SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવત્તા અને મહત્તાની દૃષ્ટિએ અનેકગણું વિશેષ છે. ટૂંકમાં કહીએ તો માનવજાતમાં આ માનવતાનો દીવડો પેટાવવાનું જે કામ, અખિલ વિશ્વમાં જૈન સાધુ-સાધ્વીઓ કરી રહ્યા છે, તે બેનમૂન છે, અજોડ છે અને અનુપમ છે. આની તોલે દુનિયાનો કોઈ સાધુ આવી શકે તેમ નથી. માનવજાતના કલ્યાણ માટે તીર્થંકરદેવે પ્રરૂપેલા જે ઉપદેશો જૈન સાધુ આપે છે, તેની સંપૂર્ણ તુલનામાં બીજો કોઈ ઉપદેશ ટકી શકે તેમ નથી. એવા શ્રેષ્ઠ તપસ્વી-ત્યાગી જૈન શ્રમણો, લોકકલ્યાણમાં ફાળો આપતા ઉત્તમ કોટિના સંન્યાસીઓ સામે, પૂજ્યભાવ, ભક્તિભાવ કે આદરભાવથી જોવાને બદલે ધૃણા, તિરસ્કાર કે અનાદરભાવની દૃષ્ટિ રાખવી, એ ભારતીય શાસકો માટે દુઃખદ અને શરમભર્યું છે. શાસકોનાં મુખો ભારતીય હોય અને ભેજાં જો અભારતીય હોય તો ભારતની મૂળભૂત અને ધર્મપ્રધાન સંસ્કૃતિનું યોગક્ષેમ શી રીતે થશે? આ એક ઘેરી ચિંતાનો વિષય છે. આર્યભૂમિની તમામ વિદ્યાઓ, કલાઓ, વહેવારો કે પ્રવૃત્તિઓ હંમેશા ધર્માભિમુખ અને ધર્મશાસ્ત્રને લક્ષમાં રાખીને જ કરવાની હોય છે, એમ ભારતીય અનેક ધર્મશાસ્ત્રો-ગ્રન્થો આપણને સ્પષ્ટપણે સૂચવે છે છે. છતાં આજના કેટલાક કાનુનોમાં ધર્મતત્ત્વની જે ઝલક હોવી જોઈએ તે હોતી નથી. પરિણામે S પ્રસ્તુત ધારાઓ આપણી ધાર્મિક કે આધ્યાત્મિક સંસ્કૃતિ માટે કે સંસ્કૃતિના રખેવાળો માટે બાધક થાવત્ વિઘાતક પણ બની જાય તેમાં નવાઈ નથી. એ માટેનો સીધો અને સારો ઉપાય તો એ છે કે, આપણા શાસકોને ભારતીય સંસ્કૃતિનું નું વાસ્તવિક દર્શન કરાવવું. ભારતીય આર્ય સંસ્કૃતિ, તેની ભવ્ય પરંપરા અને એ સંસ્કૃતિને , અવિચ્છિન્ન ટકાવી રાખનારાં સાધનો શું છે, અને એ સંસ્કૃતિમાં બીજા કયાં કયાં અંગો કે આ તત્ત્વોનો ફાળો છે? એનું સર્વાગી દર્શન, તેનો શ્રેષ્ઠ કોટિનો પરિચય, પુસ્તિકાઓ દ્વારા જો કરાવવામાં આવે તો તેનાં ઘણાં સારાં પરિણામો આવવા સંભવ છે. નહીંતર જેવા શાસકો તેવું છે શાસન રહેવાનું. આજે આપણી સંસ્કૃતિ માટે આપણને કેવું અને કેટલું ગૌરવ છે? તેનું માપ તો ઘડીક આત્મનિરીક્ષણ થાય ત્યારે જ નીકળી શકે. પરદેશીઓ પોતાની સંસ્કૃતિ માટે અથાગ અને અખૂટ ગૌરવ ધરાવે, અન્ય સંસ્કૃતિઓ કરતાં પોતાની સંસ્કૃતિને મહાન લેખાવે, જ્યારે તે તમામ સંસ્કૃતિમાં મૂર્ધન્ય સ્થાન ધરાવતી આર્યસંસ્કૃતિ માટે આપણાં જ ભારતીય ભેજાંઓ પર હું સ્વતંત્રતાની હવા લીધા પછી પણ, પોતાની ધર્મપ્રધાન અને મહાન સંસ્કૃતિ માટે લાઘવગ્રંથી થી ધરાવે, એના જેવી શોચનીય દશા બીજી કઈ હોઈ શકે! અરે! અહીંના રીતિરીવાજો, પરદેશી કે કાટલાઓથી જ માપવાની વાતો કરે. આને બૌદ્ધિક ગુલામી નહીં તો બીજું શું કહેવું! આ બધી બૌદ્ધિક ગુલામી મટી જાય તો ભારતના તેજ સમા, ભારતની સંપત્તિસમા જૈન સાધુઓ, અને અન્ય ઉત્તમ સંન્યાસીઓ માટે મહેનત કરીને ખાવ’ એવાં ઉતાવળીયાં વિધાનો કે ઉદ્ગારો કદી ર નીકળવા ન પામે. બીજી વાત એ છે કે તેઓ શરીરશ્રમને મહેનત કહે છે, પરંતુ તેઓ પોતાની આ વિવેકબુદ્ધિનો ચીવટથી ઉપયોગ કરે તો સ્વયં જોઈ શકશે કે–શરીરશ્રમ અને બૌદ્ધિકશ્રમ બેમાં કોનું મહત્વ વધારે છે? દેશના રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન વગેરે નેતાઓ કયો શરીરશ્રમ કરે છે? . જો નથી કરતા તો તેઓને શા માટે ગાદીએ બેસાડવામાં આવ્યા છે? એવી સામી દલીલ સહેજે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy