SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ だっだっだっだっだっだっだっだっだっだっだっだだだだだだっだっだだだだったのがだ だだだ તે સ્થાન આપ્યું છે અને તદનુસારે દશમી ગાથામાં પશ્ચાતો જ્ઞાનદર્શને જ પાઠ રાખવો જોઈએ, અને આ એ જ સંગત હતું તો પછી પાઠ કેમ બદલ્યો? આ વાત બરાબર છે, પણ એ સંબંધી વિચારનિર્ણય છે દ્વિતીયાવૃત્તિ પ્રસંગે કરવા ધારું છું. અહીં પુન: યાદ આપું કે “સ શબ્દનો સૂચક પાઠ, મૂલસ્તોત્રપાઠમાં નથી જેથી અહીં તેનો વિચાર નથી કર્યો. આ પ્રમાણે બીજી રીતે ઉપર મુજબ મૂલમત્ર નિશ્ચિત થાય છે. છે –તો અમારે કયો મત્ર ગણવો? વાચકોને એમ થશે કે તમોએ તો ઉલટા અમને ભ્રમમાં નાંખ્યાં? હા, એમ લાગે ખરું! છે. પણ જો આ રીતે વિચારો કે વિકલ્પો રજૂ ન કરીએ તો અન્ય વિદ્વાનોનું આ તરફ લક્ષ્ય ખેંચાય નહિ અને ત્યાં સુધી સત્ય નિર્ણય કરવાની ભૂમિકા ઊભી થવા પામે પણ નહીં. આ એ હેતુથી જ અત્રે વિપ્રકીર્ણ રીતે છણાવટ કરી છે, જેથી અભ્યાસીજનોને સાચો પ્રમાણભૂત પાઠ - નિર્ણય લેવામાં, પ્રસ્તુત વિચારો સહાયક બને. પરિણામે પુનરાવૃત્તિ પ્રસંગે નિશ્ચિતપણે એક જ મૂલમંત્ર નિર્ણય આપી શકવાનું શક્ય બને. છે પણ અત્યારે અમારે બેમાંથી કયો ગણવો? હમણાં તો હું લાંબા સમયથી પ્રચલિત વર્તમાનમાં જે માત્ર ગણાય છે તે જ ચાલુ રાખવાની સલાહ આપી શકું, કારણ કે નવા પ્રકારને સુનિશ્ચિત કરવા આ અગાઉ બીજી કેટલીક વિચારણા કરવી જરૂરી છે. | ઋષિમંડલનો લઘુ મૂલમંત્ર 9% [Ė ગર્વ નમ:' છે. માત્ર નાનો છતાં પ્રભાવ મહાન છે તે માટે દરેક સાધકો માટે આનું પૂર્વ રટણ અત્યાવશ્યક છે. શ્રીંકાર આકૃતિ સર્વ વર્ણો ગર્ભિત કઈ અપેક્ષાએ છે, છીં બીજનું મહત્વ, ઋષિમંડલ સ્તોત્રનો સંક્ષિપ્તાર્થ અને તેને અંગેનું સુવિસ્તૃત સ્પષ્ટીકરણ ભવિષ્યમાં યથા સમયે પ્રગટ થશે. છેલ્લે છેલ્લે ગ્રન્થભંડારોના વહીવટદારોએ તથા સૌજન્યમૂર્તિ વિદ્વાન મિત્રવર્ય મુનિવર શ્રી ને પુણ્યવિજયજી મહારાજે, પોતાના સંગ્રહની હસ્તપ્રતિઓ આપી જે સહકાર આપ્યો છે, તે માટે છે તેઓનો અંતઃકરણથી આભાર માનું છું. પૂજ્યપાદ્ પરમકૃપાળુ ગુરુદેવો-આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા 2. આચાર્ય શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજની સત્પ્રેરણાથી આ કૃતિનું પ્રકાશન થવા પામ્યું - તેથી તેઓશ્રીનો પણ હું પરમઋણી છું. વિ. સં. ૨૦૧૨ યશોવિજય' : વસંતપંચમી, ================== [ ૧૫૬ ] == === == =====
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy