SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ દ થઇ, કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં, કેવી કેવી અકલ્પનીય કુદરતી આપત્તિઓ અને આફતોથી કેવી રીત છે રહસ્યમય ઘટનાઓ બની તે જાણવા નીચે વિસ્તૃત ઉપલબ્ધ અખબારી નોંધ ટાંકી છે તે વાંચો. નીચેની પ્રસ્તુત નોધ સાંયોગિક પુરાવાઓ અને અનુમાનો દ્વારા લેવાયેલા નિર્ણયથી નિશ્ચિત કરેલી છે, માટે તે બધી જ સાચી છે તેવું સર્વથા સ્વીકારી લેવાની જરૂર નથી. ફક્ત ધરતીના ભૂતકાળનું સમગ્ર ચિત્ર તમારા ખ્યાલમાં આવે અને તમારી સમજનું ફલક વિસ્તૃત બને એ જ ખાતર આપી છે. ધરતીનો ઇતિહાસ પણ કેવો હોય છે તે વાંચી વાચકો સાશ્ચર્ય અનુભવશે. - સૂચના–પ્રસ્તુત નોધ નીચે મુજબ છે. આજથી આશરે ૩૫ કરોડ વર્ષ પૂર્વે ખંડો એકબીજાથી દૂર ખસી ગયા હતા. પરંતુ ગોડવાના ખંડ, દક્ષિણ પૂર્વમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી માંડીને હિન્દી મહાસાગર વિંધ્યાચલથી દક્ષિણનો ભરતખંડ, દક્ષિણ અરબસ્તાન, સહારાની દક્ષિણનો આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના પૂર્વભાગને આવરી લેતો હતો. બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર પણ એ ખંડમાં સમાઈ જતા હતા. તે પછી વધુ ઉથલપાથલો થઈ. આપણા દેશની જ વાત કરીએ તો સાઠ કરોડથી સો કરોડ વર્ષ પહેલાં કચ્છથી મેઘાલય સુધી રેખા દોરો તો તેની ઉત્તરે સમુદ્ર હતો, એટલું જ નહીં પણ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગ સમુદ્રમાં ડૂબેલા હતા. સાઠ. કરોડ વર્ષ પહેલાં આ સમુદ્ર નાનો થતો ગયો અને કચ્છથી મેઘાલય સુધીની રેખાની ઉત્તરે જે સમુદ્ર હતો તે વિસ્તરતો ગયો. તે પછી ૪૪ કરોડથી ૫૦ કરોડ વર્ષ પહેલાંના ભરતખંડમાં દક્ષિણ ભારતના સમુદ્રનો લોપ થયો. ૨૨ કરોડથી ૨૮ કરોડ વર્ષ પહેલાં ભરતખંડના ટુકડા થઇ ગયા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત વગેરે સમુદ્રમાં હતા અને આ સમુદ્ર ભરતખંડના બે ટુકડા કરીને આસામમાં જતો હતો. આપણે એમ કહી શકીએ કે આસામમાં અને ગુજરાતમાં તેલ બનાવનાર જીવો અને તે વનસ્પતિ આ સમયે કામે લાગી ગયાં હતાં. ૧૮ કરોડથી ૧૨૨ કરોડ વર્ષ પહેલાં કચ્છ, કે સૌરાષ્ટ્ર અને ગુજરાત સમુદ્રમાંથી બહાર આવી ગયાં હતાં, પરંતુ ૧૩૩ કરોડથી ૧૮ કરોડ છે વર્ષ પહેલાં તેઓ ફરીથી ડૂબી ગયા હતા. આ બધા સમય દરમિયાન ટાપુ તરીકે લંકાનું અલગ અસ્તિત્વ ન હતું, તે દક્ષિણ ભારત સાથે જોડાયેલ હતો. સાત કરોડથી ૧૩૩ કરોડ વર્ષ પહેલાં ભરતખંડમાં ફરીથી પ્રચંડ ઉત્પાત થયા. આજે હિમાલય છે ત્યાં સમુદ્રમાંથી જ્વાળામુખીઓ ભભુકતાં હતાં. સૌરાષ્ટ્રમાં જ્યાં ત્યાં ધરતીમાં છે તિરાડો પડી હતી અને તેમાંથી લાવારસ વહેતો હતો, પરંતુ પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ તળ 6 ગુજરાતનો ઘણો પ્રદેશ દરિયામાં ડૂબી ગયો હતો. લંકાનો ટાપુ ભારત સાથે સર્વ રીતે હજી કે . જોડાયેલ હતો અને ગુજરાતના કાંઠાથી લંકા સુધી સમુદ્ર ન હતો. ધરતીનો વિશાળ ખંડ આફ્રિકા ૬ ભણી પથરાતો હતો. મહારાષ્ટ્ર દખણ), વિધ્યપ્રદેશ, છોટાનાગપુર (દક્ષિણ બિહારી વગેરે Recedeeeeeeeeeeeeese [ ૧૦૬ ]essessessessessesses
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy