SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ જૈન કથા સાહિત્યના સર્જકોની કથાઓની સમીક્ષા આગમકાલીન અને આગનેતર જ્ઞાતાધર્મકથા સૂત્ર - જ્ઞાતા ધર્મકથાસૂત્ર ગણધરત છઠું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં કેટલીક કથાઓ ઐતિહાસિક છે તો કેટલીક કથાઓ કલ્પિત છે. આ બધી જ કથાઓનો ઉદ્દેશ વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અથવા શિક્ષા દેવાનો છે. આ કથાઓમાં શ્રધ્ધાનું મહત્ત્વ, આહાર કરવાનો ઉદ્દેશ, અનાસક્તિ, ઇન્દ્રિય વિજય, વિવેકબુધ્ધિ, ગુણવૃધ્ધિ, પુદગલ સ્વભાવ, કર્મવિપાક, ક્રમિક વિકાસ કામભોગોનું દુષ્પરિણામ, સહનશીલતાના માધ્યમથી સંયમની આરાધના- વિરાધના અને દુર્ગતિ સદ્ગતિ આદિ વિષયો ઉપર સરળ ભાષામાં પ્રકાશ પાડ્યો છે. આ કથાઓ જીવન ઉત્થાનને માટે ચિંતન-મનન કરવા યોગ્ય છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં સંયમ આરાધના કરી દેવલોકમાં જનારી ર૦૬ સ્ત્રીઓનું વૃત્તાંત છે. બધી સ્ત્રી પર્યાયમાં સંયમ સ્વીકારી દેવીના રૂપમાં ઉત્પન્ન થઈ છે. દેવ ભવ પછી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સંયમની શુધ્ધ આરાધના કરી મુક્તિ મેળવશે. આ પ્રમાણે આ આગમ કથા પ્રધાન છે. પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયન છે. દ્વિતીય શ્રુતસ્કંધના કુલ ર૦૬ અધ્યયન છે. સંપૂર્ણ સૂત્ર પપ૦૦ શ્લોક પ્રમાણ છે. આ સૂત્રમાં શિક્ષાપ્રદ દષ્ટાંત હોવાથી તેનું નામ જ્ઞાતા ધર્મકથાસૂત્ર રાખવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં તેને જ્ઞાતાસૂત્ર પણ કહેવામાં આવે છે.' શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર” અંગે ડૉ.કેતકી શાહ કહે છે કે, “જ્ઞાતા ધર્મકથામાં બે શ્રુતસ્કંધમાં ઓગણીસ જ્ઞાત ઉદાહરણરૂપ અધ્યયનો છે. બીજા શ્રુતસ્કંધમાં સાડાત્રણ કોડ વાર્તાઓ હોવાનો ઉલ્લેખ મળે છે. પણ વર્તમાને તેટલી કથાઓ ઉપલબ્ધ નથી. વર્તમાનમાં ૧૯+૨૦૬=રરપ કથાઓ છે. આ સૂત્રની રચના મુખ્ય તથા ગદ્યશૈલીમાં છે. વચ્ચે-વચ્ચે કોઈક સ્થળે પદ્યાંશ પણ જોવા મળે છે.* જો આચારાંગ સૂત્ર સાધુ ભગવંતોની આચાર પોથી છે તો દશવૈકાલિક સૂત્ર બાળપોથી છે તો જ્ઞાતાધર્મકથા સૂત્ર વૈરાગ્યપોથી છે. દરેક અધ્યયન સુખશીલતા, કામભોગ, વિષયકષાય, મોહ, પ્રમાદને ઘટાડી સંયમમાં સ્થિરતાના પાઠ ભણાવે છે. 52
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy