SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ******************************************************* *********** અને રોકેટને મોકલવાના ધક્કા દ્વારા રોકેટ સહિત અવકાશયાનને આકાશમાં ફેંકવામાં આવ્યું અને આકાશની અંદર પૃથ્વીને ફરતી સેંકડો પ્રદક્ષિણા દઇને એ અવકાશયાન ધરતી ઉપર સમુદ્ર ઉપર ચોક્કસ જગ્યાએ ઊતારવામાં આવ્યું અને અવકાશયાનમાં પ્રવાસ કરી આવેલા બંને યાત્રિકોને જહાજમાં બેસાડીને અમેરિકામાં લાવવામાં આવ્યા. ત્યારપછી ઘણાં યાનો-ઉપગ્રહો આકાશમાં ઘૂમતાં થયાં, એપોલો, વોયેજર વગેરે ઉડાડયાં. આ શોધખોળથી ખગોળના વૈજ્ઞાનિકોમાં અસીમ ઉત્સાહનું મોજું ફરી વળ્યું. કેમકે હવે તેઓ ધાર્યા નિશાનો લઈ શકશે. રોકેટ અને અવકાશયાનનો વધુ ઇતિહાસ લખવા માટેનું આ સ્થાન નથી. મારે જે વાત કહેવી છે તેના અનુસંધાન પૂરતી ઉપરની વાત લખવી પડી છે. વૈજ્ઞાનિકોના હાથમાં હવે અંતરીક્ષમાં ચેતન કે જડ ગમે તે વસ્તુ લઇ જવા માટેના દ્વાર ખુલ્લાં થઇ ગયાં. પૃથ્વી ઉપરના દૂરબીનથી અંતરીક્ષને સ્પષ્ટ જોવામાં આકાશમાં કેટલીક મુશ્કેલીઓ થયા કરતી એટલે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે હવે વેધશાળાને આકાશમાં જ લઇ જવાય તો આકાશી દૂરબીનથી ખગોળનાં ઘણાં સત્યો જાણી શકાય. હવે અવકાશયાનનું સાધન તૈયાર હતું પણ અવકાશયાનમાં કામ કરી શકે તેવું દૂરબીન જો તૈયાર થાય તો અંતરીક્ષમાં દૂર ડિસ્કવરીએ દૂર ઊંડે જોઇને વિશ્વનાં અજ્ઞાત રહસ્યોને શોધી શકાય, એટલે અમેરિકાની સ્પેસ સેટલ આ સાલના (ઇ. સન્ ૧૯૪૫) એપ્રિલ મહિનામાં હબલ નામના દૂરબીનને સ્પેસ સટલ દ્વારા આકાશમાં ચડાવી દીધું અને આ સંશોધનાત્મક ક્રાંતિકારી દૂરબીનને પૃથ્વીમંડળના વાયુમંડળની અંતરીક્ષમાં તેની કક્ષામાં તરતું મૂકાયું. આ દૂરબીન વિશ્વના તાગ કાઢશે અને નવાં નવાં રહસ્યો શોધી કાઢશે એમ વૈજ્ઞાનિકો જણાવે છે. આ હબલ દૂરબીન કેવાં ક્રાંતિકારી પરિણામો લાવશે તેના માટે વૈજ્ઞાનિકોએ જે તર્કો કર્યા છે, જે કલ્પનાઓ કરી છે, તે નીચે મુજબ જણાવી છે. ૧. આજસુધીનાં વિશ્વ અંગેના વિચારોમાં જડમૂળથી ફેરફાર કરશે. ૨. તારાઓને ગ્રહમાળાઓ છે કે નહિ તે જણાવશે. ૩. વિશ્વનાં ઘણાં દણાં અજ્ઞાત રહસ્યોને છતાં કરશે. ૪. કેટલાક વૈજ્ઞાનિકો એમ માને છે કે આ દૂરબીન આપણાં વિશ્વ વિષેના કેટલાય ખગોળ સિદ્ધાન્તોને જૂનાં સાબિત કરે તો ના નહીં. ૫. આ હબલે વિશ્વ કેટલું મોટું છે, તે વાત વૈજ્ઞાનિકોએ પણ જણાવી છે. આ હબલ દૂરબીન ‘આ વિશ્વ મહાવિસ્ફોટથી ઉત્પન્ન થયું છે અનાદિકાળથી જેવું છે તેવું જ આજે છે' તે ઉપર પ્રકાશ નાંખશે. વૈજ્ઞાનિકોને સૂર્યમંડળની રચનાની કેટલીક ગૂંચવણ છે તે હજુ પૂરેપૂરી સમજાણી નથી અને તેથી કાશવર્તી મંદાકિનીઓની રચના અને ગૂંચવણ ખગોળ વૈજ્ઞાનિકોને મૂંઝવી રહી છે. પોતાનું જન્મ-મરણનું ચક્ર છે કે નહિ, બીજે ક્યાંય જીવન છે કે નહિ, વિશ્વ કેટલું મોટું છે તે હવે ચોકસાઇભરી રીતે આ દૂરબીન શોધી કાઢશે. વિશ્વને ૧. વિશ્વનાં માત્ર પાંચ રાષ્ટ્રો પોતાનાં રોકેટો દ્વારા ઉપગ્રહો ચઢાવે છે. એમાં ભારતે પણ નંબર નોંધાવ્યો અને રોહિણીને આકાશમાં ફેંકયું, તે ઉપગ્રહ બની ગયું. ત્યારપછી ભારતે એપલ, આર્યભટ્ટ, ભાસ્કર નામનાં ઉપગ્રહો ચઢાવ્યાં. ********************************************** ***************** [<<] *****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy