SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 4 શિક્ષકો અને વિદ્યાર્થીવર્ગનો ઉત્સાહ સતત ટકી રહે, એટલા માટે એક વિશાળ ફંડ શરૂ કર્યું. કરે આજે એ ફંડ પચાસ હજારે પહોંચી ગયું છે. હવે આ પાઠશાળાને આર્થિક ભય કે લાચારીમાંથી ન મુક્ત બનાવી દીધી છે. - આ કાર્ય બીજાની દૃષ્ટિએ ભલે સામાન્ય લાગતું હશે, પણ આજની પરિસ્થિતિમાં મારી પર દષ્ટિએ તો તેમના આ કાર્યો અન્ય કાર્યોમાં ખરેખર! યશકલગી જ ચઢાવી છે. આટલું મોટું તે તરતું ફંડ ધરાવનારી આ પાઠશાળા જેવી પાઠશાળા અન્યત્ર આંગળીને વેઢે ગણાવી શકાય એટલી પણ હશે કે કેમ! કોઈ કોઈ સ્થળે શ્રીસંઘમાં જ્ઞાનખાતાનાં ફંડો તો આથી પણ મોટાં છે, પણ માત્ર પાઠશાળા માટે આટલું વિશાળ ફંડ જવલ્લે જ જોવા મળે. - આ માટે મુનિશ્રી જ્ઞાનપ્રેમી આત્માઓના ખરેખર શતશઃ ધન્યવાદાઈ બન્યા છે. પ્રસ્તુત મુનિશ્રીના જેવી લાગણી રાખનારા અન્ય પૂજ્ય શ્રમણો જો નીકળી આવે તો આપણી કેટલીયે આ પાઠશાળાઓ પ્રાણવંતી બની જાય. આર્થિક નબળાઈઓનાં કારણે કેટલીક પાઠશાળાઓ કાં મરવાના વાંકે જીવતી હશે, કાં પ્રાણવિહીન હશે, પણ ખંતીલા સંચાલકો, ઉત્તમ શિક્ષકો અને સંગીન ફંડનો ત્રિવેણી સંયોગ થાય તો જૈનપ્રજામાં ભાવિ માટે ચિંતા કરવાની જરૂર ન રહે. છે પણ તેર મણનો “તો” ઉડી જાય ત્યારે ને! અન્ય સંસ્થાઓ : . આ સિવાય તેઓશ્રીએ જેને ધર્મોપકરણ સંસ્થાની પણ સ્થાપના કરાવી છે. આ સંસ્થા તે પોતાની શક્તિ મુજબ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ અને શ્રાવક-શ્રાવિકાદિની સેવાભક્તિનો જ સારો લાભ લે છે. ઉપર્યુક્ત કાર્યો ઉપરાંત વર્ધમાન તપખાતાની ચિરંજીવી સ્થાપના, નૂતન જિનમંદિરો સ્થાપિત 5 કરાવવા, અનેકને તપ, જપ, વ્રત, પચ્ચકખાણ આદિ તપત્યાગના માર્ગમાં જોડવા, અનેક પર અજૈનોને માંસ, મદિરા, જીવહિંસા, અભક્ષ્ય કે અપેયના પાપથી રોકવા, જીવહિંસા, દુર્બસનો આદિનો ત્યાગ કરાવવો, લોકકલ્યાણકર પ્રવૃત્તિઓ, જનતાનાં ચારિત્રની સુધારણા માટે કરેલા સ્વ-પરકલ્યાણસાધક અનેકવિધ પ્રયત્નો, અનેક સ્થળે શ્રીસંઘમાં સંપ-સુલેહ કરાવવી, વગેરે કાર્યોનો ખ્યાલ આપણને આ પુસ્તક વાંચવાથી મળી જાય છે. આજના શાસકોની વિચિત્ર વિચારધારા : આ પ્રમાણે ખરેખર જૈનમુનિઓ સ્થળે સ્થળે પગપાળા વિહરીને દેશની જનતાનું નૈતિક અને ચારિત્રનું ધોરણ ઉંચું લાવવા પ્રેરણા અને પ્રવચનદ્વારા પ્રબળ પરિશ્રમ ઉઠાવી રહ્યા છે, ત્યારે આવી પવિત્ર, ઉત્તમ, ઉપયોગી અને સ્વ-પરકલ્યાણ સાધતી સાધુસંસ્થા સામે, આજના શાસકો અને પ્રજામાં કોઈ વિચિત્ર વિચારધારા વહેવા માંડી છે. ભારત રાજકીય દૃષ્ટિએ ભલે સ્વતંત્ર થયું, પણ બૌદ્ધિક દૃષ્ટિએ સ્વતંત્ર થયું છે કે કેમ! એ વિચારણીય છે. પશ્ચિમાત્ય કે અભારતીય સંસ્કૃતિ ગોળ કાણામાંના ચોરસ ખીલા જેવી છે. ભારતીય સંસ્કૃતિ સાથે એ ભાગ્યેજ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy