SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્ત્વ છે. કથામાં ભોજનની વાનગીઓની યાદી આપેલી હોય છે. આ વાનગીઓના વર્ણન પણ અદ્ભુત રીતે કરેલા હોય છે. હરિશચંદ્રના રાસમાં, રૂપચંદકુંવર રાસમાં વાનગીઓના વર્ણન આવે છે. તથા પુષ્પોનું વર્ણન, વરઘોડાનું વર્ણન, મંદિરની પૂજા વિધિનું વર્ણન, જંબુદ્વીપનું વર્ણન, ચૌદ રફુલોકના વર્ણન પણ કથામાં આવે છે. શ્રીપાળ રાજાના રાસમાં વીણાનું વર્ણન અને વીણાના પ્રકારો અદ્ભુત રીતે આલેખ્યા છે. ચમત્કારો: જગતની બધી જ પ્રાચીન મધ્યકાલીન કથાઓમાં ચમત્કાર જોવા મળે છે. આનું કારણ એ છે કે છેક આદિકાળથી મનુષ્ય પોતાની સાહજિક સર્વ સામાન્ય શક્તિ દૃષ્ટિથી અનેકશ ચડિયાતી અમાનુષી શક્તિના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે. આ શ્રધ્ધાનું મૂળ માનવીએ અનુભવેલી પ્રાકૃતિક તત્ત્વોની અમાપ શક્તિ પ્રગટ કરતી ઘટનાઓમાં છે. અગ્નિ, વર્ષાનું તાંડવ, ઝંઝાવાતો અને ધરતીકંપ દ્વારા ક્ષણાર્ધમાં કંઈનું કંઈ બની જતું જોતાં જ સર્વ સાધારણ સામાન્ય એવી શક્તિ કરતાં અનેક ગણી શક્તિની શકયતા અને સંભાવના શ્રધ્ધાનો જન્મ થયો છે. આથી જ વાર્તામાં માણસે સામાન્ય વ્યવહારમાં જોવા મળતી વાસ્તવિક શક્તિથી અનેકશ વિશેષ એવી તરંગમય શક્તિનો ઉપયોગ કર્યો છે. માણસ જે યુગમાં માત્ર જમીન પર ચાલી શકતો કે જળમાં તરી શકતો એ યુગમાં માણસને વિજ્ઞાને આકાશમાં ઊડતો કર્યો એ પહેલાં વાર્તાએ પછી ધર્મના આખ્યા હોય, પુરાણ હોય કે મનોરંજન કથા હોય-એને એ વિમાન, રથ, પક્ષી કે શેતરંજી સહાયે ગગન વિહારી બનાવી નિરૂપ્યો. વાર્તાઓએ તો આજ સુધીના વિજ્ઞાને સિધ્ધ નથી કર્યું એવું મનુષ્યતર સજીવ અને નિર્જીવ પદાર્થોમાં પણ આવી શક્તિઓનું આલેખન કલ્પીને વાનર, સિંહ, દેડકાને મનુષ્યોચિત કાર્ય કરતાં આલેખ્યાં. વૃક્ષોને આકાશમાં ઊડતાં દર્શાવ્યાં. વાર્તાના આ પ્રકારના આલેખનોને આપણે ચમત્કારો, જાદુઈ, તિલસ્માતી ઘટનાઓ કે અમાનુષી તત્ત્વનાં નામે ઉલ્લેખીએ છીએ. પ્રાચીન અને મધ્યકાલીન કથા સાહિત્યમાં આ પ્રકારના ચમત્કારોનું વૈવિધ્ય છે. કથાના કૌતુકમાં આનાં આલેખનોનો મોટો ફાળો છે. આનું મૂળ પ્રાચીનતમ છે. સાહિત્યકલાના જન્મની સાથે જ એનો જન્મ થયો છે. ચમત્કારને વ્યાપક અર્થમાં લઈએ તો એ ચમત્કારમાંથી જ કથાનો જન્મ થયો છે. આથી તો વાસ્તવિકતાના સ્વીકાર છતાં પ્રકારૉતરે છેક આજ સુધી કથા સાહિત્યમાં 36.
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy