SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * ****************************** * ગુરુત્વાકર્ષણની શેષ વાત જ આ વિજ્ઞાનપૂર્તિના ૧૩માં પૃષ્ઠમાં ગુરુત્વાકર્ષણની વાત લખી છે. આ ગુરુત્વાકર્ષણની વાત આપણે ત્યાં જાણવા મળી નથી. આ વાત સાચી છે કે ખોટી તે વાત વિજ્ઞાનની દૃષ્ટિએ પણ પ્રશ્નાર્થક બની છે. જે લોકો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત યુરોપના વૈજ્ઞાનિકો પૈકી ન્યૂટને શોધી કાઢ્યો છે એવું સમજે છે તેઓ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ખોટો છે એવું માને તે સ્વાભાવિક છે. વૈજ્ઞાનિકો પ્રત્યે નફરત અને અવિશ્વાસ ધરાવતા હોવાથી જણાવું કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એટલે ચુંબકીય અસરની બાબત. પંદરસો વર્ષ ઉપર થએલા ભારતીય વૈજ્ઞાનિક ભાસ્કરાચાર્યે સિદ્ધાંત શિરોમણીના ગ્રન્થમાં ગોળાધ્યાયમાં ગતિથ મઢીતવા યત્ વગેરે લખી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ૧૫૦૦ વર્ષ પહેલાં રજૂ કર્યો છે. (જે વાત ૧૩માં પૃષ્ઠમાં જણાવી છે.) ભાસ્કરાચાર્યે ૧૫૦૦ વર્ષ પહેલાંના પ્રાચીનકાળમાં જ્યારે મહત્ત્વની કોઇ વૈજ્ઞાનિક શોધો યાત્રિક સાધનોનાં અભાવે શોધી શકાતી ન હતી, એવા સમયે ભાસ્કરાચાર્યે કઇ શક્તિ દ્વારા પૃથ્વીમાં આકર્ષણ-ચુંબકીય શક્તિ છે એવું શોધી કાઢ્યું હશે? તે ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે. દુનિયાના કોઇ વૈજ્ઞાનિકે આ શોધ કરી નથી. સેંકડો વરસ બાદ આખી પૃથ્વી ચુંબકીય વાતાવરણ વચ્ચે ઘેરાયેલી છે. આ વાત ન્યૂટને શોધી કાઢી છે. ગુરુત્વાકર્ષણના સિધ્ધાન્તને આજે કેટલાય વૈજ્ઞાનિકોએ દલીલોપૂર્વક માનવાનો ઇન્કાર કર્યો છે. થોડાં વર્ષ ઉપર કર્ણાટકના હુબલી ખાતેના એક વૈજ્ઞાનિક નવીન કે. શાહે પણ આ નિયમને પડકાર્યો છે, અને ન્યુ યુનિવર્સલ લો (નવો વિશ્વ નિયમ) રજૂ કર્યો છે. નવીન શાહે જણાવ્યું છે કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાન્ત બધે જો લાગુ પડતો હોત તો વિશ્વ સંકોચાઇ જવું જોઇએ, એને બદલે વિશ્વ વિસ્તૃત બનતું હોય તેમ દેખાય છે. ૨૩ વર્ષ આકાશમાં નિરીક્ષણ કર્યા પછી એમને આ રજૂઆત કરી છે. ઉપરથી ફેંકતા જે ચીજ નીચે આવે તેને ગુરુત્વાકર્ષણ સાથે કોઇ સંબંધ નથી. તે પ્રાકૃતિક બનતી ઘટના છે. વૈજ્ઞાનિકોની શોધખોળો પ્રત્યક્ષ અનુભવેલી નથી હોતી પણ યાત્રિક આંખો અને ગણતરી દ્વારા નક્કી થતી હોય છે. એમાં ખોટી રજૂઆતો પણ થઇ જવાનો પૂરો સંભવ છે, અને એવું ઘણું બધું બન્યું છે. * ૪૧ મારી એક આશા-અપેક્ષા અને વિનંતિ ****************************** ************************ જૈન દર્શન-ધર્મના સિદ્ધાંતો, નિયમો સાથે વિજ્ઞાનની કેટલીક બાબતો બિલકુલ બંધબેસતી નથી. જ્યારે કેટલીક બાબતો ઓછેવત્તે અંશે નિકટવર્તી સામ્ય ધરાવતી હોવાથી અને તે અંગે વધુ વિચારણા કરવી જરૂરી લાગવાથી મારૂં લખાણ પ્રાયઃ વાંચન કે શ્રવણ માત્ર બની રહેશે * આમ તો ૩૦-૪૦ વર્ષ દરમિયાન ભૂગોળ-ખગોળ અંગેની જે નોંધો કરી, વિજ્ઞાનને લગતા જરૂરી ગ્રન્થો જોયા તેના આધારે મારા વિચારોની બુક લખવાની ઇચ્છા બેઠી છે પણ હવે શક્યતા નથી. *********** [ ૧૩૩] *********************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy