SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * *********************** સમુદ્રમાંથી બહાર આવ્યાં અથવા છીછરા સમુદ્રમાં રહ્યાં. આજે ઇરાની અખાતમાં અને કાસ્પિયન સમુદ્રમાં તેલનાં કૂવા ખોદાય છે તે આ ટીથીસ સમુદ્રની ભેટ છે. ******************************************************* આમ ઇન્ડોનેશિયન અને બ્રહ્મદેશથી શરૂ થતો તેલ ક્ષેત્રોનો પટ આસામમાં છે. કારણકે આસામ કરોડો વર્ષ સુધી સમુદ્રમાં રહેલો, પણ મેઘાલયમાં નથી. કારણકે તે અગ્નિકૃત ખડકોનો બનેલ છે. ત્રિપુરામાં ગેસ નીકળ્યો છે અને બંગાળમાં પણ તેલ નીકળવાની આશા છે. એવી રીતે કાશ્મીરમાં પણ આશા છે અને પશ્ચિમ રાજસ્થાનમાં ગેસ હોવાનું જણાય છે. આપણને તેલ અને ગેસ મળે તે માટે કુદરતે કરોડો વર્ષ સુધી કેવી ઉથલપાથલ કરી છે? ઉપર જણાવ્યું તેમ પરાવર્તનો થતાં જ રહે છે.” (લેખકની વાત પૂરી થઇ) આજે કોઇ એમ કહે કે આટલો મોટો હિમાલય* આ ધરતી ઉપર હતો જ નહિ, તો તે વાત તમારા માનવામાં આવે ખરી? પ્રથમ દૃષ્ટિએ તો આ વાત કોઇ પણ ના માને પરંતુ મહાન વૈજ્ઞાનિકોએ, ઇતિહાસકારોએ સંશોધન કરીને જાહેર કર્યું છે કે, દોઢ કરોડ વર્ષ પહેલાં હિમાલયની જગ્યાએ તેની આસપાસ ઉત્તરપ્રદેશમાં છીછરો ‘ટીથીસ’ સમુદ્ર હતો, ત્યાં જોરદાર ધરતીકંપ થયો, ધરતી ફાટી અને એમાંથી હિમાલય ધડાક લઇને બહાર નીકળી આવ્યો. શરૂઆતમાં થોડો બહાર નીકળ્યો પછી વારંવાર ધરતીકંપ થવાના પરિણામે તે ધીમે ધીમે બહાર નીકળતો ગયો અને ઊંચો નીકળતો ગયો તેમજ સ્થિર થયો. ત્યાં રહેલાં સમુદ્રનાં જળ ધરતીમાં ઊતરી ગયાં કે ધરતી બહાર ફેલાઇ ગયાં. આજના હિમાલયની ઉત્પત્તિ આ રીતે માનવામાં આવી છે. હિમાલય અને હિમાલયની આસપાસમાંથી સમુદ્રનાં જીવજંતુઓના અવશેષો આજે પણ મળે છે. અમારી પાસે ઘણા સંન્યાસીઓ, વેપારીઓ નાના નાના પથ્થરના શંખો લઇને વેચવા આવ છે. આ શંખો નવી જાતના જોયા. તે માટે પૂછપરછ કરી ત્યારે જાણ્યું કે આ શંખો બીજા પથ્થરની સાથે જોડાયેલા હોવાથી તેને કાપીને જુદા પાડવામાં આવે છે, એટલે આ શંખોની ધાર કાપેલી જ રહે છે એમ સંન્યાસીઓનું કહેવું થયું. ઉત્તરપ્રદેશમાં વિશાળ સમુદ્ર હતો, એ તો ઘણાં વરસોથી જાણ્યું હતું. કેમકે સેંકડો શંખો એ ધરતી ઉપર ચોંટી ગએલા અને પછી પથ્થર જેવા થઇ ગએલા પથરાળમાંથી કાપી કાપીને મળતા જ રહ્યા છે. શંખો સમુદ્રો-જળની પેદાશ છે. ધરતીની નથી, એ નિશ્ચિત હકીકત છે. આ બધા શંખો જમણા હોય છે. એ શંખનું દળ ખૂબ હોય છે અને તેની અંદર હીરાકણી જેવી ચમકતી રેતી ભરેલી હોય છે. આ શંખો આજે સંગ્રહરસિક જૈનસાધુઓ અને ગૃહસ્થો પાસે છે. જાડું ઉત્તરપ્રદેશના ઉપરના વિભાગમાં સમુદ્ર હતો. તેનો એક પુરાવો શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત ‘ત્રિષષ્ટિશલાકા'માં આદીશ્વર ચરિત્રમાં નોંધાયેલો મળે છે. કરોડો વર્ષ પછીની વાત શ્રી હેમચંદ્રાચાર્યજીએ કોઇ ગ્રન્થના આધારે જ નોંધી હશે. સેંકડો અબજોનાં અબજો વરસોમાં આ ************************************************* * તે રીતે શત્રુંજય ધરતીમાં ગરકાવ થતો જાય છે. આ પર્વતનો તળ વિસ્તાર આદિકાળમાં ૫૦ યોજનનો અને ઊંચાઇ ૮ યોજન હતી, અને આ અવસર્પિણીમાં પાંચમા આરાના અંતે સાત હાથનો રહેશે. *********** [102] *****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy