SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયમાં સંવેગ અને નિર્વેદ જગાડનારી છે. આજના ભયંકર ભૌતિકકાળમાં જ્યારે ચારે બાજુ વિષયની વાસનાઓની ખૂબ વૃધ્ધિ થાય તેવા સાહિત્યના ઢેર જાગ્યા છે ત્યારે આવા સાહિત્યનું પ્રકાશન ખૂબ જ જરૂરી બન્યું છે. પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી કહે છે, ‘પ્રજા જીવનના દેશીય ઘડતરમાં ધર્મકથાઓએ કિંમતી ફાળો આપ્યો છે અને આજે પણ આપી શકે તેમ છે. આથી ટૂંકી ટૂંકી કથાઓના સંગ્રહ રૂપ ગ્રંથોની આપણા સમાજના ઘડતર માટે ઘણી જ આવશ્યકતા છે.’’ ,,૩૩ જૈન કથા સાગર ભાગ-૧ આ ગ્રંથમાં જેમણે પોતાની જીવન નૌકાને સફળ રીતે સંસાર સમુદ્ર પાર કરી છે તેવા મહાત્માઓની કથાઓ છે. આ ગ્રંથમાં દરેક કથાને સ્વતંત્ર મહત્ત્વ અપાયું છે. જેમકે ‘દેવતાઇ અગ્નિ યાને સગર ચક્રવર્તી’, ‘વૈયાવચ્ચ ચાને મહામુનિ નંદીષેણ’, ‘મુનિદાન યાનિ ધન્ના શાલિભદ્ર’ વગેરે.” ૩૫ પંડિતવર્ય શ્રી બેચરદાસ દોશી સત્યની સાધના માટે ફૂલના હાર નહિ પણ તલવારની ધાર પર જીવનાર, પાંડિત્ય માટે આત્મભોગ આપનાર, રાષ્ટ્ર ખાતર હદપારની સજા ભોગવનાર, પંડિતવર્ય શ્રી બેચરદાસજીની ગણના ભારતના અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકોને સમાજ સેવકોમાં કરી શકાય. જૈન સંઘને અંધશ્રધ્ધાની નિદ્રામાંથી જગાડનાર ગણ્યા ગાંઠ્યા પંડિત પુરૂષોમાં તેઓ એક હતા. વિશેષ શાસ્ત્રાભ્યાસ :- તેઓ ૧૯૬૨-૬૩ના અરસામાં કાશી ગયા. કાશીમાં બે વર્ષ રોકાઇ તેઓ વલભીપુર આવ્યા. ત્યારે આચાર્ય હેમચંદ્રકૃત લઘુવૃત્તિ પોણી થઇ ગઇ હતી. વલભીપુરમાં થોડું રોકાઇ તેઓ પાછા બનારસ આવ્યા અને અભ્યાસની સાથે સાથે શ્રી ચશોવિજય જૈન ગ્રંથમાળા ગ્રંથોનું સંપાદન પં.શ્રી ગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં કરવા લાગ્યા. ત્યાર પછી પંડિતજી ન્યાય વ્યાકરણ તીર્થ થયા. તેમણે પ્રાકૃતભાષા અને અન્ય દર્શનોનો અભ્યાસ પણ કર્યો આ ઉપરાંત તેઓએ આગમનો અનુવાદ અને પ્રકાશન કામ કર્યા. સને ૧૯૨૧-૨૨માં તેઓશ્રી ગાંધીજીના ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા. ત્યાં તેમણે પંડિત સુખલાલજીના સહકારમાં સન્મતિ તર્કના સંપાદનનું અતિ દુષ્કર કાર્ય કર્યું. તેમના કામથી ગાંધીજીને ભારે સંતોષ થયો. સને ૧૯૩૮ આસપાસ અમદાવાદમાં એલ.ડી આર્ટસ કોલેજ સ્થપાઇ અને આ કોલેજમાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે પંડિતજી નિમાયા. જીવનનાં સાઠ વર્ષ 546
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy