SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※ 2 જેનોએ એક લાખ* યોજનનો જંબૂદ્વીપ છે એમ જણાવ્યું છે. એ જંબૂદ્વીપના કેન્દ્રમાં એક સર્વે લાખ યોજને મેરુપર્વત છે તેમજ તેમાં સંખ્યાબંધ પહાડો, પર્વતો, નદીઓ અને વિવિધ નગરો, ૮ શહેરો અને ક્ષેત્રો છે. વૈજ્ઞાનિકશક્તિ મુખ્યત્વે યાત્રિક છે અને તેથી તે મર્યાદિત છે એટલે આ કે બધાનો યત્કિંચિત ખ્યાલ ન આવે તે સ્વાભાવિક છે. આપણી વર્તમાન દુનિયા આ જંબૂદ્વીપના દે ઠેઠ છેડે આવેલા ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગમાં આવેલી છે, અને દક્ષિણ વિભાગ જ્યાં પૂરો ન થાય છે ત્યાં છેડે જ જંબૂઢીપનો ૧૨ યોજન ઊંચો જંગી કિલ્લો આવેલો છે. દક્ષિણ આ કે ભારતમાંથી મહાવિદેહ પહોંચવા માટે ઉત્તરદિશામાં પ્રયાણ કરવું પડે. એ ઉત્તરદિશામાં જઈએ : છે તો વચ્ચે વચ્ચે મોટાં મોટાં પહાડો, ક્ષેત્રો છે અને દ્વિીપના સેન્ટરમાં મહાવિદેહક્ષેત્ર, મેરુપર્વત છે વગેરે વસ્તુ-સ્થાનો જોવા મળે. કે હવે અહીં પ્રશ્ન એમ થાય કે અનેક અવકાશયાનો, જંગી ઉપગ્રહો અને રોકેટો વગેરેનાં : તે જંગી પ્રયોગો ચાલુ રહ્યા છે છતાં પણ તેઓ વર્તમાનદશ્ય પૃથ્વીથી ઉત્તરમાં કંઇક આગળ છે કે એવો અણસાર પણ મેળવી શક્યા કેમ નથી? તે વિચારમાં મૂકે તેવી બાબત છે. મુશ્કેલી એ કે છે કે વિજ્ઞાને આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે દશ્ય પૃથ્વીને આકાશમાં ગોળાકારરૂપે કે અદ્ધર છે એમ સ્વીકાર્યું છે, એટલે પૃથ્વીનાં દક્ષિણ અને ઉત્તર ભાગના બે છેડા પૃથ્વીની સાથે એ જ સંલગ્ન છે અને આ સંજોગોમાં આ પૃથ્વી સાથે અદશ્ય એવી પૃથ્વીના જોડાણનો આપણે Gk વિચાર જ કરવાનો ક્યાં રહ્યો? પૃથ્વીને દડા જેવી ગોળ માની, ગોળો માન્યો, આકાશવર્તી (બે રીતે) ફરતી માની. એ એ ગોળાની ચારેબાજુએ ખાલી આકાશ-આકાશ જ છે. આ પૃથ્વી જોડે ઉપર નીચે બીજી મોટી 2 કોઇ વસ્તુનો સંબંધ નથી. સ્વાભાવિક રીતે વળી એમણે તેનું માપ પણ નક્કી કરી નાંખ્યું એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે દિશામાં જૈનધર્મની દૃષ્ટિએ જંગી વિરાટ ધરતીનું જોડાણ હોવા 2. છતાં વૈજ્ઞાનિકોને તો આ વાતનું સ્વપ્ન પણ ક્યાંથી આવે? દક્ષિણમાં જંબુદ્વીપનો કિલ્લો અને 2 કિલ્લા પછી લાખો યોજનાનો લવણસમુદ્ર છે. જે આપણી ધરતી સાથે જ જોડાએલો છે પણ તે વિજ્ઞાનિકોએ કલ્પેલી જે પૃથ્વી છે તે પૃથ્વીના દક્ષિણનો છેડો જેને દક્ષિણધ્રુવ કહેવાય છે, ત્યાં 2 આગળ હજારો ફૂટની ઊંચાઇમાં બરફ પથરાએલો છે અને ત્યાં આગળ વૈજ્ઞાનિક પૃથ્વીનો ગોળો સમાપ્ત થાય છે, એટલે આકાશમાં અદ્ધર ધૂમતા પૃથ્વીના ગોળા સાથે જંબૂદ્વીપના કિલ્લા - વગેરે સાથે વિચારવાની કે સરખાવવાની વાત જ ક્યાં રહી! આપણે ત્યાં થોડી ઘણી ભૂગોળ વિષયની અભ્યાસી વ્યક્તિઓ છે. તેઓ તરફથી એવું હે કહેવામાં આવે છે કે ઉત્તરધ્રુવથી આગળ ઉત્તર તરફ વિમાનો ગયાં હતાં પણ ત્યાં એટલો બધો ઘોર અંધકાર, હવાની વિષમ પરિસ્થિતિ અને અતિ ઠંડી એ બધું એવું હોય છે કે વિમાનો એ તે દિશામાં આગળ વધી શકતા નથી. આ વાતો કરનારા કોઈ આધારે કહે છે કે કલ્પનાથી તે ખબર નથી. * પ્રમાણાંગુલે માપીએ તો ૪૦૦ લાખ યોજન થાય.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy