SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોડાઓને પકડવા માટે જેવી લાલચો “આઇણ” નામની વાર્તામાં ઉભી કરી છે. બોધ એ જ લેવાનો કે શ્રમણે મધુર શબ્દ કે અમધુર શબ્દ બંને માટે સમભાવ કેળવવો. ભગવાન મહાવીરે આહાર કરવાનો ઉદ્દેશ સમજાવવા સુસુમાની વાર્તા એના રોમાંચકારી ભયાનક રસ સાથે રજુ કરી છે. કાલીની વાર્તા દ્વારા સંયમ લીધા પછી પસ્તાવો કરનાર શ્રમણોને બોધ આપ્યો છે. આમ, આ પુસ્તકમાં ભગવાન મહાવીરની વીસ ધર્મકથાઓ આવેલી છે. વાચકને આ કથાઓ દ્વારા સુંદર બોધ આપ્યો છે. આ કથાઓ દેખાવે ભલે સાદી હોય પણ એમની સાદી સીધી અને સચોટ શૈલી ઉપર જ કેવળ નથી પણ વિશ્વ હિતના સર્વ મંગળકારી સંકલ્પથી કરેલી ઉગ્રમાં ઉગ્ર તપસ્યાનું બળ આ કથાઓ પાછળ છે. જયભિખુની જીવન ઝલક સાહિત્ય જગત જેને જયભિખુના હુલામણા નામથી ઓળખે છે તે જયભિખુનો એટલે કે બાલાભાઈ વીરચંદ દેસાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૪ના જેઠ વદ તેરસને શુક્રવારે સાત વાગે (ઈ.સં.૧૯૦૮ના જુન મહિનાની ર૬મી તારીખે) સૌરાષ્ટ્રમાં એમના મોસાળ વીંછિયા ખાતે થયો હતો. એમના માતાનું નામ પાર્વતીબહેન અને પિતાનું નામ વીરચંદભાઈ ખેમચંદ દેસાઈ હતુ. જયભિખુ ૪ વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ વઢવાણ ખાતે થયું હતું. પિતાના નીડર, અતિથિપ્રેમી કુટુંબવત્સલ સ્વભાવના સંસ્કાર બાળ જયભિખ્ખને ગળથુથીમાંથી જ મળ્યા હતા. માધ્યમિક શિક્ષણ બાદ મુંબઈ ખાતે મુનિશ્રી વિજયધર્મસૂરિએ સ્થાપેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશ મંડળ-જે વિલેપાર્લેમાં હતું તેમાં સંસ્કાર-શિક્ષણાર્થે દાખલ થયા. ત્યાં રહીને જયભિખુ એ જૈન તત્વજ્ઞાન અને જૈન દર્શનનું ઊંડું અધ્યયન કર્યું. ત્યારબાદ કલકત્તા સંસ્કૃત એસોસિએશનની ન્યાયતીર્થની પદવી સંપાદન કરી શિવપુરી ગુરૂકુળની તર્મભૂષણની પદવી પણ મેળવી. કુટુંબનું એમનું હુલામણું નામ હતું. ભીખાલાલ સ્નેહીઓમાં તે બાલાભાઇના નામે અને સાહિત્ય ક્ષેત્રે જયભિખ્ખું એમનું ઉપનામ લોકપ્રિય બન્યું હતું. જયભિખ્ખ ઉપનામ એમણે વિજયાબહેનમાંથી જય અને ભીખાલાલમાંથી ભિખુ લઇને બનાવ્યું હતું. એમનું બાળપણ વીંછિયામાં, કિશોરવસ્થા વરસોડામાં અને વિદ્યાર્થીકાળ કુદરતી સૌદર્યથી ભર્યા ભર્યા શિવપુરીમાં વિત્યા. કથાવાર્તા વાંચવાનો શોખ જયભિખુને છેક બાળપણથી જ. સાહિત્ય વાંચતા વાંચતા નોંધવા જેવું લાગે એ નોંધી પણ 550
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy