SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ માન્યતા પ્રત્યે અપરિપક્વ માણસોનાં મનમાં કદાચ સંદેહ થાય કે આ સાચું કે ખોટું છતાં કે તે પોતાના ઇશ્વર પ્રત્યેની જામેલી શ્રદ્ધા અને માન્યતા છોડવા ભાગ્યેજ તૈયાર થાય છે. હા, અપવાદ હોઈ શકે છે. પ્રશ્ન-આટલાં બધાં વરસો જૂની આર્યભટ્ટની માન્યતા હિન્દુઓથી ઉલટી હતી તો પછી હિન્દુઓએ અને જૈનોએ આ સામે વિરોધ ઊઠાવ્યો હશે ખરો? ઉત્તર-આ બાબતમાં વાંધો ઊઠાવ્યાના કોઈ પુરાવા જાણવા મળ્યા નથી, અને એ વખતે તેમાં તો વિરોધ કરવા માટેની અનુકૂળતા પણ ન હતી. કેમકે વિરોધ કરવાનાં સાધનો ત્યારે ઉપલબ્ધ છે ન હતાં, ત્યારે વિરોધની પત્રિકા કે પુસ્તક કાઢવા માટે કોઇ પ્રેસ ન હતો, છાપાં ન હતાં, ટપાલ છે ન હતી. એ જમાનામાં વિરોધ કરવો હોય તો રૂબરૂ મળીને શાસ્ત્રાર્થ કરાતો હતો અથવા તેની રિ નકલો બીજાને પહોંચાડાતી હતી, એટલે વિરોધની સંખ્યા બહુ ટૂંકી રહેતી હતી. આમ છતાં કો બ્રહ્મગુપ્ત જેવા ખગોળ-ગણિતશાસ્ત્રીઓએ પોતાના પુસ્તકમાં આર્યભટ્ટની વાતનું ખંડન કર્યું હતું કે છતાં જીવનના અંતિમકાળમાં તેમણે આર્યભટ્ટનો મત સ્વીકાર્યો હોવાની વાત પણ મળે છે. તે પ્રશ્ન-આર્યભટ્ટે જે મત પ્રવર્તાવ્યો એમાં જૈનગ્રથોમાં એ મતનો કોઇ ઉલ્લેખ કે કોઇ કે અભિપ્રાય નોંધાયો છે ખરો? ઉત્તર-આર્યભટ્ટે જે ગ્રન્થો લખ્યા તેના ઉપરથી બીજી હસ્તલિખિત નકલો લખીને પ્રચારાર્થે તે મોકલવામાં આવતી હશે. જૈનાચાર્યો પાદવિહારી હોવાથી બધે વિહાર કરતા હોય છે. વળી 6 અન્ય મતમતાંતરોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરતાં હોય છે, અને પોતાને જરૂરી લાગે તે ધર્મના છે ગ્રન્થોનો સંગ્રહ કરતા હોય છે તેથી તે ગ્રન્થ દ્વારા એક હજાર વર્ષ પહેલાં આપણા સંઘમાં, તે કે સાધુ સંસ્થામાં આર્યભટ્ટના મતની સારી જાણ થયેલી હશે એટલે જૈનધર્મનાં આગમો પૈકીનું એક - બીજું મહત્ત્વનું માનનીય આગમ જેનું નામ “ગાવીરાંગ' સૂત્ર છે, તે ગ્રન્થના ટીકાકાર શીલાકોચાય . છે છે, જે એક સમર્થ વિદ્વાન ટીકાકાર હતા. તેમને આચારાંગની અર્થગંભીર ટીકા લખી છે. એ છે ટીકામાં એક સ્થળે પ્રસંગ આવતાં લોક કેવો છે? ત્યારે એના જવાબમાં ત્યાં કોઇના મત ટાંકતા મેં લખ્યું છે કે–“ભૂગોળ એટલે ગોળ એવી પૃથ્વી ફરતી છે અને સૂર્ય સ્થિર છે.” સંભવ છે કે રોડ Rઆ નોંધ આર્યભટ્ટના મતની હોય! પ્રશ્ન-આજના જમાનામાં (પ્રાય:) એક પંડિતે અને એક મુનિરાજે ગેલેલિયોની પરદેશની માન્યતા સામે વિરોધ કર્યો અને પોતાની બધી શક્તિ અને તાકાત કામે લગાડી, જૈનશાસ્ત્રો પ્રત્યેની પોતાની અડગ શ્રદ્ધા હોવાના કારણે સખત વિરોધ કર્યો પણ મારો સવાલ એ છે કે આ હજારો વર્ષ વીત્યાં છતાં ગેલેલિયો જેવી જ માન્યતા ધરાવતા આર્યભટ્ટની માન્યતા સામે કોઇએ છે, વિરોધ કેમ ન કર્યો? ઉત્તર-તેનું કારણ એ સમજાયું છે કે આર્યભટ્ટને કોઈ જાણતું નથી. આર્યભટ્ટની ૧. જુઓ શીલાંકાચાર્યની ટીકા, ૧૯માં સૂત્રની ટીકા. =============== [ ૧૧૬ ] keeeeeels-sessesses
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy