SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ એટલો જ હતો. આહારમાં અનાસક્ત-ભાવ ટકાવવાનું ઉત્તમ ઉદાહરણ આ જ છે. હજાર વર્ષની તપ-સંયમની સાધનાનું ફળ ત્રણ જ દિવસમાં ભોગાસક્તિમાં એક ભાઈ કંડરિક મુનિએ ગુમાવ્યું ને સાતમી નરકના મહેમાન બની ગયા. તો સંસારથી ઉદાસીન એવા પુંડરિક રાજાએ જ ત્રણ દિવસમાં દીક્ષાનો વેશ લઈ સર્વાર્થસિધ્ધ વિમાનના વાસી બની ગયા. બંને ભાઈઓની અંત સમયે સમાન શારીરિક વેદના હોવા છતાં બીજા ભવમાં ૩૩ સાગરોપમ સમાન સ્થિતિ હોવા છતાં આત્મ પરિણામો અનુસાર જીવોની ગતિ અને ઉત્પત્તિ નિમ્ન અને ઉચ્ચ સ્થાનમાં થાય છે. જિન પ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ન કરવી. જિનેશ્વર પ્રતિપાદિત તત્વ જ સત્ય છે. તેમાં શંકાને સ્થાન નથી. તેવી દઢ શ્રધ્ધાના બીજ મોરના ઈંડાના દષ્ટાંતે વાવ્યાં છે. જે કાચબો શિયાળોથી બચવા પોતાના અંગોને નિયંત્રણમાં ન રાખી, ઢાલમાં ન છૂપાવી શક્યો તેને શિયાળોએ મારી ખાધો. પણ જે કાચબાએ પોતાના અવયવો પર સંયમ-નિયંત્રણ રાખ્યું તે પોતાની જાતને બચાવી શક્યો. તેમ જે સાધક પહેલા ચંચળ કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોનું ગોપન કરતા નથી તે અનંત સંસાર પરિભ્રમણનો દંડ ભોગવે છે. પણ જે બીજા કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે સિધ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. નંદીફળના અધ્યયનમાં ઇન્દ્રિયોના વિષયો એટલે કામભોગને નંદીફળના વૃક્ષની સાથે સરખાવ્યા છે. જેના ફળો ખાવામાં મીઠા, મધુર, શીતળ છાયા દેનારાં, દેખાવમાં મનમોહક હોવા છતાં ઝેરીલા છે તેમ ઇન્દ્રિયોના વિષયો પણ લોભામણા આકીર્ણ(અશ્વ)ના અધ્યયનમાં અશ્વોને પકડવા માટે મનોજ્ઞ ખાદ્ય-પેય પદાર્થો, વાજિંત્રોના સૂરો અને પાંચે ઇન્દ્રિયોને સુખપ્રદ વસ્તુઓ સાથે છટકાં પણ ગોઠવ્યાં છે. જે અચ્છો તે વિષયોના શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં મોહાઈ ગયા તે જાળમાં ફસાઈ ગયા. અને જે આસક્ત બનતા નથી તે નિર્ભયપણે સ્વતંત્ર વિચારવા લાગ્યા. જિનપાલિત અને જિનરક્ષિત બે ભાઇઓમાં જિનપાલિત રત્નાદેવીના આકર્ષક હાવ ભાવોથી લિપ્ત થતા નથી જ્યારે જિનરક્ષિત રત્ના દેવીના લોભમાં આવીને બ્રહ્મચર્યનો નાશ કરે છે. બીજા શ્રુતસ્કંધમાં ચારે જાતિના દેવોની ર૦૬ અગ્રમહિષી ઇન્દ્રાણીઓના પૂર્વભવના જીવન કથાનકોનું નિરૂપણ છે. પૂર્વભવમાં આ સર્વ દેવીઓ પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં દીક્ષિત થઈ હતી. અને તે સર્વે સંયમી જીવનમાં શિથિલાચારી
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy