवर्तिवैभवं० भीममहाभवाब्धि० भीमभवोदधे० याऽत्र विचित्रवर्णविनतात्मजपृष्ठमधिष्ठिता बलिष्ठमधिष्ठता प्रभासुरविनतातनुभव नुदंस्तनुं प्रवितर मल्लिनाथ मे पृष्ठमनुदित। महोदयं प्रवितनु मल्लिनाथ मे। जलव्यालव्याव्रज्वलनगजरुग्बन्धनयुधो गजव्यालव्याघ्रानलसमिद्धन्धनरुजो हस्तालम्बितचूतलुम्बिलतिका यस्या दद्यानित्यमिताम्रलुम्बिलतिकाविभ्राजिहस्ता हितम् * ** * ****** ****** ***** *** ૧. માત્ર શોભનસ્તુતિમાં ૭૯ માં પદ્યમાં કપર્દિયક્ષની સ્તુતિ છે, જ્યારે ઐન્દ્રસ્તુતિમાં સરસ્વતીની છે. ************** [ ૨૧૧ ] k****************૪૪૪ ****
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy