SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈને કાંઈ નવું પીરસ્યા કરે છે. આ પ્રસ્તાવના સંગ્રહ પુસ્તક પણ જૈન સમાજમાં એક નવો ચીલો ચાતરનાર છે. પૂજ્યશ્રીની સંપૂર્ણ દેખરેખ-માર્ગદર્શન નીચે તૈયાર થયેલ અને પાયામાંથી જેમાં ભાગ આપેલ છે તે પાલીતાણામાં આવેલ જૈન સાહિત્ય મંદિરની રચનામાં પણ અનેક વિશેષતાઓ પૂરી બેનમૂન બનાવ્યું છે. એમાં અનેક વિશિષ્ટ રચનાઓ કરી છે. પૂજ્ય સાગરજી મ. સા. (લોક પ્રસિદ્ધ નામ) જ્યારે સાહિત્ય મંદિર જોવા પધાર્યા તે વખતે પૂજ્ય મુનિશ્રીએ (તે વખતે મુનિ--હાલ આચાય સાહિત્યમંદિર સાંગોપાંગ વિશિષ્ટતાઓ સાથે બતાવ્યા પછી બહાર નીકળી સાગરજી મ. સા.ને ઉપર જોવાનું કહ્યું ત્યારે સાગરજી મ. સા. કહે ઉપર પૂજ્યશ્રીએ જ્યારે મકાનમાં સૌથી ઉપરના ભાગમાં કઠેડામાં બનાવવામાં આવેલ ૪૫ આગમોની પથ્થરમાં બનાવેલી રચના બતાવી. ત્યારે તેઓશ્રી આનંદથી એકદમ બોલી ઊઠ્યા અલ્યા આવો વિચાર તને ક્યાંથી આવ્યો? કેવી સુંદર ગોઠવણ કરી છે. તે સારી બુદ્ધિ ચલાવી. ૪૫ આગમના ક્રમશઃ નંબર જ્યારે અગિયાર અંગ, બાર ઉપાંગ, દશ પયન્ના, છ છેદસૂત્ર, ચાર મૂલસૂત્ર અને બે ચૂલિકા તેના જુદા જુદા કલર અને તેમાં તેના નામ અને નંબર આ રીતે પીસ્તાલીસે પીસ્તાલીસ આગમો પુસ્તકાકારે કઠેળામાં બનાવવામાં આવ્યા છે. જેથી નીચેથી જોનારને સહજ રીતે જ ખ્યાલ આવી જાય કે આ કોઈ પુસ્તકાલય કે સાહિત્ય મંદિર છે. આ રીતે પૂજ્યશ્રીએ જૈનસમાજને કાંઈને કાંઈ નવું આપ્યું છે, આપતા રહ્યા છે. તેઓશ્રીની જે પણ કૃતિઓ હોય તે એટલી આદરણીય બની છે કે તેની અનેક આવૃત્તિઓ થઈ છે. પૂજ્યશ્રીએ જૈનસમાજને જે જે અણમોલ ભેટો આપી છે. તેમાં સર્વોચ્ચ સ્થાન ભગવાન શ્રી મહાવીરસ્વામીજીનું ચિત્રસંપુટ, સંગ્રહણી રત્નમ્, સંવત્સરી પ્રતિક્રમણ વિધિ, અને ભક્તિગંગા વગેરે અને શિલ્પ સ્થાપત્યમાં વાલકેશ્વરનાં શ્રી પદ્માવતી માતાજી વગેરે શિલ્પો, ૨૫૦૦ નિર્વાણ મહોત્સવ સમયે જૈનધ્વજ અને જૈન પ્રતીક, પૂજ્યશ્રીએ ૧૦૦ ઉપરાંત સ્તવનો બનાવેલ છે તે પૈકીનું એક મારી નાવલડી મઝધાર સ્તવન પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તેમની શિબિરમાં યુવાનોને દિવસમાં ત્રણ-ત્રણ વખત ગવડાવતાં હતા અને કહેતા કે કેવા પળ કે ચોઘડીયે આ સ્તવનની રચના થઈ છે કે જે વારંવાર ગાવાનું મન થાય, મમરાવવાનું મન ધાય. આ સ્તવનની રચનામાં જે શબ્દો વાપર્યા એ કેમ મૂકવાનું મન થયું હશે તે જોઈને આશ્ચર્ય થાય છે. સ્તવનો પૈકી થોડા સ્તવનોની એક કેસેટ યશોગીત ગુંજન તથા નવકાર, ચત્તરિ મંગલમ્, સમરોમંત્ર ભલો નવકાર, આરતી, મંગલદીવો વગેરેની ૩૦ રેકંડો તથા પદ્માવતી માતાજી તથા ચક્રેશ્વરીદેવીની આરતીઓ, દિવાળી દેવવંદન પદ?? શાહ-બાદશાહ નાટક, સુક્ષ્માક્ષરી દંડક દંડક ત્રણ અક્ષરમાં આખું દંડક પ્રકરણ લખેલું છે.) તથા અષ્ટપ્રકારી પૂજા (પોસ્ટકાર્ડમાં આખી પૂજા લખી છે.) અને ત્રેવીસ તીર્થંકરયુક્ત કાઉસ્સગ્ગ મુદ્રાવાળા શ્રી આદીશ્વર ભગવાન, વિઘ્નહર પાર્શ્વનાથ, શ્રી મહાવીરસ્વામી ચોવીસી, ચાર શાશ્વતા (ઋષભ, ચંદ્રાનન, વારિણ અને વધમાન વગેરે અનેક સાહિત્ય, કલા, શિલ્પ સ્થાપત્યોની પૂજ્યશ્રીની નાની મોટી કલાકૃતિઓ, રચનાઓ જૈનસમાજમાં આદર પામ્યા છે. ,, ૫૨ [ ૧૭ ] **→
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy