SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કર્મના બંધનો તૂટે નહિ ત્યાં સુધી ભવભ્રમણના વર્તુળમાંથી મુક્તિ મળતી નથી. બંધન તોડ્યા વગર સંસાર ચક્રનો અંત નથી. આત્મ ચેતનાને જાગૃત કરવા સઘળા બંધનોને દૂર કરવા, નષ્ટ કરવા અત્યંત આવશ્યક છે. એ માટે તપ, ત્યાગ, જ્ઞાન, દર્શન, ચારિત્રનો માર્ગ સ્વીકારવો જરૂરી બને. મહારાજા નરવાહનના વિવાહ હંસાવલી નામની અનિધ રૂપ ધરાવતી રાજકન્યા સાથે થાય છે. હંસાવલીની કુખે બે પુત્રોના જન્મ થાય છે એ બે પુત્રો યુવાન થતાં અપર માતાના શબ્દોને કારણે દેશનિકાલ થાય છે. સજા મૃત્યુદંડની હતી પણ ડાહ્યો અને ચતુરમંત્રી બંને રાજપુત્રોને જીવતા જંગલમાં છોડી મૂકે છે. પછી થાય છે વિધિનો ચક્રાવો. વિધિએ બંનેને અલગ પાડીને કેવી રમત રમાડી એ આ કથામાં છે. પુણ્યની પરીક્ષા એક ઐતિહાસિક નવલકથા રચતા વિમલકુમાર ધામી કહે છે કે, આ કથા પાપ અને પુણ્યના ફલ અંગેની છે. રાજા અને મંત્રી વચ્ચે જ્યારે ધર્મઅધર્મનો વિવાદ શરૂ થાય છે ત્યારે મંત્રી ધર્મનો ચમત્કાર અને પુણ્યના ફલ બાબતે પરીક્ષા આપવા તૈયાર થઇ જાય છે અને છેવટે ધર્મનો વિજય એટલે કે મંત્રી તેના પુણ્ય પ્રભાવે વિજયી બને છે.” મૂળ આ કથાનું નામ પાપબુધ્ધિ રાજા અને ધર્મબુધ્ધિ મંત્રીના રાસ છે. વિક્રમ સંવત ૧૮૬૭માં પં. ઉદયરત્નજી મહારાજે લગભગ ચારસો ગાથામાં આ પુસ્તકની રચના કરેલી. સુનંદાબેન વહોરા અનોખી મૈત્રી' પુસ્તકમાં સુનંદાબહેન વહોરાએ વિરૂપા નામની વિરલ નારીની કથા વર્ણવી છે. કથાના અંતમાં મુનિ મેતારજનો પ્રસંગ વર્ણવ્યો છે. વિરૂપા કોણ હતી! મેતાર્યની જન્મદાત્રી, દેવશ્રી શેઠાણીની ખાસ સખી, માતંગ મંત્રરાજની ગુણિયલ પત્ની. તેનું કુળ-જાતિ ચાંડાલ હતા છતાં તેનું હૈયું તેના સંસ્કાર ઉત્તમ-કુળજાતિ દર્શાવતા હતા. શ્રેષ્ઠીઓની હવેલી સાફ કરતા તે શ્રીમંત શેઠાણીના પરિચયમાં આવી. તે પરિચય ગાઢ મૈત્રીમાં પરિણમ્યો. વિરૂપાના વ્યક્તિત્વથી શેઠાણી પ્રભાવિત હતા. મુનિ મેતારજના પ્રસંગ સાથે વિરૂપાનું આત્મ સમર્પણ ઇતિહાસના પાને અમર બન્યું. મુનિ મેતારજ ભગવાન શ્રી મહાવીરના કાળમાં થયા હતા. 568
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy