SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે જ પુગલના સ્વભાવનું વર્ણન કર્યું. રાજાએ સુબુધ્ધિને કહ્યું- સુબુધ્ધિ ! તમે કદાગ્રહના શિકાર બન્યા છો અને બીજાને જ નહિ પોતાને પણ ભ્રમમાં નાખો છો. સુબુધ્ધિ મૌન રહ્યા. રાજાને સન્માર્ગ પર લાવવાનું નક્કી કર્યું. તેણે ખાઇનું પાણી મંગાવ્યું અને ૪૯ દિવસમાં વિશિષ્ટ વિધિથી તેને શુધ્ધ અને સ્વાદિષ્ટ બનાવ્યું. તે સ્વાદિષ્ટ પાણી જ્યારે રાજાને મોકલવામાં આવ્યું અને તેમણે પીધું, તો તે આસક્ત બન્યા. પ્રધાનજીને બોલાવી પૂછ્યું. ત્યારે પ્રધાને જવાબ આપ્યો કે આ એ જ ખાઇનું પાણી છે જેના માટે આપને અત્યંત અમનોજ્ઞ પ્રતીત થયું હતું. રાજાએ ખુદ પ્રયોગ કર્યો. અને પૂછ્યું કે આનું તત્ત્વ તમને કયાંથી મળ્યું? ત્યારે સુબુધ્ધિ પ્રધાને જિનવચનની વાત કરી. તે સાંભળી રાજા શ્રમણોપાસક બની ગયા. એકવાર ચંપાનગરીમાં ગુરુ ભગવંત પધારે છે ત્યારે રાજા જિનવાણીનું શ્રવણ કરવા જાય છે. સાંભળીને સુબુધ્ધિ પ્રધાને દીક્ષા અંગીકાર કરવા અનુજ્ઞા માંગી ત્યારે રાજાએ તેને થોડો સમય સંસારમાં રહેવાનું પછી દીક્ષા લેવાનું કહ્યું. સુબુધ્ધિ પ્રધાને તે કથનનો સ્વીકાર કર્યો. બાર વર્ષ પછી બંને સંયમ અંગીકાર કરી, અંતે જન્મ-મરણની વ્યથાથી મુક્ત થઈ ગયા. ઉપદેશ - સાધક આત્માએ દરેક વસ્તુને બાહ્યથી નહિ પણ આંતરિક દૃષ્ટિથી વિચારવું જોઈએ. આ ઉપદેશને અત્યંત સરળ કથાનક દ્વારા વર્ણવ્યો છે. અધ્યયન-૧૩માં નંદમણિયારની કથા છે. રાજગૃહી નગરીમાં નંદમણિયાર રહેતો હતો. ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી શ્રમણોપાસક બન્યો. કાલાંતરે સાધુ સમાગમ ન થવાથી તેમજ મિથ્યાષ્ટિનો પરિચય વધવાથી તે મિથ્યાત્વી થયો. છતાં તપશ્ચર્યાદિ બાહ્ય ક્રિયાઓ પૂર્વવત કરતો રહ્યો. એકદા ગ્રીષ્મઋતુમાં અષ્ટમ ભક્તની તપશ્ચર્યા કરી. પૌષધશાળામાં રહી પૌષધની ક્રિયા કરી. તે દરમ્યાન સખત ભૂખ તરસ લાગતા પૌષધાવસ્થામાં જ વાવડી-બગીચા આદિનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. બીજે દિવસે વ્રતમાંથી મુક્ત થયા બાદ તે રાજા પાસે પહોંચ્યો. રાજાની આજ્ઞા મેળવી વાવડી બનાવડાવી, તેની આજુબાજુ બગીચા, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય તથા અલંકારશાળા આદિનું નિર્માણ કરાવ્યું. ઘણા લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા અને નંદમણિયારની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી નંદ ખૂબ હર્ષિત થયો. વાવડી પ્રત્યેની તેની આસક્તિ અધિકાધિક વધવા લાગી.
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy