SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ***************** *********** **** ****************************** એટલો થયો ન હતો. આકાશ સંશોધન માટે વેધશાળાઓ ન હતી, તેમજ જોવાં માટે દૂરબીનો ન હતાં, ભૂગોળ પ્રવાસ કરનારા સાહિસકો અને અનુકૂળ સાધનો ખાસ ન હતાં, એટલે આ ક્ષેત્રમાં બહુ ઓછા વિજ્ઞાનના રસિકો પ્રવૃત્તિ કરતા હતા, પણ સમય જતાં ખગોળશાસ્ત્રીઓ અને સાહસિકો જન્મ્યા અને જતે દિવસે સંશોધનનાં દરવાજા ખૂલી જતાં વિજ્ઞાનનાં ક્ષેત્રો ખૂબ વિકસતાં અને વિસ્તરતાં રહ્યાં. તેમજ છેલ્લા સૈકાઓમાં સંશોધનને માટે અનિવાર્ય એવાં દૂરબીનો પણ તૈયાર થયાં. જેનાં પરિણામે વિજ્ઞાને જંગી કૂચ કરી, દોટ મૂકી અને પછી હરણફાળ ભરી. પરિણામે વિજ્ઞાન અને ટેકનોલોજી પુરબહારમાં ખીલી ઉઠયું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ વગેરે શું છે, એ ઉપર તલસ્પર્શી સંશોધન કર્યું. આ તત્ત્વો ઉપર સારો કાબૂ ધરાવ્યો. અનેક ક્ષેત્રોમાં ન કલ્પી શકાય એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ટેકનોલોજી ક્ષેત્રે અનેક ચમત્કારો સર્ષ્યા, માનવબુદ્ધિને સ્તબ્ધ બનાવી દીધી અને દુનિયાને દંગ કરી, દુનિયાને પણ સાંકડી બનાવી દીધી. એક વખત વૈજ્ઞાનિકોને થયું કે એક વર્ષ સમર્થ દેશો બધા ભેગાં થઇને પૃથ્વીનાં અનેક રહસ્યોને બહાર લાવવા માટે નિર્ણય કરે અને જો બધા દેશોના વૈજ્ઞાનિકો કામે લાગી જાય તો પૃથ્વી સાથે સંબંધ ધરાવતી અનેક બાબતો-રહસ્યો બહાર આવે, જાણવા મળે. છેવટે ૭૦ રાષ્ટ્રોનો સહકાર મળ્યો, અને ઇ. સન્ ૧૯૫૭થી લઇ ઇ. સન્ ૧૯૫૮નાં સમયમાં એક વર્ષ સુધી અવિરત કાર્યો કરી નવાં રહસ્યો શોધવા માટે સહુએ ભેગાં મળીને આંતર્રાષ્ટ્રીય (International Geophysical Year) ભૂભૌતિક વર્ષ ઉજવવાની જાહેરાત કરી. ઇ. સન્ ૧૯૫૭ના જૂલાઇથી લઇને ઇ. સન્ ૧૯૫૮ ના ડિસેમ્બર એટલે ૧૭ મહિના સુધી પૃથ્વીની ચારે દિશામાં અનેક સ્થાનો ઉપર જાતજાતનાં પ્રયોગો અને સંશોધનો આદર્યાં. એમાં ધ્રુવીય પ્રકાશ, પૃથ્વીની ચુંબકતા, કોસ્મિક કિરણ વગેરેનું સંશોધન થવા પામ્યું. વાયુમંડળનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને અંતરીક્ષના સંશોધનોમાં ઘનિષ્ઠ વાયુમંડળ અને ગુરુત્વાકર્ષણના નિયમોને ભેદવા માટે માનવનું મગજ સ્તબ્ધ થઇ જાય એવી જાતનાં માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહો ઊભાં કર્યાં, રોકેટો તૈયાર કર્યાં. પ્રથમ રશિયાએ દુનિયાના ઇતિહાસમાં અને પૃથ્વીના આકાશી ઇતિહાસમાં પહેલીજવાર ઉપગ્રહ સ્પુટનિકને અવકાશમાં ચઢાવીને વિશ્વને સ્તબ્ધ કરી દીધું. રોકેટ અને ઉપગ્રહો છોડવામાં આવ્યાં. દક્ષિણધ્રુવ પ્રદેશનું અન્વેષણ તેમજ ભરતી-ઓટની ધારાઓની પરીક્ષા વગેરે અનેક બાબતોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવ્યું. માનવની બુદ્ધિ સ્થગિત થઇ જાય, જેની કલ્પના પણ ન આવે એવી એવી શોધો થવા પામી, તે પછી વિજ્ઞાનની તાકાત, શક્તિ વધી, તે પછી તેનાં નિર્ણયો પણ વધુ ચોકસાઇભર્યા અને વધુ વિશ્વસનીય ગણાવવા લાગ્યા. ઇ. સન્ ૧૯૫૭ના ૪થી ઓકટોબરે રશિયાએ માનવસર્જિત ઉપગ્રહ સ્ફુટનિકને અવકાશમાં પ્રક્ષેપિત કરી જગતને આશ્ચર્યચકિત કરી દીધું, તે જોઇને રશિયાનો પ્રચણ્ડ હરીફ કંઇ બેસી રહે ખરો? એટલે અમેરિકાએ પણ આ ક્ષેત્રમાં ઝુકાવ્યું, અને ઇ. સન્ ૧૯૭૦-૧૯૭૯ સુધીમાં માનવહિત યાનો તરતાં મૂકયાં. વિશ્વ પુનઃ સ્તબ્ધ બની ગયું. કંઇક લોકો તર્ક-વિતર્ક કરતાં *****料 [ ૧૨૫ ] ***************************************************** ****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy