SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 8*** ***************************************** ************************** આ ઉપરથી આપણે સમજવાનું એ છે કે જૈનધર્મની માન્યતાથી વિપરીત માન્યતાઓ બધી જ સાચી છે એવું માનવું જરૂરી નથી. એમની ઘણી માન્યતાઓ સાથે અનુમાન અને કલ્પનાઓ ઘણી જોડાયેલી છે. કદાચ એક દિવસ એવો પણ આવે જૈનધર્મની ભૂગોળ અને ખગોળની માન્યતાઓ મહત્ત્વની અને મુખ્ય મુખ્ય બાબતો જે છે તે સાચી છે એવું પુરવાર થાય તો નવાઇ નહીં. એક વાત સમજી લેવી જોઇએ કે જૈન તીર્થંકરોએ જે કહ્યું તેનો જૈનાગમોમાં મોટાભાગે સંગ્રહ કરવામાં આવ્યો છે. જૈન તીર્થંકરોએ દૂરબીનથી જણાવ્યું નથી પણ તેમણે જ કેવળજ્ઞાન થયું હતું, જેને ત્રિકાલજ્ઞાન કહેવાય છે એ જ્ઞાનચક્ષુથી ત્રણેયકાળની વિશ્વની વ્યવસ્થા, સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થા, જૈન ભૂગોળ-ખગોળની શું સ્થિતિ છે તે બધી નજરોનજર જોઇ છે અને પછી સ્થૂલ સ્થૂલ જરૂરી બાબતો જણાવી છે. જો વિજ્ઞાનની માન્યતા સ્વીકારીએ તો તેને તો જંબૂટ્ટીપ સાથે કશું સગપણ જ નથી રહેતું. એ ન રહે એટલે મહાવિદેહ, મેરુપર્વત બધી બાબતો ઉડી જાય. વિજ્ઞાનકથિત પૃથ્વી તો આકાશમાં અદ્ધર ઘૂમે છે. પરિણામે અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું, પહેલી નરક વગેરે બધાનું અસ્તિત્વ જ ખતમ થઇ જાય, તે આપણે ચલાવી શકીએ તેમ નથી. તીર્થંકરોની વાણી અસત્ય, ભ્રમણાત્મક કે અધૂરી હોય તે સ્વીકારી શકીએ તેમ નથી. અલબત્ત ભૂગોળ અંગે વિશેષ જાણકારીની જરૂર નથી હોતી, કેમકે આ ધરતી ઉપરની ભૂગોળ અશાશ્વત છે પરંતુ ખગોળ એ શાશ્વત ચીજ છે. ખગોળ બાબતમાં જૈનધર્મે જેટલું જણાવ્યું છે તેની આગળ આજના વિજ્ઞાને સૂર્યમંડળ આકાશી ગ્રહોથી વધુ કશું જ જણાવ્યું નથી. જ્યારે જૈનખગોળકારોએ તો ગ્રહોથી ઉપર અસંખ્ય વિમાનો, દેવોની મહાતિમહાસૃષ્ટિ વગેરે વર્ણવ્યું છે. લેખાંક-૪ ગુરુત્વાકર્ષણ શક્તિ અને પૃથ્વી અંગેની માન્યતાનું સહુથી પહેલું (એટલે કે ઇ. સન્ ૪૭૫ની આસપાસમાં) કથન કરનારા વૈજ્ઞાનિકો ભારતના છે નોંધ-જૈનગ્રન્થોમાં ગુરુત્વાકર્ષણની વાત જોવા મળી નથી એમ છતાં ગુરુત્વાકર્ષણની વાત પરદેશના વૈજ્ઞાનિકે પ્રથમ જાહેર કરી છે, આવું કેટલાક સમજે છે તે વાત બરાબર નથી. આ શોધ ભારતના જ વૈજ્ઞાનિકે સેંકડો વરસ ઉપર કહેલી છે. પૃથ્વી ફરે છે અને તે ગાળ છે, તે વાત સહુથી પહેલી ભારતના વૈજ્ઞાનિકે કરી છે તે અને બીજી બાબતો આ લેખમાં લખી છે. * ******************************************************* ******** [100] *******************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy