SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ************************************** - ૧૨ બારમાં પ્રકારમાં શરૂઆતના કારથી લઈને સુધીમાં એક ફૂ' બીજ વધારે છે અને એ અત્તમાં “તત્ત્વર્ણિમ્યો નમઃ” આવું વિચિત્ર વિધાન છે. ઉપરના આવા અનેક વિકલ્પોમાંથી યથાર્થ મૂલમંત્ર કયો? તે નક્કી કરવા અગાઉ એક જ કે સ્તોત્રના પૂનમંત્રમાં આવા પાઠભેદો અને વિકલ્પો કેમ ઊભા થયા? તે પણ જરા જોઈ લઈએ. આ ક ૧. પ્રથમ તો પ્રસ્તુત સ્તોત્રમાં મૂલમંત્રદર્શક ગાથાઓનો મૂલ પાઠ બે જાતનો મળે છે. - ૨. બીજું કારણ હસ્તપ્રતોમાં મૂલમંત્રદર્શક મૂલપાઠ આપેલો હોય તેને અનુસરીને જ મત્રોદ્ધાર ન લખતાં પ્રચલિત માન્યતાના વહેણોમાં તણાઈને લખવામાં લીધેલી સ્વેચ્છા મુજબની છૂટો અને તેના પરિણામે પાઠ કંઈ કહે, જ્યારે પાઠ નીચે આપેલો મંત્ર વળી જુદું જ કહે. આવી ને સ્થિતિ સર્જાવા પામી અને તેમાંથી મૂલમંત્રે ચિત્ર-વિચિત્ર સ્વરૂપ ધારણ કર્યું. ૩. વળી સંસ્કૃત ભાષાની અનભિજ્ઞતા તેમજ લિપિદોષ યા લિપિના વાચકના દોષને કારણે પણ આ આવી ભૂલો થવા પામે છે. અને એવા શતશઃ અનુભવો તદ્વિષયકવિજ્ઞોને થયેલા છે જ. ઉપરોક્ત કારણોનાં ઉદાહરણ તરીકે કેટલીક પ્રતોમાં તર્થિ -પંડ્યા (અથવા તળિ... એવો) પાઠ છે. એ આધારે મૂલમંત્રના પ્રારંભના મંત્રીબીજોમાં ત્રીજું રીંકાર બીજ તે હૃસ્વ નહીં તે પણ દીર્ઘ દ્રૌં હોવાનું જણાવે છે. જ્યારે અન્ય પ્રતિઓના “દ્ધિ-ત્રિ-પગ્ન-પાન એવા પાઠથી ત્રીજું બીજ હ્રસ્વ Éિ હોવાનું એ જ સૂચવે છે. - જો હૃસ્વ હિંનો સ્વીકાર કરીએ તો આદિ અને અત્તમાં દીર્ઘ જ હીં આવે છે તેને બદલે બંને જાતનાં બીજો પ્રાપ્ત થાય ખરાં, અને તે શોભનિક પણ બને છે. ગમે તે હો પણ બંને વિકલ્પોવાળા પાઠો જોવા મળે છે. વળી મત્રોદ્ધારવાળી મૂલગાથાઓમાં “સ' પદનો અક્ષરો દ્વારા કશો ઉલ્લેખ ન હોવા તે છતાં. મોટા ભાગની હસ્તપ્રતિઓમાં મંત્રોદ્વાર તરીકે લખેલા મૂલમંત્રમાં તે શબ્દનો સ્પષ્ટોલેખ . મોટા પ્રમાણમાં જોવા મળે છે. વિદ્યાભૂષણસૂરિકૃત ઋષિમંડલમંત્રકલ્પમાં “ર્શનજ્ઞાનસુસંગો’ : 2. આ પાઠથી સત્ અથવા ઉપલક્ષણથી સમ શબ્દ સહિત દર્શન-જ્ઞાન લેવાં જોઈએ એવો ધ્વનિ તે ને નીકળી શકે ખરો પણ પ્રચલિત સ્તોત્રપાઠમાં તેવો સૂચક પાઠ નથી. અલબત્ત બધી બાબતો | છે, પણ આ સ્તોત્રના મૂલપાઠથી તદ્દન અસંગત છે છતાં સ્તોત્ર-મત્રોના પાકોમાં કેટલીક વાર સકારણકારણ આવી છૂટો લેવાતી. ડભોઈના ભંડારની એક પ્રતિમાં તો : પછી “માવત પાર્શ્વનાથા, સિગાસા' આટલો મોટો પાઠ વધારો છે. ૧. ‘ત્રિ'ના પાઠ માટે લેખકના વાંચનદોષના કારણે લિપિદોષ ઊભો થતાં, ધીમે ધીમે દ્રવ્ય ના ‘ત્રિ' અક્ષરે, ત્રિનો અવતાર ધારણ કર્યો હોય એવું નથી ને? દિગમ્બર આસ્નાની પુસ્તિકામાં પણ બંને વિકલ્પો છાપેલા જોવા મળે છે તેમ છતાં કૃષિમંડનન્ય (પ્રકા. જૈનગ્રન્થરત્ન કાર્યાલય-મુંબઈ) નામની પુસ્તિકાના પ્રારંભમાં આપેલ શ્રી વિદ્યાભૂષણસૂરિ વિરચિત પિમંડન સ્તોત્ર-ચન્દ્ર ગાથા દસમીમાં “ત્રો-ઘીશ્વશ્વનાંના-રિસર્યમદિતોકસેવં ! આ પદના ઉઘ શબ્દથી દીર્ઘ રીં કારનું જ સૂચન થાય છે. એ જોતાં મુદ્રિત પાઠો ભરોસાપાત્ર ઠરતા નથી. ===== ========= [ ૧૫૧ ]================
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy