SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક કથામાં ખલનાયક પણ હોય જ છે. તેના ગુસ્સાનો ભોગ નાયક બને છે. ત્યારે રૌદ્ર રસનું વર્ણન પણ અદ્ભુત રીતે આલેખાય છે. મયણા સુંદરીના પિતા પ્રજાપાલ ગુસ્સો કરી અને મયણાને કોઢિયા પતિ સાથે પરણાવે છે તેમાં રૌદ્ર રસ વિનયવિજયજી મ.સા.એ અદ્ભુત રીતે વર્ણવ્યો છે. ગોશાળાની પ્રભુ પરની દ્વેષ ભાવના અને તેજોલેશ્યા છોડવી તેનું વર્ણન પણ હેમચંદ્રાચાર્યે ‘ત્રિષષ્ઠિશલાકા’માં સુંદર રીતે કર્યું છે. ‘સમરાદિત્ય ચરિત્ર’માં અગ્નિશર્મા તાપસનું ગુણસેન રાજાને ભવોભવ મારવાનું નિયાણુ વર્ણવ્યું છે. તેમાં રૌદ્ર રસ ગજબ રીતે વર્ણવાયો છે. નેમ રાજુલની કથામાં શૃંગારરસનું વર્ણન મુખ્યપણે અલંકૃત કર્યું છે. આજે પણ આ બંને પાત્રો વધુ લોકપ્રિય બન્યા છે. જૈન કથાઓની આગવી વિશેષતા છે કે અંતે તો કથાનાં બધા રસ શાંતરસમાં ફેરવાય છે. અને નાયક કે નાયિકા સંસાર સુખને ત્યાગી દ્વીક્ષા ગ્રહણ કરે છે. ઉપદેશઃ કથાના લક્ષણોમાં ઉપદેશ એ મહત્ત્વનું અંગ છે. દરેક કથામાં ઉપદેશ તો અવશ્ય આવે જ. કેટલીક કથામાં સીધો ઉપદેશ આપેલો હોય છે જ્યારે કેટલાકમાં પરોક્ષ ઉપદેશ આપ્યો હોય છે. પ્રેમલા લચ્છીરાસમાં શીલ માહાત્મ્ય દર્શાવ્યું છે. વચ્ચે વચ્ચે પ્રસંગો યોજીને શીલ મહિમા લેખકે ગાયો છે. આમ, વસ્તુગૂંથણીમાં લેખકનું લક્ષ્ય શીલ તરફ જ છે. ભરતેશ્વર બાહુબલિની કથામાં અહિંસાનો ઉપદેશ આપ્યો છે. પેથડશાહ ની કથામાં બાર વ્રતનું મહત્ત્વ બતાવ્યું છે. સમરાદિત્ય ચરિત્રમાં ક્રોધનો વિપાક બતાવ્યો છે. હરીશ્ચંદ્રના રાસમાં હરીશ્ચંદ્ર કર્મની કસોટી પાર ઉતરે છે અને તે દ્વારા સત્યનો મહિમા ગાયો છે. શ્રીપાળરાજાની કથામાં કર્મના સિધ્ધાંત, નવપદનો મહિમા, આદિ અનેક બાબતોને સાંકળી લીધી છે. જૈન કથાઓનો હેતુ સમક્તિ પ્રાપ્ત કરી કર્મ સિધ્ધાત સમજી ઉત્તરોત્તર મોક્ષ પ્રાપ્તિનો હોય છે. માટે વર્ણનો ઘણા આવે છે પણ અંતે તો શરણું પરમાત્માનું લેવાની જ વાત કરવામાં આવી છે. જૈન કથાઓમાં અંત આવે ત્યારે કોઇ મુનિ આવે, મુનિ ઉપદેશ આપે તે પાત્રો 40
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy