SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ BBCBSEB BBીરીઝવી શકીશ કવીઝવણBEવી લીવ8989989988998840898ીક@8888888888888888998888888888888888 આ પ્રમાણે અહીં પ્રતિઓની વિસ્તૃત માહિતી પૂરી થાય છે. શાસનદીપક ઉપાધ્યાયજી એક ત્યાગી જૈન સાધુ હતા. જૈન સાધુ એટલે જ્ઞાનોપાસના છે જેટલું જ ક્રિયાકાષ્ઠની સાધનાને મહત્ત્વ આપનાર. એથી જેમને પ્રભાતકાળથી લઇને રાતના હું શયન-સમય સુધી નિશ્ચિત સમયે અનેક પ્રકારની દૈનિક-રાત્રિક ક્રિયાઓ માટે સમય ફરજિયાત આપવાનો હોય, વળી સામાજિક કે સાંબિક જવાબદારીઓ અદા કરવાની હોય અને એ સાથે સાથે સંખ્યાબંધ ગ્રન્થોનું વાંચન કરવાનું હોય. અને તે ય માત્ર સામાન્ય કોટિના જ નહિ, પણ છે છે ઉચ્ચ-ઉચ્ચતર ઉચ્ચતમ કોટિના પણ હોય કે જેમાં આગમિક, તાર્કિક, અને દાર્શનિક પ્રકારોને ગણાવી શકાય; એટલે કે જે વિષયો પ્રજ્ઞા અને પ્રતિભાને થકાવી દે. સાદા કહેવાતા શબ્દોમાં જ કહીએ તો ભેજાનું પૂરેપૂરું દહીં કરી નાંખે તેવા. પુનઃ અતિ શુષ્ક ગણાતા તર્ક, ન્યાય અને છે છે દર્શન-આમિકવાદોનાં વાંચન બાદ તે તે શાસ્ત્રસિદ્ધાંતોનું ચિંતન મનન અને પછી મંથન કરવાનું છે છે હોય, પછી જૈન દર્શનના સનાતન સિદ્ધાંતો સાથે બુદ્ધિતુલાથી સંતુલન કરવાનું હોય, જ્યાં જ્યાં સંતુલનનો મેળ ન લાગે ત્યાં ત્યાં પાછું તર્ક, દલીલોથી સચોટ નિરસન કરવાનું હોય, આટલું જ કરી બેસી રહીને તેઓશ્રીને માત્ર સ્વ આનંદને જ લૂંટવાનો ન હતો, પણ પોતાના આનંદમાં છે છે અન્યને પણ સહભાગી બનાવવાનો ઉદાત્ત ભાવ પણ બેઠો હતો. એટલે સત્યનું જે નવનીત તારવ્યું. તેને પોતાની વિશિષ્ટકોટિની બૌદ્ધિક પ્રતિભા અને સાર્વજનિક પ્રક્રિયાથી સગ્રાહ્ય અને @ સુપાચ્ય બનાવીને, પુનઃ ગ્રન્થ સ્વરૂપે સર્જન કરીને, સ્વયં લખીને પીરસવાનું હતું અને તે ય છે છે ભાષાની સંપૂર્ણ શુદ્ધતા જાળવીને. ત્યારે તો મનમાં એક જ તરંગ વારંવાર ઉડ્યા કરે કે આવી જે પરિસ્થિતિ વચ્ચે તેઓશ્રીએ શી રીતે સમય કાઢ્યો હશે? આપણે તો આનો બીજો કોઈ જવાબ છે ને આપી શકીએ! જવાબ એક જ હોઈ શકે કે મુખ્યત્વે તેઓશ્રીનો અસાધારણ કોટિનો પણ છે 31 મત્તમાંવ જ આમાં કારણ હતો. એમાં પણ જ્યારે પૂ. શ્રી મલ્લવાદીજીના ની ગ્રન્થ છે તે ઉપરથી નકલ કરવાનો તેઓશ્રીનો અદમ્ય ઉત્સાહ અને અવિરત પ્રયત્ન જોઇએ છીએ, ત્યારે છે તો તેઓશ્રીની સર્વોતમ કોટિની શ્રુતભક્તિ આગળ સહસા મસ્તક ઝૂકી પડે છે અને વૈખરી ધન્ય ધન્ય બોલી ઉઠે છે. નયચક્રગ્રન્થ એટલે દાર્શનિકવાદોનો સાગર. ભારતીય દાર્શનિક વાડમય અને જૈન છે છેસાહિત્ય-સંસ્કૃતિના મુગટમણિ જેવા ૧૮ હજાર શ્લોકમાન જેવડા, આ મહાકાય શાસ્ત્રગ્રંથની છે છે નકલ, સાત જૈન મુનિઓએ એક સાથે બેસીને “ઘળોન પૂરતો પ્રખ્યઃ' આ પંક્તિના સ્વકૃત છે. જ ઉલ્લેખથી પંદર દિવસમાં જ પૂરી કરી અને એ આદર્શની સંપૂર્ણ નકલ ૩૦૮ પાનામાં પૂર્ણ થવા છે હું પામી. એમાં ઉપાધ્યાયજી ભગવંતના ફાળે ૭૩ પાનાં લખવામાં આવ્યાં, જેનું શ્લોકમાન ૪૬૦૦ છે થી ૪૮00 નું થાય છે. પંદર દિવસો વચ્ચે તેની ફાળવણી જો કરીએ તો લખવાની સરેરાસ છે રોજના ત્રણસો શ્લોકની આવે. નિત્યક્રિયાઓને જાળવીને રોજના ૩૦૦ શ્લોકો લખી શકે ત્યારે @ સિદ્ધહસ્ત અને ઝડપી લહિયાની જેમ તેઓશ્રીનો લખવાનો પણ મહાવરો કેવો હશે? તેનો ખ્યાલ છે. આવી શકશે! વિશેષ વાત તો વળી એ છે કે સ્વકૃતગ્રન્યો તો લખે, પણ અચકૃત જૈન-અજૈન છે ગ્રન્થોની પણ તેઓશ્રીના જ હસ્તાક્ષરની કૃતિઓ મળે ત્યારે કોણ સાશ્ચર્યમના ન બને!
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy