SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ દિકરો પણ તમારા માટે તમારા જેવો જ રસ્તો અપનાવવાનો છે. અને તે વખતે તમારાં માબાપની કકળી ઉઠેલી આંતરડીના અભિશાપ તમને બૂરી રીતે નડવાના છે. આ પર્યુષણ પર્વના દિવસોમાં ભગવાન મહાવીરનું જીવન આપણને પાયાની પ્રેરણા આપે છે. જેમણે પોતાના માતાપિતાના ઉપકારોને સતત સ્મરણમાં રાખીને, એમના આત્માને ઠારીને એમની આંતરડીની આશિષ મેળવી છે એમના જેવું ધન્યવાદને પાત્ર આ દુનિયામાં બીજું કોઈ નથી. | માતાપિતા હોય ત્યારે એમનો ભાવ પણ પૂછો નહિ ને પછી કોઈક પાંજરાપોળમાં જઈ પાંચ-દસ હજાર રૂપિયા આપીને એમનો ફોટો મૂકાવી આવો એટલે તમે માતાપિતાના ભકત બની ગયા છો એમ ન માનતા. એમનો ફોટો નહિ મૂકાવો તો ચાલશે પણ એમની લાગણી નહિ સંભાળો તે નહિ ચાલે. આજના દિવસે મારે તમને આટલું જ કહેવાનું છે. આપણે આપણા કર્તવ્યો પ્રત્યે જાગૃત બનીને બાળકો પ્રત્યેની ફરજો પણ વિચારવાની છે ને માતાપિતા તેમજ વડીલો પ્રત્યેની ફરજો પણ વિચારવાની છે. આ રીતે વિચારી શકીશું તો જ આપણે ધર્મના સાચા અધિકારી બની શકીશું. પર્યુષણ પર્વના દિવસોમાં સાચું ચિંતન જાગે, આવી પ્રેરણાઓ દ્વારા આપણો અંતરાત્મા જાગે ને આપણું જીવન પરિવર્તનના પંથે વળે તો જ આ પર્યુષણ પર્વની આરાધના સફળ થઈ ગણાશે. પર્યુષણ પર્વની આરાધના દ્વારા આપણે આપણા જીવનમાં સફળતાના શિખરો સર કરીએ એ જ શુભેચ્છા. ૪૨
SR No.022872
Book TitleMatrubhakta Mahavir
Original Sutra AuthorN/A
AuthorJinchandra Muni
PublisherPrerna Prakashan
Publication Year2001
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy